Get The App

શનિના ચંદ્ર પર જીવન હોવાના મળ્યા જરુરી તત્વ, નાસાના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

શનિના ચંદ્રમાંથી એક એન્સેલાડસ પર જીવન હોવાના જરુરી પુરાવા મળ્યા

હાઈડ્રોજન સાયનાઈડ અમીનો એસિડ બનાવવા માટે જરુરી અણુઓમાંથી એક માનવામાં આવે છે

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
શનિના ચંદ્ર પર જીવન હોવાના મળ્યા જરુરી તત્વ, નાસાના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા 1 - image
Image NASA

તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર 

Life on Saturn Moon: પૃથ્વી સિવાય અન્ય બીજા ગ્રહમાં જીવન શોધવા દુનિયાભરની સ્પેસ એજન્સિઓનું મિશન ચાલી રહ્યું છે. આપણી ધરતીના મંગળ ગ્રહ પર માણસો વસાવવા માટેની તૈયારી ચાલી રહી છે. જો કે, ઘણા ઓછા લોકો તેના વિશે જાણે છે કે, આપણા સૌરમંડળમાં કેટલીક એવી જગ્યાઓ છે કે, જ્યા જીવન હોવાની શક્યતા રહેલી છે. તેનાથી વધારે જગ્યાની શક્યતા કોઈ ગ્રહના ચંદ્રમાં નથી. એક એવો ચંદ્ર છે કે, શનિના ગ્રહને એન્સેલાઈસ, જ્યા જીવનની શક્યતાના કેટલાક પુરાવા મળ્યા છે. 

શનિ ગ્રહના ચંદ્રમાંથી એક એન્સેલાડસ પર જીવન હોવાના જરુરી પુરાવા મળ્યા

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, શનિ ગ્રહના ચંદ્રમાંથી એક એવો એન્સેલાડસ છે કે તેના પર જીવન હોવાના જરુરી પુરાવા મળ્યા છે. નાસાના કેસીની મિસનથી એકત્ર કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરીને અભ્યાસની તૈયારી કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ નાસાના અવકાશયાન કેસિની દ્વારા મોકલવામાં આવેલા ડેટાનો અભ્યાસ કરીને ફોસ્ફરસ શોધી કાઢ્યું છે. શનિની પરિક્રમા કરનાર પ્રથમ અવકાશયાન કેસિનીએ 2004 અને 2017 વચ્ચે શનિના વાતાવરણ વિશે માહિતી મોકલી હતી.આ અભ્યાસમાં નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

વૈજ્ઞાનિકોએ શું શોધ્યું?

નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરી પ્રમાણે, વૈજ્ઞાનિકોને માહિતી મળી કે આ વાતનો પુરો પુરાવો છે કે, શનિના ચંદ્ર એન્સેલેડસ પર હાઇડ્રોજન સાયનાઇડ હોવાના સંપૂર્ણ પુરાવા છે. હાઈડ્રોજન સાયનાઈડ અમીનો એસિડ બનાવવા માટે જરુરી અણુઓમાંથી એક છે. જીવનના વિકાસ માટે સૌથી બુનિયાદી તત્વોમાંથી એક માનવામાં આવે છે.  એન્સેલેડસ પૃથ્વીથી 1.2 અરબ કિલોમીટર દુર છે. તેના કારણે ત્યાનું તાપમાન માઈનસ 201 ડિગ્રી સુધી રહે છે. 


Google NewsGoogle News