Get The App

NASA DART Mission: નાસાનું પૃથ્વીને બચાવવાનું મિશન સફળ, રચ્યો ઈતિહાસ

Updated: Sep 27th, 2022


Google NewsGoogle News
NASA DART Mission: નાસાનું પૃથ્વીને બચાવવાનું મિશન સફળ, રચ્યો ઈતિહાસ 1 - image


- ડાર્ટ મિશનને ભારતીય સમય પ્રમાણે 27 સપ્ટેમ્બરના રોજ સવારે 4:44 વાગ્યે અંજામ આપ્યો હતો

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર

અંતરિક્ષના ક્ષેત્રમાં નાસા અત્યાર સુધી અનેકવિધ સંશોધનો કરી ચૂક્યું છે. અને સમયાંતરે નાસા અનેક વિક્રમો સર્જતું આવ્યું છે. આજે ફરી એકવાર નાસાએ ઈતિહાસ રચી દીધો છે. પૃથ્વી માટે મહાવિનાશક ગણાતા એસ્ટેરોઈડથી બચાવવા નાસાએ હાથ ધરેલું ડાર્ટ મિશન સફળ રહ્યું છે. તેથી આજનો દિવસ સમગ્ર પૃથ્વી માટે ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે.અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સોમવારે ઈતિહાસ રચીને સફળતાપૂર્વક એક પરિક્ષણ કર્યું છે જેના હેઠળ ભવિષ્યમાં જો કોઈ એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના હોય તો તેની સાથે વ્યવહાર કરી શકાય છે. નાસાનું સ્પેસ્ક્રાફ્ટ 7 મિલિયન માઈલ દૂર એક એસ્ટરોઇડ સાથે ચોક્કસ રીતે ટકરાયું હતું. આવી અથડામણ એસ્ટરોઇડને તેની ભ્રમણકક્ષામાંથી દૂર કરી દેશે, જેનાથી તે પૃથ્વી સાથે અથડાવાની શક્યતાને દૂર કરશે.

નાસાનો સ્પેસ્ક્રાફ્ટ ડબલ એસ્ટેરોયડ રિડાયરેક્શન પરિક્ષણ (DART) અંતરિક્ષમાં ફરી રહેલા એસ્ટેરોયડ 'ડિમોફોર્સ '(Dimorphos) સાથે અથડાયો. આ સ્પેસ્ક્રાફ્ટને 10 મહિના અગાઉ આ મિશન માટે અમેરિકાના કેલિફોર્નિયાથી લોન્ચ કરવામાં આવ્યો હતો.

નાસાના ગ્રહ વિજ્ઞાન વિભાગના નિર્દેશક લોરી ગ્લેઝે સફળ પરિક્ષણ બાદ કહ્યું કે, અમે એક નવા યુગની શરૂઆત કરી રહ્યા છીએ. એક એવો યુગ જેમાં દરેક સંભવિત રૂપથી ખતરનાક એસ્ટેરોયડના પ્રભાવ જેવી કોઈ પણ વસ્તુથી પોતાને બચાવવાની ક્ષમતા રાખે છે. 

NASA DART Mission: નાસાનું પૃથ્વીને બચાવવાનું મિશન સફળ, રચ્યો ઈતિહાસ 2 - image

ડાર્ટ મિશનને ભારતીય સમય પ્રમાણે 27 સપ્ટેમ્બરના રોજ સવારે 4:44 વાગ્યે અંજામ આપ્યો હતો. આ હેઠળ અવકાશયાન 'ડાર્ટ' અન્ય એસ્ટરોઇડ ડિમોર્ફોસ સાથે અથડાયું જે એસ્ટરોઈડ ડીડીમોસની પરિક્રમા કરી રહ્યું હતું. જોકે, સ્પેસ્ક્રાફ્ટ એસ્ટેરોયડ સાથે અથડાવાને કારણે ડિમોર્ફસ કઈ દિશામાં ગયો તે અંગેનો ડેટા હજુ સુધી સામે નથી આવ્યો. 

અંતરિક્ષમાં એસ્ટરોઈડ સાથે અથડાવાનું આ પરીક્ષણ માનવ ઇતિહાસમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, ભવિષ્યમાં જો પૃથ્વી પર આવા જોખમ આવશે તો આવા મિશન તેનો સામનો કરી શકશે. સ્પેસ્ક્રાફ્ટ ડિમોર્ફોસ સાથે અથડાયેલો એસ્ટરોઇડ લગભગ 169 મીટર લંબાઈનો હતો. તે એક મોટા એસ્ટેરોયડની પરિક્રમા કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોની સામે ચોક્કસ સમયે સ્પેસ્ક્રાફ્ટ તેની સાથે અથડાવાનું હતું. વિજ્ઞાનીઓને આશા છે કે, અથડામણથી એસ્ટરોઈડની દિશા અને ગતિ બંને બદલાશે.

23 હજાર કિમીની રફ્તાર સાથે ટકરાયો સ્પેસક્રાફ્ટ

નાસા તરફથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જેમ જેમ સ્પેસ્ક્રાફ્ટ તેની નજીક આવે છે તેમ તેમ તેનો અંડાકાર આકાર વધુ ને વધુ દૃશ્યમાન થતો જાય છે. ત્યારબાદ સ્પેસ્ક્રાફ્ટ તેની સપાટી સાથે અથડાય છે. ટક્કર દરમિયાન અવકાશયાનની ઝડપ 23500 કિમી પ્રતિ કલાક હતી.

અથડામણની કેટલીક મિનિટો બાદ LICIACube નામનો એક ઉપગ્રહ જે કેટલાક અઠવાડિયા પહેલા જ DARTથી અલગ થઈ ગયા હતા. તેની ટક્કર બાદની તસવીર લીધી છે. તેનાથી આગામી દિવસોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. LICIACubeની ખેંચવામાં આવેલી તસવીરો આગામી કેટલાક અઠવાડિયામાં સામે આવશે. 


Google NewsGoogle News