જાણો: વિકિપીડિયામાં સૌથી વધુ શું વાંચવામાં આવ્યું, ટોપ સર્ચમાં જવાન, પઠાન અને આઈપીએલ સામેલ

આ વર્ષે Wikipediaમાં સર્ચ કરવામાં આવેલા ટોપિકમાં અમુક એવા ટોપિક જે જાણીને તમે ચોંકી ઉઠશો

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
જાણો: વિકિપીડિયામાં સૌથી વધુ શું વાંચવામાં આવ્યું, ટોપ સર્ચમાં જવાન, પઠાન અને આઈપીએલ સામેલ 1 - image


Most Searched Topics:  દુનિયાભરમાં લોકોને વિવિધ પ્રશ્નો થતા હોય છે. જેના જવાબ માટે લોકો ગૂગલ કે વિકિપીડિયાની મદદ લેતા હોય છે. જેમાં આ વર્ષે અંગ્રેજી વિકિપીડિયા પર 25 સૌથી વધુ વાંચવામાં આવેલા આર્ટીકલ વિષે આજે જાણીશું. જેમાં ChatGPT અને ક્રિકેટથી લઈને બાર્બી અને બોલીવૂડ સુધીના ટોપિકનો સમાવેશ થાય છે. વિકિપીડિયાની નોન પ્રોફિટેબલ સંસ્થા વિકિમીડિયા ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર, આ વર્ષમાં અંગ્રેજી વિકિપીડિયાને 84 બિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. 

આ વર્ષે સૌથી વધુ વાંચવામાં આવેલા આર્ટિકલ્સ 

1. ચેટજીપીટી:  49,490,406

2. 2023માં મૃત્યુ: 42,666,860 

3. 2023 ક્રિકેટ વર્લ્ડકપ: 38,171,653

4. ઇન્ડિયન પ્રીમિયર લીગ: 32,012,810

5. ઓપનહેમર (ફિલ્મ): 28,348,248

6. ક્રિકેટ વર્લ્ડ કપ: 25,961,417

7. જે. રોબર્ટ ઓપેનહેમર: 25,672,469

8. જવાન (ફિલ્મ): 21,791,126

9. 2023 ઈન્ડિયન પ્રીમિયર લીગ: 20,694,974

10. પઠાણ (ફિલ્મ): 19,932,509

11. ધ લાસ્ટ ઓફ અસ (ટીવી શ્રેણી): 19,791,789

12. ટેલર સ્વિફ્ટ: 19,418,385

13. બાર્બી (ફિલ્મ): 18,051,077

14. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો: 17,492,537

15. લિયોનેલ મેસી: 16,623,630

16. પ્રીમિયર લીગ: 16,604,669

17. મેથ્યુ પેરી: 16,454,666\

18. યુનાઇટેડ સ્ટેટ્સ: 16,240,461

19. એલોન મસ્ક: 14,370,395

20. અવતાર: (ધ વે ઓફ વોટર): 14,303,116

21. ભારત: 13,850,178

22. લિસા મેરી પ્રેસ્લી: 13,764,007

23. ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી વોલ્યુમ-3: 13,392,917

24. યુક્રેન પર રશિયન આક્રમણ: 12,798,866

25. એન્ડ્રુ ટેટ: 12,728,616

એક વર્ષ પૂરું થયું હોવા છતાં પણ ચેટજીપીટી લોકપ્રિય

 આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલ લોકપ્રિય આર્ટિકલ ચેટજીપીટી છે. ચેટજીપીટીને એક વર્ષ પૂરું થયું હોવા છતાં લોકોને તેના વિશે ખુબ વાંચ્યું. તેમજ તેના યુઝર્સની સંખ્યા સો મિલિયનથી વધુ થઇ ગઈ છે. તેમજ આ વર્ષે વિકિપીડિયા પર સૌથી વધુ વાંચવામાં આવેલા આર્ટિકલમાં જવાન, પઠાન અને આઈપીએલ પણ સામેલ છે. 

આ ડેટા 1 જાન્યુઆરીથી 28 નવેમ્બર સુધીનો 

આ વર્ષે શાહરૂખ ખાનની બે ફિલ્મોએ વિકિપીડિયાની ટોચની 10 યાદીમાં સ્થાન મેળવ્યું છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. જવાન અને પઠાને નવેમ્બર 8 અને 9 ના રોજ નોંધપાત્ર રહ્યું હતું. તેમની રિલીઝ તારીખોની આસપાસ, સામૂહિક રીતે આ મૂવીઓએ પ્લેટફોર્મ પર 110.7 મિલિયન વ્યૂઝ મેળવ્યા હતા.

લોકોની સ્પોર્ટ્સમાં વધી રૂચી 

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ટોચના પાંચમાં સ્થાન ધરાવે છે. આ આર્ટિકલ્સને કુલ 116.8 મિલિયન વ્યૂ મળ્યા છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં અગાઉના 2019 ક્રિકેટ વર્લ્ડ કપની તુલનામાં વાંચનમાં નોંધપાત્ર 304 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે રમતમાં વધતી જતી રુચિને દર્શાવે છે.



Google NewsGoogle News