5G નેટવર્ક છતા પણ નથી આવતી સ્પીડ, તો મોબાઈલમાં આ એક સેટિંગ કરી દો, રોકેટની જેમ દોડશે નેટ
Image:FreePik
નવી દિલ્હી,તા. 20 ડિસેમ્બર 2023, બુધવાર
એરટેલ, રિલાયન્સ જિયોએ પોતાની 5G સર્વિસ દેશમાં ઘણી જગ્યાએ શરુ કરી છે પરંતુ ઘણા શહેરોના લોકો યોગ્ય રીતે 5G સર્વિસનો લાભ નથી લઈ શકતા. જો તમારા ફોનમાં 5G સર્વિસ યોગ્ય રીતે નથી મળી રહી તો તેની પાછળ નેટવર્કની સમસ્યા નહી પરંતુ તમારા ફોનનું સેટિંગ્સ હોય શકે છેં,જો તમે તમારા ફોનમાં 5G નેટવર્ક હોવા છતાં પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી, તો તમારે ફોનમાં આ સેટિંગ્સ કરવાની રહેશે.
સૌથી પહેલા ફોનના નેટવર્ક સેટિંગ્સમાં જાઓ
હવે Preffered Type Of Network અથવા 5G અથવા ઓટો સિલેક્ટ કરો.
હવે નેટવર્ક સેટિંગ્સમાં એક્સેસ પોઈન્ટ નેટવર્ક (APN) સેટિંગ પણ કરો, કારણ કે સ્પીડ માટે યોગ્ય APN હોવું મહત્વપૂર્ણ છે.
APN સેટિંગ્સ મેનૂ પર જઇને અને સેટિંગને ડિફોલ્ટ પર સેટ કરો.
આ સિવાય જો તમે સોશિયલ મીડિયા એપ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા એક્સનો ઉપયોગ કરો છો, તો તપાસો કે તે પણ સ્પીડ ઓછી કરે છે.
કારણ કે આ એપ્સ ઘણા બધા ડેટાનો ઉપયોગ કરી શકે છે. ડેટા બચાવવા માટે તમારે આ એપ્સના સેટિંગમાં જઈને ઓટો પ્લે વીડિયોને બંધ કરવો પડશે. ફોનના બ્રાઉઝરને ડેટા સેવ મોડમાં પણ સેટ કરો.
જો ઉપર જણાવેલ તમામ સ્ટેપ્સ ફોલો કર્યા પછી પણ તમને સારી ઈન્ટરનેટ સ્પીડ ન મળી રહી હોય, તો ફોનના નેટવર્ક સેટિંગ્સને ફરીથી રીસેટ કરો.