26 વર્ષના છોકરાએ તોડ્યો ટી-સિરીઝનો રેકોર્ડ, 'મિસ્ટર બીસ્ટ' બની સૌથી લોકપ્રિય યુ-ટ્યુબ ચેનલ
Mr Beast Most Subscribed YouTuber: યુ-ટ્યુબ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સની જંગમાં હવે એક 26 વર્ષના છોકરાએ બાજી મારી છે. અત્યાર સુધી સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ભારતીય મ્યુઝિક કંપની T-Series ધરાવતી હતી. પરંતુ હવે મિસ્ટર બીસ્ટ સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી યુ-ટ્યુબ ચેનલ બની ગઈ છે. જેની માહિતી મિસ્ટર બીસ્ટે પોતાના નવા રેકોર્ડનો ફોટો શેર કરીને માહિતી આપી છે. આ ચેનલ સ્વીડનના જીમી ડોનાલ્ડસન ચલાવે છે.
યુ-ટ્યુબ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ
મિસ્ટર બીસ્ટ પાસે 267 મિલિયન યુ-ટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યારે ટી-સિરીઝ પાસે 266 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. આ બાબતે મિસ્ટર બીસ્ટે X પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે ટી-સિરીઝ અને Pewdiepie વચ્ચેની 6 વર્ષની જંગ બાદ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
યુ-ટ્યુબ પર ટી-સિરીઝને પાછળ છોડ્યું
હવે મિસ્ટર બીસ્ટએ 1 લાખ વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે ટી-સિરીઝને પાછળ છોડી દીધું છે. મિસ્ટર બીસ્ટનું સાચું નામ જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસન છે. તેનો જન્મ 7 મે, 1998ના રોજ ગ્રીન વેલી, નોર્થ કેરોલિનામાં, યુએસએમાં થયો હતો. વર્ષ 2016માં તેણે કોલેજમાં એડમિશન લીધું હતું, પરંતુ 2 જ અઠવાડિયા પછી તેણે કોલેજ ચૂડી દીધી અને તેની મમ્મીને કહ્યું કે તે યુટ્યુબ સિવાય કઈ કરવાના બદલે ગરીબ રહેવાનું પસંદ કરશે.
વર્ષ 2012માં ચેનલ બનાવી હતી
જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસને વર્ષ 2012 13 વર્ષની ઉંમરે યુ-ટ્યુબ ચેનલ બનાવી હતી. તેમની ચેનલ તેના મોંઘા વિડીયો માટે લોકપ્રિય છે જેમાં ડોનાલ્ડસન લોકોને મોંઘી ગીફ્ટ આપે છે. મિસ્ટર બીસ્ટ ઉપરાંત, ડોનાલ્ડસન પાસે ફિલાન્થ્રોપી, મિસ્ટર બીસ્ટ ગેમિંગ, બીસ્ટ રિએક્ટ્સ અને મિસ્ટર બીસ્ટ 2 નામની ચાર અન્ય યુટ્યુબ ચેનલ પણ છે.