મુંબઈની એક મહિલાને ટિન્ડર ચલાવવાનું ભારે પડ્યું, રાઇટ સ્વાઇપ કરવામાં 3.37 લાખ રૂપિયાનો લાગ્યો ચૂનો
Tinder Scam: મુંબઈની એક મહિલાને ટિન્ડર ચલાવવાનું ભારે પડ્યું છે. ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેની પાસે 3.37 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ છેતરપિંડી તેની સાથે ખૂબ જ હોંશિયારી પૂર્વક કરવામાં આવી હતી. આ મહિલાના વધુ પૈસા ચોરી લેવાનું પ્લાનિંગ હતું, પરંતુ બેન્ક દ્વારા એ પૈસા બચાવી લેવામાં આવ્યા હતા.
ભરોષો જીત્યો
ટિન્ડર પર આ મહિલાને એક વ્યક્તિ મળ્યો હતો. આ મહિલા મુંબઈમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. આ મહિલાને એક વ્યક્તિનું રાઇટ સ્વાઇપ આવતાં તેમની દોસ્તી થઈ હતી. ઘણાં સમય સુધી એકમેક સાથે વાત કરી હતી. એ છોકરો વિદેશમાં રહે છે એમ કહ્યું હતું અને સ્પેશ્યલ તેને મળવા માટે ભારત આવશે એમ કહ્યું હતું.
આ પણ વાંચો: મસ્કે ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેનનો ઉધડો લીધો, કહ્યું- 'હું તેના બીચ પર જ BBQ પાર્ટી કરીશ'
મહિલા પર આવ્યો ફોન
એ વ્યક્તિએ મહિલાને મળવા માટે ભારત આવશે એમ કહ્યું હતું અને અચાનક તેના પર એક ફોન આવ્યો. ફોન પર સામેની વ્યક્તિએ કહ્યું કે તે દિલ્હીથી કસ્ટમ ઓફિસમાંથી વાત કરી રહ્યો છે અને તે પોતે કસ્ટમ ઓફિસર છે. તેણે કહ્યું કે મહિલાના ફ્રેન્ડ અદવૈતને ગિરફતાર કરવામાં આવ્યો છે કારણ કે તેની પાસે ઘણાં બધા યુરો કેશમાં મળ્યાં છે. તેને બચાવવા માટે પૈસાની ડિમાન્ડ કરી હતી. આથી મહિલાએ 3.37 લાખ રૂપિયા UPI દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. જોકે એક UPI થી એક દિવસમાં એક લાખ રૂપિયા જ ટ્રાન્સફર થાય છે.
ફરી પૈસાની ડિમાન્ડ
તેમને પૈસા મળી જતાં તેમનામાં લાલચ જાગી હતી. તેમણે ફરી આ મહિલા પાસે 4.99 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. મહિલા ફરી પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહી હતી, પરંતુ એ થયા નહીં.
બેન્કે બચાવ્યા પૈસા
એક સાથે આટલાં બધા પૈસા ટ્રાન્સફર કરી રહી હોવાથી બેન્કે તેને ફોન કર્યો હતો. બેન્કે ટ્રાન્સેક્શન વિશે સવાલ કર્યાં અને મહિલાને છેતરપિંડી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મહિલાએ એ પૈસા ટ્રાન્સફર નહોતા કર્યાં અને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.