નરેન્દ્ર મોદીએ 130 કરોડ રૂપિયાના પરમ રુદ્ર સુપરકમ્પ્યુટર્સ લોન્ચ કર્યા, હવામાન અને ક્લાઇમેટ માટે ઉપયોગ કરવામાં આવશે આ સિસ્ટમ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News


નરેન્દ્ર મોદીએ 130 કરોડ રૂપિયાના પરમ રુદ્ર સુપરકમ્પ્યુટર્સ લોન્ચ કર્યા, હવામાન અને ક્લાઇમેટ માટે ઉપયોગ કરવામાં આવશે આ સિસ્ટમ 1 - image

SuperComputer: નરેન્દ્ર મોદીએ 130 કરોડ રૂપિયાના ત્રણ સુપરકમ્પ્યુટર્સને લોન્ચ કર્યા છે. આ હાઇ પર્ફોર્મન્સ સિસ્ટમનું નામ પરમ રુદ્ર આપવામાં આવ્યું છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા મોદીએ આ સિસ્ટમને લોન્ચ કરી હતી. આ સિસ્ટમ ઇન્ડિયન ટેક્નોલોજીને એક સ્ટેપ આગળ લઈ જઈ રહી છે. નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલા આ સુપરકમ્પ્યુટર્સને ખાસ કરીને હવામાન અને ક્લાઇમેટ માટે ઉપયોગ કરવામાં આવશે.

ક્યાં રાખવામાં આવશે આ સુપરકમ્પ્યુટર્સ?

આ ત્રણ સુપરકમ્પ્યુટર્સને દિલ્હી, પૂણે અને કલકત્તામાં મૂકવામાં આવ્યાં છે. વૈજ્ઞાનિક સંશોધનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા આ કમ્પ્યુટર્સ પાછળ 130 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

સુપરકમ્પ્યુટર્સનો ઉપયોગ શું?

સુપરકમ્પ્યુટર્સનો ઉપયોગ કોમ્પ્લેક્સ ડેટાને એનાલિસિસ કરવા અને કેટલાક એવા ટાસ્ક કરવા માટે થાય છે જે નોર્મલ કમ્પ્યુટર માટે શક્ય જ નથી. આ કમ્પ્યુટરની સ્પીડ અને પ્રોસેસર કલ્પનાની બહારના હોય છે. આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે ક્લાઈમેટ મોડેલિંગ, મોલેક્યુલર બાયોલોજી અને જીનોમિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ, એન્જિનિયરિંગ અને મટિરિયલ સાયન્સ સિમ્યુલેશન્સ અને ડિફેન્સ અને એરોસ્પેસના ક્ષેત્રમાં કરવામાં આવે છે.

પરમ રુદ્ર સુપરકમ્પ્યુટર

પરમ રુદ્ર સુપરકમ્પ્યુટરને કોમ્પ્લેક્સ કેલ્કયુલેશન માટે ઇન્ડિયાના નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન હેઠળ બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયા પણ એડ્વાન્સ ટેક્નોલોજીનું ઉત્પાદન દેશમાં કરી શકે છે એ મેસેજ આ સુપરકમ્પ્યુટર્સ દ્વારા દુનિયાને આપવામાં આવ્યો છે.

પૂણેમાં, જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ (GMRT) પરમ રુદ્રનો ઉપયોગ ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ (FRBs) અને અન્ય ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવા માટે કરશે. આ દ્વારા બ્રહ્માંડ વિશેની આપણી સમજનો વિકાસ કરવાનો હેતું છે. એમાં હજારો ઇન્ટેલ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે અને 90 NVIDIA A100 GPUs છે. આ સુપરકમ્પ્યુટરમાં 35 ટેરાબાઇટ્સ (35000 જીબી)ની રેમ અને બે પેટાબાઇટ્સ (બે હજાર ટીબી)ની સ્ટોરેજ છે. એક સિસ્ટમ ટાઇમ-ડોમેન ખગોળશાસ્ત્રમાં ગ્રાઉન્ડબ્રેકિંગ વૈજ્ઞાનિક સંશોધન ચલાવવા માટે સજ્જ છે. આ ક્ષેત્રમાં પણ પ્રગતિ લાવવા માટે આ સુપરકમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો: માર્ક ઝકરબર્ગે રજૂ કરેલા પ્રોટોટાઇપ ઓરિયન ગ્લાસના વિકલ્પ તરીકે આ વિયરેબલ ગેજેટ્સ ખરીદી શકાય

દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC)માં સુપરકમ્પ્યુટરનો ઉપયોગ મટિરિયલ સાયન્સ અને એટોમેટિક ફિઝિક્સમાં નવીનતાઓને ઉત્તેજન આપવા માટે કરવામાં આવશે. કલકત્તાનું એસ. એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેસિક સાયન્સમાં ત્રીજુ સુપરકમ્પ્યુટરને રાખવામાં આવ્યું છે. ફિઝિક્સ, કોસ્મોલોજી અને અર્થ સાયન્સના એડ્વાન્સ રિસર્ચ માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

શું કહ્યું નરેન્દ્ર મોદીએ?

આ સુપરકમ્પ્યુટર્સના ઉદ્ઘાટન દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આ ત્રણ સુપરકમ્પ્યુટર્સને લોન્ચ કરવામાં આવ્યા છે જેની મદદથી ફિઝિક્સથી લઈને અર્થ સાયન્સ અને કોસ્મોલોજી સુધીના દરેક ક્ષેત્રને મદદ મળશે. દુનિયાભરના લોકો આ ક્ષેત્રમાં જ ભવિષ્ય જોઈ રહ્યાં છે. આજે ડિજિટલ રીવોલ્યુશનમાં ભારતની વધુ એક સિદ્ધી છે. આપણે આજે આપણા દેશમાં જ આ કમ્પ્યુટર બનાવી શકીએ છે. એવું કોઈ ક્ષેત્ર ન હશે જ્યાં ટેક્નોલોજી અને કમ્પ્યુટરનો ઉપયોગ નહીં થતો હોય. ઇન્ડસ્ટ્રી 4.0ની સફળતામાં ભારતનો આ ખૂબ જ મોટો મજબૂત પાયો છે. આ ઇન્ડસ્ટ્રીમાં આપણું યોગદાન બિટ્સ અને બાઇટ્સમાં નહીં, પરંતુ ટેરાબાઇટ્સ અને પેટાબાઇટ્સમાં હોવું જોઈએ.”


Google NewsGoogle News