અંતરીક્ષથી ગુરુ ગ્રહનો એક નજારો આવો પણ, Nasaના સૌથી શક્તિશાળી કેમેરાએ કેદ થયો ફોટો
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ સૌરમંડળના ગુરુ ગ્રહનો એક ફોટો લીધો જે કૂબ જ શાનદાર છે
(image courtesy: nasa/instagram) |
Jupiter in ultraviolet view: નાસા હંમેશા અવકાશપ્રેમીઓ માટે આશ્ચર્યજનક ફોટો લાવતું રહે છે. સોમવારે નાસાએ આપણા સૌરમંડળના બૃહસ્પતિ ગ્રહનો એવો ફોટો જાહેર કર્યો છે જે મંત્રમુગ્ધ કરી દે છે. આ ફોટો નાસાના હબલ ટેલીસ્કોપ દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં ગુરુ ગ્રહ અલ્ટ્રાવાયોલેટ દર્શ્યોથી ભરપુર છે. જેમાં નાસાએ કેપ્શનમાં લખ્યું હતું કે ગુરુ ગ્રહ પર હાજર ગેસના તોફાન નરી આંખે અલ્ટ્રાવાયોલેટ દર્શ્યો સાથે સ્પષ્ટરૂપે જોઈ શકાય છે.
ગુરુ ગ્રહ છે ગેસનો ગોળો
ગુરુ ગ્રહ આપડી પૃથ્વી કરતા 11 ગણો મોટો છે. જો ત્યાં કોઈ મનુષ્યનું જવું શક્ય નથી કેમકે ત્યાં કોઈ સપાટી નથી. આ ગ્રહ ગેસોનો એક ગોળો છે. ત્યાં માત્ર ગેસ અને વંટોળ જ જોવા મળે છે. તેમજ અહી કોઈ એરક્રાફ્ટને લેન્ડ કરાવવું હોય તો ત્યાં કોઈ સપાટી નથી, તેમજ ત્યાંના વાતાવરણના સંપર્કમાં આવતા જ એરક્રાફ્ટનો નાશ થઇ જાય છે.
નાસાનો દાવો
28 ઓક્ટોબરે જ નાસાએ દાવો કર્યો હતો કે મનુષ્ય ક્યારેય પણ ગુરુ ગ્રહ પર ન જઈ શકે. પરંતુ એક આશા જરૂર છે કે મનુષ્ય ગુરુના ઉપગ્રહ પર જવાની કોશિશ જરૂર કરી શકે છે. નાસા આ માટે ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યું છે. 2024માં નાસા ગુરુ ગ્રહના ઉપગ્રહ પર મિશન લોન્ચ કરી શકે છે. પ્રેસ રિલીઝ મુજબ, નાસા ગુરુના બર્ફીલા ઉપગ્રહનો અભ્યાસ કરવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહ પૃથ્વીથી લગભગ 2.8 અબજ કિલોમીટર દૂર સ્થિત છે.
નાસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર
નાસાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી અને લખ્યું, અહી પહોંચ્યા પછી બધાની નજર ગુરુ પર છે. જ્યારે ગુરુ અને સૂર્ય વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આ નજારો દેખાય છે. અહીં અલ્ટ્રાવાયોલેટ તરંગોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગેસના વિશાળ ગોળા વચ્ચે વાદળી, ગુલાબી અને જાંબલી રંગોમાં આ ગ્રહ દેખાય છે.