Get The App

ધરતીના આ ભાગમાં અચાનક છવાયું અંધારુ, સ્પેસ સ્ટેશનથી લેવાયેલ તસવીર, જાણો શું કહ્યું નાસાએ

નાસાના અર્થ પોલીક્રોમેટિક ઇમેજિંગ કેમેરા દ્વારા આ તસવીર લેવામાં આવી છે

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News

તા. 20 ઓક્ટોબર 2023, શુક્રવાર 

ગયા અઠવાડિયે સુર્ય ગ્રહણ થયું હતું. આ ગ્રહણ કેટલાક પાસાઓમાં ખાસ હતું, કારણ કે આ વખતે ગ્રહણ દરમ્યાન રિંગ ઓફ ફાયર ની ખગોળકીય ઘટના જોવા મળી હતી. આ એક એવી સ્થિતિ હતી કે, જ્યારે ગ્રહણ દરમ્યાન ચંદ્ર આખો સુર્યની વચ્ચે આવી જાય છે ત્યારે ચારેય બાજુથી કેટલોક પ્રકાશ નીકળતો જોવા મળી રહ્યો હતો. આ ખગોળકીય ઘટના ભારતમાં જોવા નહોતી મળવાની કારણ કે આ ગ્રહણ જ્યારે થયુ ત્યારે સુર્ય પૃથ્વીના બીજા ભાગમાં એટલે કે અમેરિકા તથા કેનેડાની બાજુમાં હતો. અમેરિકાની અંતરિક્ષ નાસાએ આ દરમ્યાન એક એવી તસવીર લીધી છે, જે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

ડીપ સ્પેસ ક્લાઈમેટ ઓબ્ઝર્વેટરી (DSCOVR) પર નાસાના અર્થ પોલીક્રોમેટિક ઇમેજિંગ કેમેરા દ્વારા આ તસવીર લેવામાં આવી છે. જ્યારે ચંદ્ર સુર્યની સાથે એક લાઈનમાં થઈને પૃથ્વી પર પડછાયો નાખે છે. 14 ઓક્ટોબરના રોજ સુર્ય ગ્રહણ દરમ્યાન જ્યારે ચંદ્રની સામેથી પસાર થઈ રહ્યો હતો. તો તેના કારણે પૃથ્વી પર એક પડછાયો પાડે છે. 

પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દુરથી આ તસ્વીર લેવામાં આવી છે

લેવામાં આવેલી છબી, જ્યારે ચંદ્ર સૂર્ય સાથે રેખા કરે છે અને પૃથ્વી પર પડછાયો પડે છે ત્યારે તે ક્ષણને કેપ્ચર કરે છે. 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ દરમિયાન, જ્યારે ચંદ્ર સૂર્યની સામેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે પૃથ્વી પર પડછાયો પાડ્યો હતો. નાસા, NOAA અને યુએસ એરફોર્સના સંયુક્ત ઉપગ્રહ DSCOVR એ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂરથી આ તસવીર લીધી છે. DSCOVR, NASA, NOAA અને અમેરિકા વાયુ સેનાના સંયુક્ત ઉપક્રમે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દુરથી આ તસ્વીર લેવામાં આવી છે. 

DSCOVR ઉપગ્રહ ઉપકરણને 14 ઓક્ટોબરના રોજ આ તસવીર લેવામાં આવી છે

નાસાએ પોતાના અધિકૃત X એકાઉન્ટ પર લખ્યું છે, વર્ષના સુર્ય ગ્રહણની એક શાનદાર તસવીર લગભગ 1.5 મિલિયન કિલોમીટરની દુરથી આ તસવીર ટેક્સાસના દક્ષિણ પુર્વ તટ પરથી લેવામાં આવી છે. DSCOVR ઉપગ્રહ ઉપકરણને 14 ઓક્ટોબરના રોજ આ તસવીર લેવામાં આવી છે. 



Google NewsGoogle News