Motorola Showcases Bendable Phone: ઘડિયાળની જેમ પહેરી શકાશે આ ફોન, જોઇને લોકો થયા ચકિત

મોટોરોલા એક એવા ફોન પર કામ કરી રહી છે જેને કાંડામાં ઘડિયાળની જેમ પહેરી શકાય, આ એડવાન્સ કોન્સેપ્ટ ધરાવતા ફોનની ડિસ્પ્લે કાંડામાં રોલ થઇ જાય છે

હાલમાં જ Lenovo Tech World 2023 દરમ્યાન મોટોરોલાએ ફ્લેક્સીબલ pOLED ડિસ્પ્લે ધરાવતા આ ફોનની ઝલક બતાવી હતી

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
Motorola Showcases Bendable Phone: ઘડિયાળની જેમ પહેરી શકાશે આ ફોન, જોઇને લોકો થયા ચકિત 1 - image


Motorola Bendable Phone Display Concept: મોટોરોલા એક એવા બેન્ડેબલ ફોન પર કામ કરી રહ્યું છે કે જેમાં મોબાઈલ કાંડા પર ઘડિયાળની જેમ પહેરી શકાય છે. આ એડવાન્સ કોન્સેપ્ટ ધરાવતા ફોનની ડિસ્પ્લે કાંડામાં રોલ થઇ જાય છે. હાલમાં જ Lenovo Tech World 2023 દરમ્યાન મોટોરોલાએ ફ્લેક્સીબલ pOLED ડિસ્પ્લે ધરાવતા આ ફોનની ઝલક બતાવી હતી. 

Lenovo Tech World 2023માં દેખાડી ઝલક 

24 ઓક્ટોબરે Lenovo Tech World 2023માં, કંપનીએ એક નવો સ્માર્ટફોન ફોર્મ ફેક્ટર પ્રદર્શિત કર્યો, જે લગભગ સાત વર્ષ પહેલાં દર્શાવેલા Lenovoના રિસ્ટ ફોન કોન્સેપ્ટનું ઈમ્પ્રુવ્ડ વર્ઝન હોવાનું કહેવાય છે. આ એક એવો ફોન છે જે મુખ્યત્વે ફ્લેક્સિબલ 6.9-ઇંચની FHD+ pOLED સ્ક્રીનથીબનેલ છે. જેને અડેપટીવ ડિસ્પ્લે કહેવાય છે, જે પાછળની તરફ બેન્ડ શકે છે અને મોટા ડિજિટલ રિસ્ટબેન્ડ અથવા સ્માર્ટ વૉચની જેમ કાંડાની આસપાસ લપેટી શકે છે.

ફોન ટેબલ પર કરી શકાય છે ટેન્ટ 

આ કોન્સેપ્ટ ફોન બેન્ડ થતો હોવાના કારણે, તેનો ઉપયોગ ટેન્ટ મોડમાં પણ થઈ શકે છે, જ્યાં ફોન ટેબલ પર ટેન્ટ પણ કરી શકાય છે. આ ઉપરાંત આ ફોનને ટેબલ પર રાખતા તેની સ્ક્રીન આપોઆપ સપાટ થઇ જાય છે અને બધા એપ્સ દેખાવા લાગે છે. ધ વર્જના રિપોર્ટ અનુસાર, ફોન મેટાલિક રિસ્ટબેન્ડ સાથે આવે છે, જેને હાથ પર પહેરવાનું હોય છે, જેમાં ચુંબક હોય છે જે ફોનને એક જગ્યાએ રહેવામાં મદદ કરે છે. 

મોબાઈલને જોતા જણાય છે કે કોઈ કેમેરા નહી હોય 

Lenovo/Motorola ડિવાઈસની વિશેષતાઓ અને વિશિષ્ટતાઓ પર કોઈ વિગતો શેર કરી નથી. મોબાઈલને જોતા, એવું લાગે છે કે તેમાં કોઈપણ પ્રકારનો કેમેરો નથી, અને તે Android OS પર ચાલતું હોવાની સંભાવના છે. આ માત્ર એક ખ્યાલ છે, જે બ્રાન્ડને વિશ્વમાં લેટેસ્ટ ટેક્નોલોજી આપવામાં મદદ કરે છે, Rizr નામના રોલેબલ સ્માર્ટફોનની જેમ, જે મોટોરોલાએ MWC 2023 માં પ્રદર્શિત કર્યું હતું, મોટર દ્વારા સંચાલિત અને રોલ ઇન અને રોલઆઉટ કરી શકે OLED સ્ક્રીન હતી.

ફ્લિપ ફોન્સ માટે જાણીતી છે Motorola

મોટાભાગની બ્રાન્ડ્સ હાલમાં સ્માર્ટફોન માટે વિવિધ ફોર્મ ફેક્ટર જોઈ રહી છે, જેમાં ફ્લિપ અને ફોલ્ડ-સ્ટાઈલ ડિઝાઇનનો સમાવેશ થાય છે. Lenovoની માલિકીની Motorola પહેલેથી જ તેના ફ્લિપ ફોન્સ માટે જાણીતી છે, અને આ શોકેસ સાથે, કંપની નવા-યુગના સ્માર્ટફોન ફોર્મ ફેક્ટર્સમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટ કરવાનું ચાલુ રાખે છે. તેમજ Lenovo ફોલ્ડેબલ લેપટોપ લોન્ચ કરનારી પ્રથમ કંપની છે.

Motorola Showcases Bendable Phone: ઘડિયાળની જેમ પહેરી શકાશે આ ફોન, જોઇને લોકો થયા ચકિત 2 - image


Google NewsGoogle News