વાતાવરણ ખરાબ થતાં સુનિતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં થઈ રહ્યું છે મોડું, ફેબ્રુઆરી 2025માં ધરતી પર આવવાની શક્યતા
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બેરી વિલ્મોર હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. તેમને ધરતી પર લાવવા માટે મિશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ખરાબ વાતાવરણને કારણે તેમને લાવવામાં મોડું થઈ રહ્યું છે. નાસા અને ઇલોન મસ્કની SpaceX સાથે મળીને આ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યાં છે.
કેવી રીતે ફસાયા?
સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર એક મિશન પર ગયા હતા. તેમનું મિશન દસ દિવસનું હતું, પરંતુ તેમના બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવ્યો હતો. સ્પેસક્રાફ્ટમાંથી હિલિયમ લીક થતું હતું અને થ્રસ્ટર ફેઇલ થઈ ગયું હતું. નાસાને લાગ્યું કે સ્ટારલાઇનરને ક્રૂ વગર ધરતી પર લાવવું વધુ સલામત છે, જેથી તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાવું પડ્યું.
વાતાવરણની સમસ્યા
હાલમાં વાતાવરણની આગાહી મુજબ એક અઠવાડિયામાં ફ્લોરિડામાં વાતાવરણ સારું થવાની સંભાવના છે. અત્યારે ખરાબ વાતાવરણને કારણે અનડોકિંગની પ્રોસેસ શક્ય નથી. આથી ક્રૂ-8 મિશનના રિટર્ન માટે ફેબ્રુઆરી યોગ્ય સમય લાગી રહ્યો છે. આ ક્રૂમાં નાસાના મેથ્યુ ડોમિનિક, જનેટ એપ્સ, માઇક બારટ, અને રશિયાના એલેક્ઝેન્ડર ગ્રેબેન્કિનનો પણ સમાવેશ થાય છે. તેઓ હાલ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં કસરત અને સાફ-સફાઈના કામ કરી રહ્યાં છે.
સુનિતા વિલિયમ્સનું રિટર્ન
તેઓને SpaceXની ડ્રેગન કેપ્સુલનો ઉપયોગ કરીને ધરતી પર લાવવામાં આવશે. તેની જવાબદારી ક્રૂ-9 મિશન દ્વારા ઉઠાવવામાં આવી છે. તમામ સભ્યોને 2025ની ફેબ્રુઆરીમાં ધરતી પર લાવવાની સંભાવના છે.