Get The App

મોબાઈલ માટે અલગ-અલગ ચાર્જરની હવે માથાકૂટ બંધ,મોદી સરકારે લીધો મોટો નિર્ણય

મલ્ટીપલ ગેજેટસ ચાર્જ થશે એક જ ચાર્જરથી

સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટમાં મળશે ટાઈપ-સી પોર્ટ

Updated: Dec 28th, 2022

GS TEAM


Google News
Google News
મોબાઈલ માટે અલગ-અલગ ચાર્જરની હવે માથાકૂટ બંધ,મોદી સરકારે લીધો મોટો નિર્ણય 1 - image



ભારત સરકારે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે બે કોમન ચાર્જીંગ પોર્ટ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. જેમાંથી એક મોબાઈલ, સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે usb type-c પોર્ટ અને બીજું જે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ આપણે પહેરી  શકીએ છે તેના માટેનું કોમન  પોર્ટ  BIS એ USB ટાઈપ-સી ચાર્જર ને ચાર્જીંગ પોર્ટ બનવવા માટે અમુક ક્વોલિટી ધારા-ધોરણો રજુ કર્યા છે. 

કન્ઝ્યુમર અફેરના સેક્રેટરી રોહિત કુમાર સિંહે કહ્યું હતું કે, USB type c ચાર્જર માટે  સ્ટોકહોલ્ડર્સ માની ગયા છે અને તેના પછી જ BISએ આ ક્વોલિટી સ્ટાન્ડર્ડ  જાહેર કર્યા છે. બીજી બાજુ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી-કાનપુરમાં ઘડિયાળ જેવા વેરેબલ ઈલેક્ટ્રોનિક ડીવાઈસ માટે સિંગલ ચાર્જીંગ પોર્ટ માટે રીસર્ચ ચાલી રહ્યું છે. આના પરિણામ મળ્યા પછી BIS તે સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરશે. 

દેશમાં માત્ર બે જ રીતના ચાર્જીંગ પોર્ટને અનિવાર્ય કરવા વિશે સિંહે જણાવ્યું હતું કે, " આપણે યુરોપીયન યુનિયનની 2024ની સમય સીમાનું પાલન કરવાનું . એનું કારણ એ છે કે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરરની સપ્લાય ચેન ગ્લોબલ હોય છે. જેઓ માત્ર ભારતમાં જ તેમના ઉત્પાદનો નથી વેચતા. સ્ટેકહોલ્ડર્સ સાથે 16 નવેમ્બરે થયેલી બેઠકમાં આ મુદ્દે બહદ એકમત થયા હતા કે કોમન ચાર્જીંગ પોઈન્ટને સ્ટેપ-બાય-સ્ટેપ લાગુ કરવામાં આવે. 

USB Type-C આ કારણોને લીધે વધારે ઉપયોગી છે. 
1. અલગ-અલગ કમ્પનીના સ્માર્ટ ફોન માટે મલ્ટીપલ ચાર્જરની જરૂરત રહેતી નથી.
2. આ પોર્ટમાં કેબલ સીધો કે ઉલટો લાગવાની ઝંઝટ રહેતી નથી, કેબલનો ઉપયોગ બંને બાજુથી થઈ શકે છે.
3. આનાથી ચાર્જીંગ ખુબ ઝડપથી થાય છે અને ડેટા પણ ઝડપથી ટ્રાન્સફર થાય છે.
4. સ્ટ્રોંગ વોલ્ટેજના લીધે એક જ ચાર્જરથી ઘણા-બધા ડિવાઈસ ચાર્જ કરી શકાય છે.
5. એક જ પોર્ટથી 3 કામ થઇ શકે છે, ફોન ચાર્જીંગ, ડેટા ટ્રાન્સફર અને ઈયરફોનનો ઉપયોગ
6.જો 2 ફોનના પોર્ટ Type C છે તો એક ફોનથી બીજો ફોન પણ ચાર્જ કરી શકાય છે

ગયા વર્ષે નવેમ્બરમાં ગ્લાસગો ખાતે આયોજીત સયુંકત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સમેલનમાં વડાપ્રધાન મોદીએ LIFE એટલે કે પર્યાવરણ માટે લાઈફસ્ટાઇલ કોન્સેપ્ટની ઘોષણા કરી હતી. ત્યારથી સરકાર સતત ઈ-વેસ્ટ ને ઓછું કરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે સરકાર ઈચ્છે કે વર્ષ 2030 સુધી 45% સુધી આ વેસ્ટ ઓછું કરી શકાય. ઈ-વેસ્ટ એટલે એવા ઈલેકટ્રોનીક સાધનો જેનો આપને વપરાશ કરીને ફેંકી દઈએ છે. આજકાલ દરેક ઘરમાં દરેક સદસ્યો પાસે એક થી વધુ ગેજેટ જોવા મળે છે જેના લીધે પણ ઈ-વેસ્ટમાં વધારો થઇ રહ્યો છે. ઈયર ફોન, મોબાઈલ ચાર્જર, કોમ્પ્યુટર, મોનીટર, માઉસ, કી-બોર્ડ, મોબાઈલ, લેપટોપ, માઈક્રોચીપ, ટીવી - આ બધા સાધનો ઇવેસ્ટ માટે કારણભૂત છે. 

યુરોપીય સંઘમાં આ બાબતે સંમતિ આવી ગઈ છે કે વર્ષ 2024 સુધીમાં બધા ઇલેક્ટ્રોનિક ડિવાઈસ એક જ જેવા ચાર્જરનો ઉપયોગ કરશે. 2024 સુધીમાં USB Type C યુરોપીય સંઘમાં બધા મોબાઈલ ફોન, ટેબ્લેટ અને કેમરા માટે કોમન ચાર્જીંગ પોઈન્ટ બનાવવામાં આવશે. જો એક જેવા ચાર્જર મળશે તો લગભગ 11 હજાર ટન ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઓછું થઇ જશે. 

હાલમાં સેમસંગ, શાઓમી, ઓપ્પો, વીવો, રીઅલમી, મોટોરોલા આ કંપનીઓ ટાઈપ સી વાળા ગેજેટ બનાવે છે. આ ચાર્જરની કીમત 100-150 રૂપિયા આસપાસ હોય છે. anroidના લગભગ નવા સ્માર્ટફોનમાં આ ઓપ્શન અવેલેબલ છે જયારે apple ના એકપણ ગેજેટમાં આ સુવિધા ઉપલબ્ધ નથી, કંપની આગામી આઈફોન 15 પ્રો સીરીઝમાં ટાઈપ સીના ચાર્જીંગ પોર્ટની યોજના કરી રહી છે.                        

Tags :