આ વર્ષનો સૌથી ખતરનાક પાસવર્ડ, ક્રેક કરવામાં ન લાગ્યો એક સેકન્ડનો પણ ટાઈમ

મોટાભાગના લોકો પાસવર્ડને જ પોતાનો પાસવર્ડ બનાવ્યો છે

આ વર્ષની વૈશ્વિક યાદીમાં 70 ટકા પાસવર્ડ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક થયો

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
આ વર્ષનો સૌથી ખતરનાક પાસવર્ડ, ક્રેક કરવામાં ન લાગ્યો એક સેકન્ડનો પણ ટાઈમ 1 - image
Image Envato

તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર 

હાલ વર્ષ 2023 નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, અને આ મહિનામાં આખા વર્ષની ગતિવિધિઓ વિશેની જાણકારી લોકો સુધી પહોચાડવામાં આવે છે. એટલા માટે અમે આ વર્ષનો સૌથી ખતરનાક પાસવર્ડની જાણકારી લઈને આવ્યા છીએ, જેને ક્રેક કરવામાં બિલકુલ સમય ન લાગ્યો. આ પાસવર્ડ નંબર અને આલ્ફાબેટથી બનાવવામાં આવ્યો હતો. આમાં પાસવર્ડમાં કોઈ સ્પેશિયલ કેરેક્ટર નહોતા રાખવામાં આવ્યા અને તે ખુબ જ સામાન્ય હતો, જેના કારણે તેને ક્રેક કરવો ખુબ સરળ બની ગયુ હતું.

દેશના નામ પરથી રાખે છે યુજર્સ પાસવર્ડ

આ વર્ષનો સૌથી વધારે લોકો પાસવર્ડને જ પોતાનો પાસવર્ડ બનાવ્યો છે. ભારતમાં યુજર્સ Pass@123 અથવા  Password@123 નો ઉપયોગ કર્યો છે. ઈન્ટરનેટ ઉપયોગકર્તાઓ દ્વારા વિવિધ પ્લેટફોર્મો માટે ઉપયોગ કરવામાં આવતા પાસવર્ડ વિશે માહિતી મેળવી, જેમા સંશોધનકર્તાઓ વિવિધ પ્રકારના ચોરીવાળા મેલવેયર દ્વારા ઉપયોગ કરવામા આવેલા પાસવર્ડ વિશે જાણવા માટે 6.6 ટીબી ડેટાબેસનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં મળેલી માહિતી પ્રમાણે નિષ્ણાતો સાયબર સુરક્ષા માટે એક મોટો ખતરો માની રહ્યા છે. સૌથી ગંભીર વાત એ છે કે, લોકોને ખબર પણ નથી હોતી કે તેના કોમ્પ્યુટરમાંથી ડેટા ચોરાઈ રહ્યા હોય છે. 

આ વર્ષની વૈશ્વિક યાદીમાં 70 ટકા પાસવર્ડ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક થયો

દુનિયાના લગભગ 31 ટકા લોકો સૌથી લોકપ્રિય પાસવર્ડમાં બધા જ નંબરો રાખતા હોય છે. જેમા '123456789', '12345', '000000' અને અન્ય. રિપોર્ટ પ્રમાણે આ વર્ષની વૈશ્વિક યાદીમાં 70 ટકા પાસવર્ડ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક થઈ જાય છે. સંશોધનકર્તાઓએ વધુ સુરક્ષા માટે સ્ટ્રોંગ અને નવી સિસ્ટમથી પાસવર્ડ રાખવા માટે સલાહ આપવામાં આવી છે. કે જેને તોડવો સરળ ન રહે અને દરેક લોકો વધુ સુરક્ષિત રહેશે. 

  • 123456: Time needed to crack-> less than 1 second
  • admin: Time needed to crack-> less than 1 second
  • 12345678: Time needed to crack -> less than 1 second
  • 123456789: Time needed to crack -> less than 1 second
  • 1234: Time needed to crack -> less than 1 second
  • 12345: Time needed to crack – > less than 1 second
  • Password: Time needed to crack -> less than 1 second
  • 123: Time needed to crack -> less than 1 second
  • Aa123456: Time needed to crack -> less than 1 second
  • 1234567890: Time needed to crack -> less than 1 second
  • UNKNOWN: Time needed to crack -> 17 minutes
  • 1234567: Time needed to crack -> less than 1 second
  • 123123: Time needed to crack -> less than 1 second
  • 111111: Time needed to crack -> less than 1 second
  • Password: Time needed to crack -> less than 1 second
  • 12345678910: Time needed to crack -> less than 1 second
  • 000000: Time needed to crack -> less than 1 second
  • admin123: Time needed to crack -> 11 seconds
  • ****: Time needed to crack -> less than 1 second
  • User: Time needed to crack -> 1 second

Google NewsGoogle News