Get The App

સૂર્યના વાતાવરણમાં 8,00,000 કિ.મી.નો વિરાટ કોરોનલ હોલ સર્જાયો, પૃથ્વી પર ભયાનક સૌર તોફાનનું સંકટ

Updated: Jan 31st, 2025


Google News
Google News
સૂર્યના વાતાવરણમાં 8,00,000 કિ.મી.નો વિરાટ કોરોનલ હોલ સર્જાયો, પૃથ્વી પર ભયાનક સૌર તોફાનનું સંકટ 1 - image


Solar Strom Alert on Earth | અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશને(એન.ઓ.એ.એ.-- નોઆ) એવી ચેતવણી સૂચક માહિતી આપી છે કે હાલ  સૂર્યનારાયણ  ભારે ક્રોધાયમાન થઇ ગયા છે. આદિત્યનારાયણની વિરાટ સપાટી પર અને તેની બાહ્ય કિનારી કોરોનામાં પણ કલ્પનાતીત ખળભળાટ થઇ રહ્યો છે. આ જ અતિ ભયંકર તોફાનને કારણે સૂર્યના બાહ્ય વાતાવરણમાં 5 લાખ માઇલ(8,00,000 કિલોમીટર)નો અતિ અતિ વિરાટ કોરોનલ હોલ( કોરોનાના વાતાવરણમાંનું વિશાળ કદનું કાળું ધાબું) સર્જાયું છે.

* કોરોનલ હોલ એટલે શું ? 

  કોરોનલ હોલ એટલે સૂર્યના બાહ્ય વાતાવરણ કોરોનામાં સર્જાતું વિરાટ કદનું કાળું ધાબું. સૂરજના આ કોરોનાના કોઇપણ એક હિસ્સામાં ભારે ખળભળાટ સર્જાય ત્યારે તે ભાગમાંથી અલ્ટ્રાવાયોલેટ અને એક્સ-રે ના રેડિયેશનનો  અતિ મોટો પ્રવાહ બહાર ફેંકાય. પરિણામે કોરોનાના તે હિસ્સામાં બીજા હિસ્સાની સરખામણીએ  પ્રકાશ અને ગરમી ઓછાં થઇ જાય. એટલે ત્યાં મોટા કદનું કાળું ધાબું ઉપસી આવે, જેને ખગોળશાસ્ત્રની ભાષામાં કોરોનલ હોલ કહેવાય છે.

કહેવાનો અર્થ એ છે કે સૂર્યના કોરોનામાં કાંઇ વિશાળ કદનો ગોબો ન સર્જાય પણ તેટલો ભાગ કાળો થઇ જાય.  

*     સૌર પવનનો  વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં ૬૨ ગણો વધુ મોટો છે :  500   કિ.મી.ની પ્રચંડ ગતિએ 31,  જાન્યુઆરીએ પૃથ્વી સુધી આવવાનો સંકેત : 

  નોઆનાં સૂત્રોએ એવી ચેતવણી પણ આપી છે કે આ જ  કોરોનલ હોલમાંથી અતિ ભયાનક સોલાર વિન્ડ્ઝ(સૌર પવનો)નું તોફાન પણ સર્જાયું છે. આ જ સૌર પવનોની મહાપ્રચંડ થપાટ આવતીકાલે એટલે કે ૨૦૨૫ની ૩૧, જાન્યુઆરીએ  પૃથ્વીને વાગવાની શક્યતા છે.એટલે કે સૌર પવનોનું તોફાન છેક પૃથ્વીના વાતાવરણ સુધી આવી  જાય તો અરોરા લાઇટ્સ(ભૂરા,પીળા,લાલ વગેરે રંગના વિશાળ કદના પટ્ટા) પણ સર્જાવાનીસંભાવના છે. પરિણામે વિદ્યુત ચુંબકીય તોફાનની ભારે અસર પણ થવાનું જોખમ સર્જાઇ શકે છે. 

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)નાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે કોરોનલ હોલમાંથી બહાર ફેંકાઇ રહેલા સૌર પવનોનો વ્યાસ પૃથ્વીના વ્યાસ (૧૨,૭૫૬ કિ.મી.) કરતાં ૬૨ ગણો (790872 કિ.મી.) વધુ છે. વળી, આ સૌર પવનો 500 કિલોમીટર(પ્રતિ સેકન્ડ)ની અતિ પ્રચંડ ગતિએ પૃથ્વી ભણી ફેંકાઇ રહ્યા છે.

* વિદ્યુત ચુંબકીય તોફાનની થપાટથી પૃથ્વી પર ભારે મોટો રેડિયો બ્લેકઆઉટ સર્જાઇ શકે: 

 આ તમામ ગણતરીએ સૌર પવનોનું તોફાન 2025ની 31, જાન્યુઆરીએ પૃથ્વી સુધી આવવાની શક્યતા છે. પરિણામે પૃથ્વીના  ઉત્તર ધુ્રવના અને દક્ષિણ ધુ્રવના વાતાવરણમાં વિરાટ કદના અરોરા લાઇટ્સના પટ્ટા સર્જાઇ શકે. સાથોસાથ લગભગ  ત્રણેક દિવસ સુધી જી -1 શ્રેણીનાં  વિદ્યુત ચુંબકીય તોફાન (જી -૫ શ્રેણીનાં વિદ્યુત ચુંબકીય તોફાન સૌથી વધુ ભયાનક ગણાય છે) પણ સર્જાઇ શકે છે. 

નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ સૌર પવનોથી સર્જાતાં   વિદ્યુત ચુંબકીય તોફાનની પ્રચંડ થપાટને  કારણે પૃથ્વીના વાતાવરણમાં ભારે મોટો ખળભળાટ સર્જાય. વાતાવરણમાં ભયંકર વિસ્ફોટ સર્જાય. રેડિયો બલેકઆઉટ સર્જાય. સરળ રીતે સમજીએ તો  પૃથ્વી પર વીજળી પુરવઠો ખોરવાઇ જાય. સંદેશા વ્યવહારમાં પણ ગંભીર અવરોધ સર્જાય.રેડિયો, ટેલિવિઝનનું પ્રસારણ બંધ થઇ જાય. અથવા તેમા મોટા મોટા ધડાકા થાય. રેફ્રીજરેટરમાં વિસ્ફોટ થાય અને આગ પણ લાગે. રેલવેના સિગ્નલ ફેઇલ થઇ જાય. 

અફાટ અંતરિક્ષમાં ગોળ ગોળ ફરતા  સેટેલાઇટ્સ કાં તો બળીને ભસ્મ થઇ જાય. તેને ગંભીર નુકસાન થાય.અથવા તો સેટેલાઇટ તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાંથી દૂર દૂર સુધી ફંગોળાઇ જાય.

Tags :
NASA-and-NOAA-WarningStorm-of-Solar-WindsRisk-of-radio-blackout

Google News
Google News