NISAR mission : ક્લાઈમેટ ચેન્જનો સામનો ISRO- NASAનું સંયુક્ત અવકાશ મિશન, જાણો ક્યારે થશે લોન્ચ

આ રડાર દ્વારા વૈશ્વિક કાર્બન ચક્ર પર જંગલો અને વેટલેન્ડ્સની શું અસર થઈ રહી છે તે અંગેનો ડેટા પ્રાપ્ત થશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
NISAR mission : ક્લાઈમેટ ચેન્જનો સામનો ISRO- NASAનું સંયુક્ત અવકાશ મિશન, જાણો ક્યારે થશે લોન્ચ 1 - image


NASA-ISRO radar mission : ISRO અને NASA હાલ એક સંયુક્ત અવકાશ મિશન NISAR પર કામ કરી રહ્યા છે. આ મિશન અર્થ-ઓબ્ઝર્વેશન રડાર મિશન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રડાર મિશન ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ રડાર દ્વારા  વૈશ્વિક કાર્બન ચક્ર પર જંગલો અને વેટલેન્ડ્સની શું અસર થઈ રહી છે અને તે કેવી રીતે આબોહવા પરિવર્તનનું કારણ બની રહ્યું છે તે અંગેની જાણકારી મળે છે.  

NASAએ આપી મહત્વપૂર્ણ જાણકારી 

તાજેતરમાં NISARના લોન્ચિંગ અંગે એક અપડેટ આવી છે. આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે 2024માં આ મિશન લોન્ચ કરવામાં આવશે. આ મિશન આબોહવા પરિવર્તન સામે લડવામાં આપણાં જંગલો અને વેટલેન્ડ્સ મહત્વપૂર્ણ છે. NISAR રડાર મિશનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવશે જે દર 12 દિવસે પૃથ્વી અને હિમનદીઓનું વિશ્લેષણ કરશે. આ ડેટા દ્વારા વૈજ્ઞાનિકોને એ જાણવામાં  મદદ થશે કે પર્યાવરણમાં કાર્બનનું નિયમન કરવામાં જંગલો અને વેટલેન્ડ્સ કેટલા મહત્વપૂર્ણ છે.  આ અંગેની જાણકારી નાસા દ્વારા આપવામાં આવી છે. 

આ દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ

આ સેટેલાઈટ એવો છે જે જોશીમઠ જેવી ઘટનાઓ બને તે પહેલાથી જ એલર્ટ મોકલી આપશે. આ સેટેલાઈટને તૈયાર કરવા પાછળ આશરે 10 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. તેને જીએસએલવી-એમકે2 રોકેટથી લોન્ચ કરાશે. NISAR સેટેલાઈટથી આખી દુનિયાને મોટો ફાયદો થવાનો છે. તે દુનિયાને કુદરતી આપત્તિઓથી બચાવવામાં મદદ કરશે. આ દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. 


Google NewsGoogle News