સુનિતા વિલિયમ્સને નડ્યું ફ્લોરિડાનું ભીષણ વાવાઝોડું, નાસાના મહત્ત્વપૂર્ણ મિશન 'ક્રૂ-8'માં વિલંબ
Sunita Williams And Butch Wilmore: સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આઈએસએસ પરથી પૃથ્વી પર પરત લાવવામાં ફરી એકવાર અડચણ આવી છે. નાસા અને સ્પેસએક્સ દ્વારા આ બંને અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વી પર લાવવા સ્પેસ એક્સ ક્રૂ-8 મિશન શરૂ કરાયું હતું, પરંતુ ફ્લોરિડામાં ભીષણ વાવાઝોડાના કારણે આ કામગીરી બુધવાર સુધી પાછી ઠેલાઈ છે. નાસાના જણાવ્યાનુસાર, ખરાબ હવામાનના કારણે અનડોકિંગનો પ્રયાસ ન કરવા નિર્ણય લેવાયો છે. સ્પેસ એક્સ ક્રૂ-8 મિશનમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં જ ફસાઈ ગયા છે. આ મિશનના અધિકારી કોઈપણ અંતિમ નિર્ણય લેતાં પહેલાં હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ચાર મહિનાથી અંતરિક્ષમાં જ અટવાયા
નાસા અને સ્પેસ એક્સનું ક્રૂ-8 મિશનનો હેતુ અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી સલામત રીતે પાછા લાવવાનો છે. તેઓ બંને જૂનમાં બિંગના સ્ટાઈલાઈનર અંતરિક્ષ યાન પર આઠ દિવસના મિશન પર ગયા હતા, પરંતુ આજે ચાર મહિલા પછીયે અંતરિક્ષમાં જ છે. સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીને કારણે આ અવકાશયાનને તે બંનેને લીધા વિના જ પૃથ્વી પર પાછા ફરવું પડ્યું હતું. ક્રૂ-8 મિશન ફેબ્રુઆરી 2025 સુધીમાં તેઓને પરત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
આ પણ વાંચોઃ રણબીરની રામાયણને મળ્યો 'રાવણ', સાઉથના સુપરસ્ટાર 'રોકી ભાઈ'ની એન્ટ્રી થઈ પાક્કી!
સ્ટારલાઈનરમાં ખામી
NASA અને SpaceX ક્રૂ-8 મિશનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જો સ્થિતિ સુધરશે તો તેઓ આજે રાત્રે 9:05 વાગ્યા સુધી (ભારતીય સમય પ્રમાણે સવારે 6:35 વાગ્યે) અનડૉક કરવાનો પ્રયાસ કરશે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ સપ્તાહના અંત સુધીમાં તેમાં સુધારો જોવા મળશે. આ ક્રૂ-8 મિશન માટે પૃથ્વી પર પાછા ફરવા માટે સલામત સમય પ્રદાન કરી શકે છે. ક્રૂ-8 મિશનના ક્રૂમાં અવકાશયાત્રીઓ મેથ્યુ ડોમિનિક, જીનેટ એપ્સ, માઇક બેરેટ (નાસા) અને રશિયાના રોસકોસમોસ સ્પેસ એજન્સીના અવકાશ યાત્રી એલેક્ઝાન્ડર ગ્રીબેનકિનનો સમાવેશ થાય છે. હાલ આ તમામ લોકો ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર છે.
સ્પેસ સ્ટેશન ક્રૂ માટે ફેરફારો
એક્સપિડિશન 72 કમાન્ડર સુનિતા વિલિયમ્સ, ફ્લાઇટ એન્જિનિયર્સ બુચ વિલ્મોર, નિક હેગ અને ડોન પેટિટે પણ ક્રૂ-8ના પ્રસ્થાનમાં મદદ કરવા માટે તેમના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે.