ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટમાં નરેન્દ્ર મોદીની હાજરી, કહ્યું કે ‘સસ્તા સ્માર્ટફોન્સ અને સસ્તા ઇન્ટરનેટ ડેટાને કારણે ફિન્ટેક સેક્ટરમા ઇન્ડિયાનો ખૂબ જ વિકાસ થયો છે’
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા આજે ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટમાં હાજરી આપવામાં આવી હતી. આ ઇવેન્ટમાં હાજરી આપ્યા બાદ તેમણે ઘણાં મુદ્દા પર ચર્ચા પણ કરી હતી. તેમ જ નરેન્દ્ર મોદીએ આ ફેસ્ટિવલમાં હાજરી આપીને લોકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. ત્યાર બાદ નરેન્દ્ર મોદી પાલઘરમાં વધાવન બંદરના ડેવલપમેન્ટ માટે પાયો નાખવા માટેના ફંક્શનમાં હાજરી આપશે.
શું છે ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટ?
ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટિવલની શરૂઆત 2020માં થઈ હતી. આ એક એન્યુઅલ ફેસ્ટિવલ છે જેને પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ફિન્ટેક કન્વર્જન્સ કાઉન્સિલ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. આ વર્ષે આ ફેસ્ટિવલનું પાંચમું એડિશન હતું અને એ ખૂબ જ ટૂંકા સમયમાં દુનિયાની સૌથી મોટી ફિન્ટેક કોન્ફરન્સમાની એક બની ગઈ છે.
ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટિવલનો ઉદ્દેશ શું છે?
આ ફેસ્ટિવલ દ્વારા ફિન્ટેક ઇન્ડસ્ટ્રી દ્વારા કઈ ટેક્નોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે તેમણે શું સિદ્ધી મેળવી છે એ વિશે વાત કરવામાં આવે છે. આ સાથે જ એમાં ઘણાં સેશનનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં પેનલ ડિસ્કશન, ફિન્ટેક ઇનોવેશન્સ, ઇનવેસ્ટમેન્ટ પીચ, વર્કશોપ, લીડરશિર રિપોર્ટ અને નવા વિચારોને આવકારવામાં આવે છે. તેમ જ દુનિયાભરના વ્યક્તિ અથવા તો એન્ટરપ્રાઇઝને તેમના કામ અને ઇનોવેશન માટે અવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવે છે.
ક્યાં યોજાયો હતો ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટ અને શું થીમ હતી?
આ વર્ષે 28થી 30 ઓગસ્ટ દરમ્યાન મુંબઈમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. દર વર્ષે અલગ-અલગ થીમ રાખવામાં આવે છે અને આ વર્ષે ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ ઇન્ક્લુસિવ રિઝિલિઅન્ટ’ હતી.
કેટલાં સ્પીકર્સ હતાં?
ત્રણ દિવસની આ ઇવેન્ટમાં અગિયાર સ્ટેજ હતાં જેમાં 350થી વધુ સેશન્સ રાખવામાં આવી હતી અને 900થી વધુ સ્પીકર્સ દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ સ્પીકર્સમાં ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર અને ઇન્ફોસિસ કંપનીના નોન-એક્સિક્યુટીવ ચેરમેન નંદન નિલેકણી જેવા ઘણાં મહાનુભાવોનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટમાં 300થી વધુ એક્સિબિટર્સ અને 80000થી વધુ લોકોએ હાજરી આપી હોવાનું અનુમાન છે.
નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટમાં શુ કહ્યું?
આ ઇવેન્ટમાં હાજરી આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે આપણા દેશના અલગ-અલગ કલ્ચરને જોઈને દુનિયાભરના લોકો આશ્ચર્ય થતું હતું. જોકે તેઓ હવે આપણી ફિન્ટેક ટેક્નોલોજીને જોઈને અચંબામાં પડી રહ્યાં છે. આપણી ફિન્ટેક ટેક્નોલોજી દુનિયાભરના લોકોનું જીવન સરળ બનાવશે અને હજી તો આપણે આપણું બેસ્ટ આપવાનું બાકી છે. આજે લોકો ઇન્ડિયામાં લેન્ડ થાય કે એરપોર્ટથી લઈને સ્ટ્રીટફૂડ અને શોપિંગમાં પણ આપણી ફિન્ટેક ટેક્નોલોજી જોઈ શકે છે.’
- નરેન્દ્ર મોદીએ ફિન્ટેક સેક્ટરમાં ઇન્ડિયાના અદ્ભુત વિકાસ વિશે પણ વાત કરી છે. છેલ્લા દસ વર્ષમાં ઇન્ડિયાના ફિન્ટેક સેક્ટરમાં 500 ટકાનો વિકાસ જોવા મળ્યો છે અને 31 મિલ્યન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવ્યું છે. આ સફળતા સસ્તા સ્માર્ટફોન્સ, સસ્તા ઇન્ટરનેટ ડેટા અને ઝીરો-બેલેન્સ જન ધન અકાઉન્ટ્સને કારણે મળી શકી છે. છેલ્લા એક દાયકામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા 60 મિલ્યનમાંથી આજે 940 મિલ્યન થઈ ગયા છે. ઇન્ડિયાનું આ રેપિડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે.
- ઇન્ડિયામાં આજે અઢાર વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ પાસે આધાર નંબરના રૂપમાં ડિજિટલ આઇડેન્ટિટી છે. 530 મિલ્યન જન ધન બેન્ક અકાઉન્ટ્સ શરૂ કરવાની સાથે મોટાભાગના લોકો હવે બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાય રહ્યાં છે. યુરોપિયન યુનિયનની વસ્તી કરતાં ભારતમાં અકાઉન્ટની સંખ્યા વધારે છે.
- નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશે પણ વાત કરી હતી. તેમના કહ્યા મુજબ આજે દુનિયામાં જેટલા પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે એના અડધા ભારતમાં થાય છે. એ પણ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા અને એ જ દુનિયામાં ભારતનું ફિન્ટેક સેક્ટરમાં પાવર દેખાડે છે. નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું હતું કે કોવિડ-19 દરમ્યાન દુનિયાભરની બેન્ક પર અસર પડી હતી. જોકે ભારતની બેન્કિંગ સર્વિસ હંમેશાં ચાલું રહી હતી અને એ પણ કોઈ પણ પ્રકારની સમસ્યા વગર.
- જન ધન યોજનાની દસમી વરસગાંઠને સેલિબ્રેટ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ યોજના હેઠળ મહિલાઓને સશક્ત બનાવવામાં આવી છે. તેમને સેવિંગ કરતાં અને ઇનવેસ્ટમેન્ટ્સ કરતાં શીખવાળવામાં આવ્યું છે. આ સાથે જ પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ 27 ટ્રિલ્યન રૂપિયા ક્રેડિટ કરવામાં આવ્યા છે. આ સ્કીમનો લાભ ઉઠાવનાર 70 ટકા મહિલા છે.’
- નરેન્દ્ર મોદીએ કરપ્શન દૂર કરવામાં ફિન્ટેક ટેક્નોલોજીનો પણ ફાળો છે એ વિશે પણ વાત કરી હતી. ફિન્ટેક ઇનોવેશનને કારણે સરકારી સ્કીમમાં ટ્રાન્સપરન્સી આવી અને એનો ફાયદો સીધો લોકોને મળે છે. આ કારણસર કરપ્શન દૂર થયું છે.
આ પણ વાંચો: ફાસ્ટ પેમેન્ટ માટે ઇન્ડિયાના UPI સાથે લિંક થઈ શકે છે અમેરિકાની બૅન્ક
ફિન્ટેક ફેસ્ટમાં આ ટેક્નોલોજી રજૂ કરવામાં આવી
સ્માર્ટવોચ પેમેન્ટ : એરટેલ પેમેન્ટ્સ બેન્કે નોઇસ કંપની અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે મળીને એક સ્માર્ટવોચ લોન્ચ કર્યું છે. આ સ્માર્ટવોચની મદદથી ઘણી જગ્યાએ પેમેન્ટ્સ કરી શકાશે જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ સમાવેશ થાય છે.
આર્ટિફિશિયલ મશિન લર્નિંગ સોલ્યુશન : ફ્રોડ થઈ રહ્યો હોય એ અટકાવવા, કસ્ટમર સર્વિસ ઓટોમેશન અને પર્સનલાઇઝ્ડ ફાયનાન્સ એડ્વાઇસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે એવું સોલ્યુશન આપવામાં આવ્યું હતું. નાણાકિય લેવડ-દેવડમાં થતી છેતરપિંડીને રોકવા માટે આ ટેક્નોલોજી કામ આવશે.
બ્લોકચેઇન ઇનોવેશન : કેટલાક સ્ટાર્ટઅપ દ્વારા બ્લોકચેઇનનો ઉપયોગ કરીને સિક્યોર અને ટ્રાન્સપરન્ટ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે જેમાં ક્રોસ બોર્ડર પેમેન્ટ્સને પણ સમાવી લેવામાં આવે છે.
ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ : નવા ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મને ઇન્ટ્રડ્યુસ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મની મદદથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાતે નક્કી કરશે કે કંઈ વ્યક્તિને કેટલી ક્રેડિટ આપી શકાય અને લોન અપ્રૂલનું કામ પણ એ પ્રોસેસમાં આવી જાય છે. આથી લોનની પ્રોસેસ અને સ્પીડ પહેલાં કરતાં વધુ સરળ અને ઝડપી બનશે.
બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન : નાણાકિય લેવડ-દેવડ માટે દરેક જગ્યાએ એડ્વાન્સ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મેથડનો ઉપયોગ કરવામાં આવે. એમાં ફેશિયલ રિકગ્નિશન અને ફિંગરપ્રિન્ટ સ્કેનરનો સમાવેશ થાય છે.