Get The App

ગુફાઓમાં બનેલા 20,000 વર્ષ પ્રાચીન ચિત્રોનું રહસ્ય ઉકેલાયુ

Updated: Jan 11th, 2023


Google NewsGoogle News
ગુફાઓમાં બનેલા 20,000 વર્ષ પ્રાચીન ચિત્રોનું રહસ્ય ઉકેલાયુ 1 - image


નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2023 મંગળવાર

સંશોધનકર્તાઓનું કહેવુ છે કે તેમણે ગુફાઓમાં બનાવવામાં આવેલા 20,000 વર્ષ પ્રાચીન ચિત્રોમાં એક 'પ્રોટો-રાઈટિંગ સિસ્ટમ'ની શોધ કરી છે, જે લેખનનું સૌથી પ્રારંભિક ઉદાહરણ છે.

સંશોધનકર્તા અનુસાર ઉપલા પાષાણ યુગના શિકારીઓએ જીવિત રહેવાની જરૂરી જાણકારી આપવા માટે દિવાલો પર ચિન્હ બનાવ્યા હશે. આ ચિત્ર જાનવરોના મેટિંગના સમયનો રેકોર્ડ દર્શાવે છે, જે ચંદ્ર મહિનામાં વ્યવસ્થિત જોવા મળે છે.

એક સંશોધન અનુસાર આ એક મહત્વપૂર્ણ શોધ છે, કેમ કે આ લગભગ 14,000 વર્ષ પ્રાચીન છે અને હોમો સેપિયન્સનું સૌથી પ્રાચીન લખાણ છે. જોકે આપણે અહીં અક્ષરો અને વાક્યોને જોઈ રહ્યા નથી. આ ચિહ્ન, અર્થની એક સમગ્ર યુનિટ છે. 

ગુફાઓમાં બનેલા 20,000 વર્ષ પ્રાચીન ચિત્રોનું રહસ્ય ઉકેલાયુ 2 - image

ટીમે ગત હિમ યુગથી સમગ્ર યુરોપમાં પ્રાપ્ત કેવ પેઈન્ટિંગ્સમાં બનેલા બિંદુઓ, રેખાઓ અને વાઈ (Y) આકૃતિઓની 800થી વધુ સિક્વેન્સને જોઈ. આ સંકેતોને ઘણીવાર જાનવરોની પાસે રાખવામાં આવતા હતા અને જ્યારે આને ડિકોડ કરવામાં આવે તો આ ચિન્હ ખૂબ મહત્વના સાબિત થતા હતા..

પેઈન્ટિંગના સેમ્પલના ડેટાબેઝને સંબંધિત જાનવરોના જન્મ ચક્રોના હિસાબે તપાસવામાં આવ્યા, જેનાથી આ ચિન્હોના અર્થોની ખબર પડી- તે દરેક જાનવરના મેટિંગનો સમય જણાવી રહ્યા હતા. એ માનવામાં આવ્યુ હતુ કે આ ચિત્રોમાં ઘણીવાર જોવા મળતા વાઈ (Y) ચિન્હનો અર્થ જન્મ દેવા સાથે હતો. આનાથી તે સમયના લોકોને આ જાનવરો વિશે મહત્વની જાણકારી મળતી હતી. જેમાં જંગલી ઘોડા, હરણ, ઢોર અને મેમોથ સામેલ હતા.

ગુફાઓમાં બનેલા 20,000 વર્ષ પ્રાચીન ચિત્રોનું રહસ્ય ઉકેલાયુ 3 - image

શોધથી એ જાણવા મળ્યુ કે હિમયુગના આ શિકારી માત્ર જીવી રહ્યા નહોતા પરંતુ અતીતની ઘટનાઓનો રેકોર્ડ પણ બનાવી રહ્યા હતા જેથી ભવિષ્યમાં તેમની મદદ થઈ શકે.  

આપણે જાણીએ છીએ કે લેખન, મેસોપોટામિયામાં સુમેર વિસ્તારથી 3300 BCE ની આસપાસ ઉભર્યુ. શરૂઆતમાં અક્ષરો તરીકે ચિત્ર બનાવવામાં આવતા હતા પરંતુ આ શોધથી જાણ થાય છે કે પથ્થર પર લખવાનો ઈતિહાસ વધુ પ્રાચીન હોઈ શકે છે.

હિમયુગના શિકારી-સંગ્રહકર્તા એક વ્યવસ્થિત કેલેન્ડરનો ઉપયોગ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. સાથે જ તેઓ તે કેલેન્ડરમાં ખાસ પારિસ્થિતક ઘટનાઓ વિશે માહિતી નોંધવા માટે નિશાન પણ લગાવતા હતા.

ગુફાઓમાં બનેલા 20,000 વર્ષ પ્રાચીન ચિત્રોનું રહસ્ય ઉકેલાયુ 4 - image


Google NewsGoogle News