ચંદ્ર પરના વૃક્ષો પૃથ્વી પર ઝડપથી વિકસી રહ્યા છે, NASA દ્વારા અહીં લવાયા હતા મૂન ટ્રી
Adria Gillespie |
Moon Tree Grow Fast: NASA (નેશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)નું ઓરિયન સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર આવ્યાને બે વર્ષ થયા છે. આ સ્પેસક્રાફ્ટ ચંદ્ર પરથી પૃથ્વી પર 2000થી વધુ વૃક્ષના બીજ લઈને આવ્યું હતું. આ બીજને અમેરિકાની ફોરેસ્ટ સર્વિસ સાથે મળીને ઘણી જગ્યાએ રોપવામાં આવ્યા હતા. એમાંથી 236 જગ્યાએ આ ઝાડ હવે મોટા થઈ રહ્યા છે. આ ઝાડ હવે લોકો સાથે કનેક્ટ થવાની સાથે લોકોમાં અવકાશને લઈને કૂતુહલ પણ જગાડી રહ્યા છે. તેમ જ NASAના મિશન વિશે લોકોને સમજ પણ આપી રહ્યા છે. યુનિવર્સિટી, ફેડરલ એજન્સીઝ, મ્યુઝિયમ અને અન્ય ઑર્ગેનાઇઝેશન્સ હવે આ ઝાડ સાથે લોકોને આકર્ષિત કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં વધુ રસ
કેલિફોર્નિયાના ગ્રીનફિલ્ડ યુનિયન સ્કૂલ ડિસ્ટ્રિક્ટની સાયન્સ કોચ એડ્રિયા ગિલીસ્પીએ કહ્યું, "અમે જ્યારે ક્લાસને ઝાડની મુલાકાત કરાવીએ છીએ, ત્યારે વિદ્યાર્થીઓમાં ઝાડને લઈને ખૂબ જ રસ જોવા મળે છે. તેઓ અન્ય ઝાડ કરતાં આ ઝાડની વધુ કાળજી લે છે. તેમનામાં અવકાશ વિશે વધુ કૂતુહલતા જાગી રહી છે અને તેઓ તેમના જે પણ સવાલ હોય એ વિશે રિસર્ચ કરવા મજબૂર થાય છે."
મૂન ટ્રીનો પ્રભાવ
સ્કૂલમાં મૂન ટ્રીનો સમાવેશ કર્યો હોવાથી NASAના મિશન વિશે સ્ટુડન્ટ્સમાં વધુ વાતચીત થતી જોવા મળે છે. આ સ્કૂલ જ નહીં, પરંતુ હવે પ્લેનફિલ્ડ, ઇલિનોસની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ લુનાર ક્વેસ્ટ ક્લબમાં જોડાયા છે. પ્લેનફિલ્ડની સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ તેમની સ્કૂલમાં આ મૂન ટ્રીના બીજ રોપ્યા હતા. ત્યાં તેમણે બીજની સાથે ટાઇમ કેપ્સ્યુલ પણ રોપી હતી. તેમણે આ બીજમાંથી ઝાડ થાય તેની જવાબદારી ઉપાડી હતી અને તેના માટે ખૂબ જ કાળજી લીધી હતી. ઓહાયોની સ્કૂલમાં સેકન્ડ ગ્રેડના બાળકોને મૂન ટ્રી વિશેની માહિતી વાંચવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. ફોર્થ ગ્રેડના બાળકોએ મૂન ટ્રી વિશે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું, જેને સ્કૂલના દરેક વિદ્યાર્થીને બતાવવામાં આવ્યું હતું.
Brandon Dillman |
કમ્યુનિટીના પ્રયાસો
માઉન્ટ ગિલિડના ધ ગેધરિંગ ગાર્ડનમાં આ મૂન ટ્રીના બીજને રોપવામાં આવ્યા હતા. આ બીજને ત્યાંની કમ્યુનિટીના લોકો દ્વારા દેખભાળ કરવામાં આવી હતી. આ માટે લોકલ સ્કૂલ, મૂન ક્લબ, ન્યુઝલેટર અને સોશિયલ મીડિયા દ્વારા અપડેટ રાખવામાં આવી રહી હતી. મૂન ટ્રીની સાથે ઘણાં લોકોએ અન્ય વૃક્ષના બીજ પણ રોપ્યા હતા જેથી કરીને દરેક ટ્રી એક સાથે રહી શકે. કેલિફોર્નિયાની કેસ્ટ્રો વેલીમાં એક સાથે ઘણાં ઝાડ રોપવામાં આવ્યા હતા. આ દરેક ઝાડને સમયે-સમયે ચેક કરવામાં આવી રહ્યા છે કે કયું ઝાડ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે.
NASAનું કમ્યુનિટી મિશન
NASAના નવી જનરેશનનું મૂન ટ્રી સૌથી પહેલાં NASAના એપોલો 14 મિશન દ્વારા લાવવામાં આવ્યા હતા. અવકાશયાત્રી સ્ટુઅર્ટ રૂસા તેના સાથે આ બીજ લાવ્યા હતા. એ બીજના ઉછેર બાદ એમાંથી નવા બીજ બનતા ગયા અને હવે તે ઘણી જગ્યાએ રોપવામાં આવ્યા છે. NASAનું મિશન છે કે એક નાનું બીજ કેવી રીતે કમ્યુનિટી, પર્યાવરણ અને એજ્યુકેશનમાં બદલાવ લાવી શકે છે, એ લોકોને સમજાવવાનું છે.