સુનિતા વિલિયમ્સે 9મી વખત સ્પેસવૉક કરી ઈતિહાસ રચ્યો, 5.5 કલાક સ્પેસ સ્ટેશનની બહાર રહ્યાં
Sunita Williams: ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર ગુરૂવારે સાંજે ભારતીય સમય અનુસાર, 6:30 મિનિટે સ્પેસવૉક શરૂ કર્યું. આ દરમિયાન તેમની સાથે અંતરિક્ષયાત્રી બુચ વિલ્મોર પણ સામેલ હતાં. આશરે 5.5 કલાક સુધી ચાલેલી સ્પેસવૉક દરમિયાન બંનેએ ISSના બહારના ભાગને સાફ કર્યો અને સૂક્ષ્મજીવ પ્રયોગ માટે નમૂના એકઠા કર્યાં. મળતી માહિતી મુજબ, આનાથી જાણ થશે કે, ISS પર સૂક્ષ્મજીવ જીવિત છે કે નહીં. આ સિવાય ISSથી તૂટેલાં એન્ટીના પણ અલગ કરવામાં આવ્યા.
અમેરિકન અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે, નાસાના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ગુરૂવારે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી 5.5 કલાકની સ્પેસવૉક માટે બહાર પગલું ભર્યું છે, જેનાથી એક નવો રેકોર્ડ બનશે. સુનિતા વિલિયમ્સ પાસે કુલ 62 કલાક, 6 મિનિટનો સ્પેસવૉક સમયનો રેકોર્ડ પણ છે.
આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સને બચાવવા ટ્રમ્પે ઈલોન મસ્ક પાસે માગી મદદ, જાણો ટેસ્લાના CEOનો જવાબ
સુનિતાએ 15 દિવસમાં બીજીવાર સ્પેસવૉક કર્યું
સુનિતા વિલિયમ્સની 15 દિવસમાં આ બીજી સ્પેસવૉક છે. તેઓએ 16 જાન્યુઆરીએ અંતરિક્ષયાત્રી નિક હેગ સાથે સાડા છ કલાક સુધી સ્પેસવૉક કરી હતી. અત્યાર સુધી સુનિતા વિલિયમ્સ 9 સ્પેસવૉક કરી ચુક્યા છે. વળી, બુચ વિલ્મોરની આ પાંચમી સ્પેસવૉક છે. આ બંને અંતરિક્ષયાત્રીઓને 23 જાન્યુઆરીએ સ્પેસવૉક કરવાની હતી, પરંતુ તેઓની તૈયારી માટે આ દિવસને 7 દિવસ માટે આગળ વધારી દેવામાં આવ્યું.
સૂક્ષ્મજીવો પ્રયોગ માટે નમૂના જમા કર્યા
NASAએ કહ્યું કે, જો અહીં સૂક્ષ્મજીવ મળે છે તો આ પ્રયોગથી સમજવામાં મદદ મળશે કે, તે અંતરિક્ષના વાતાવરણમાં કેવી રીતે જીવિત રહી શકે છે અને કેવી રીતે પ્રજનન કરે છે. એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે, અંતરિક્ષમાં કેટલી દૂરી સુધી યાત્રા કરી શકે છે. આ સિવાય તપાસ કરવામાં આવશે કે, સૂક્ષ્મજીવ ચંદ્રમા અને મંગળ જેવા ગ્રહ પર જીવિત રહી શકશે કે નહીં.
નાસાએ બુધવારે (29 જાન્યુઆરી) કહ્યું કે, તે બિઝનેસમેન ઈલોન મસ્કની સ્પેસએક્સ સાથે મળીને બે અંતરિક્ષયાત્રી (સુનિતા વિલિય્મસ અને બુચ વિલ્મોર)ને સુરક્ષિત રૂપે ઘરે પરત લાવવા માટે કામ કરી રહ્યા છે, જે મહિનાઓથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે.
અનુભવી અંતરિક્ષયાત્રી વિલ્મોર અને વિલિયમ્સ જૂન 2024માં બોઇંગના સ્ટારલાઇનર પર સવાર થઈને ISS પહોંચ્યા. તેઓને પરિક્રમા પ્રયોગશાળામાં ફક્ત આઠ દિવસ વિતાવવાના હતાં, પરંતુ અંતરિક્ષ યાન પર ટેક્નોલોજીની સમસ્યાઓના કારણે નાસાને પોતાની યોજના બદલવી પડી. અમેરિકન અંતરિક્ષ એજન્સીએ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે, બોઇંગના હરીફ સ્પેસએક્સ ફેબ્રુઆરીમાં ચાલક દળને ઘરે લાવશે. પરંતુ, સ્પેસએક્સ દ્વારા એક નવા અંતરિક્ષ યાન તૈયાર કરવાના કારણે તેમની વાપસીને હજુ થોડું લંબાવવામાં આવ્યું છે.
શું છે NASA નો નવો પ્લાન?
- નાસા અને સ્પેસએક્સ એજન્સી સ્પેસએક્સ ક્રૂ-9 અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને જલ્દીથી જલ્દી સુરક્ષિત રૂપે પરત લાવવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે.
- આ સાથે જ મિશનની વચ્ચે હેન્ડઓવરને પૂરૂ કરવા માટે ક્રૂ-10 ના લોન્ચની પણ તૈયારી કરી રહ્યા છે.
- નાસા અને સ્પેસએક્સે માર્ચ 2025ના અંત પહેલાં ક્રૂ-10 ને ISS પર લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
- નાસાએ અંતરિક્ષયાત્રી નિક હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને રોસ્કોસ્મોસના અંતરિક્ષયાત્રી અલેક્ઝેન્ડર ગોર્બુનોવ સાથે સ્પેસએક્સ ક્રૂ-9 મિશન ક્રૂ-10ના પ્રયોગશાળામાં પહોંચ્યા બાદ જ પૃથ્વી પર પરત ફરી શકશે.