ISROને મોટી સફળતા, ચંદ્રયાન-3ના રોવરે મોકલેલી જાણકારીથી થયો નવો રસપ્રદ ખુલાસો

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ISROને મોટી સફળતા, ચંદ્રયાન-3ના રોવરે મોકલેલી જાણકારીથી થયો નવો રસપ્રદ ખુલાસો 1 - image


Chandrayaan 3 : ચંદ્ર એક સમયે મેગ્માના મહાસાગરથી ઢંકાયેલો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ઇસરો)ના ચંદ્રયાન-3 મિશનના આંકડા દ્વારા આ સિદ્ધાંતને બળ મળ્યું છે. ‘નેચર’ રિસર્ચ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા વિશ્લેષણમાં આ વાત કહેવામાં આવી છે. આ વિશ્લેષણમાં પૃથ્થકરણ ચંદ્ર પર માટીના માપ સાથે સંબંધિત છે, જે પ્રજ્ઞાન રોવર દ્વારા સમગ્ર સપાટી પર 100 મીટરના અંતર  નક્કી કરતાં બહુવિધ બિંદુઓ પર રૅકોર્ડ કરવામાં આવ્યો હતો. વિક્રમ લેન્ડર દ્વારા રોવરને તહેનાત કરવામાં આવ્યું હતું. લેન્ડરે 23 ઑગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે 'સોફ્ટ લેન્ડિંગ' કરવામાં આવ્યું હતું. ઇસરો, બેંગલુરુ દ્વારા લેન્ડર અને રોવરનો સમાવેશ કરતું ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્ટડી કરનારા લેખકોએ જણાવ્યું હતું કે, નાસાના એપોલો અને સોવિયેત યુનિયનના લુના જેવા અગાઉના મિશન અનુક્રમે ચંદ્રના વિષુવવૃત્તીય અને મધ્ય-અક્ષાંશ પ્રદેશોમાંથી લેવામાં આવેલા માટીના નમૂનાઓ પર આધાર રાખે છે. 

ચંદ્રની સપાટીની રચનાનું ખુલ્યું રહસ્ય

આ સ્ટડીમાં અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના લેખકો પણ સામેલ હતા. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી મેળવેલા ગુપ્ત માહિતીનું વિશ્લેષણ કરતાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, ચંદ્રની માટી એક જ પ્રકારના ખડક, ફેરોન એનોર્થોસાઇટ(FAN)થી બનેલી છે.

અભ્યાસમાં જાણવા મળેલી અન્ય બાબતો વિશે લેખકોએ જણાવ્યું હતું કે, અમને મળેલા પરિણામો વિષુવવૃત્તીય અને મધ્ય-અક્ષાંશ પ્રદેશોમાંથી લેવામાં આવેલા નમૂનાઓના વિશ્લેષણ સાથે મળતાં આવતા હતા. વધુમાં તેમણે કહ્યું કે, ભૌગોલિક રીતે દૂરના સ્થળોથી લેવામાં આવેલા નમૂનાઓની સમાન રચના ચંદ્ર મેગ્મા મહાસાગરની પરિકલ્પનાને સમર્થન આપે છે, જે ચંદ્રના પ્રારંભિક વિકાસ માટે વ્યાપકપણે સ્વીકૃત દૃશ્ય છે. આ પરિકલ્પના ચંદ્રની સપાટીના ઉપર, મધ્ય અને અંદરના ભાગોમાં કેવી રીતે રચના થાય છે, તેની સંભવિત સમજૂતી પૂરી પાડે છે.

કેવી રીતે થયું ચંદ્રનું નિર્માણ ?

પરિકલ્પના પ્રમાણે ચંદ્રનું નિર્માણ બે પ્રોટોપ્લેનેટ (ગ્રહની રચના પહેલાનો તબક્કો) વચ્ચે અથડામણના કારણે ચંદ્રની રચના થઈ હતી. જ્યારે મોટો ગ્રહ પૃથ્વી બન્યો, અને નાનો ગ્રહ ચંદ્ર બન્યો. સિદ્ધાંત પ્રમાણે, તેના પરિણામે ચંદ્ર એટલો ગરમ થઈ ગયો કે, તેનું સમગ્ર આવરણ પીગળીને 'મેગ્મા સમુદ્ર' માં પરિવર્તન થઈ ગયું. 

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે ચંદ્રની રચના થઈ રહી હતી, ત્યારે તે ઠંડો હતો, અને ઓછી ઘનતાવાળા FAN સપાટી પર તરવા લાગ્યો હતો. જ્યારે ભારે ખનીજ તળિયે ડૂબી ગયું અને 'મેન્ટલ' બની ગયું. જે 'પોપડો' (સપાટીનો ઉપરનો ભાગ) નીચે સ્થિત છે. વિશ્લેષણમાં એ પણ બહાર આવ્યું છે કે, પ્રજ્ઞાને ચંદ્રની જમીનમાં મેગ્નેશિયમ શોધી કાઢ્યું છે.


Google NewsGoogle News