મોબાઈલ કવરેજની માહિતી : હવે મેપવગી
- xÙkRLkk ykËuþLkwt yk¾hu Ãkk÷Lk ÚkÞwt
- òíku s
íkÃkkMke ÷ku rðrðÄ {kuçkkR÷ ftÃkLkeLkk fðhus yurhÞk
થોડા સમય પહેલાં ટેકનોવર્લ્ડમાં આપણે વાત કરી હતી કે ભારતમાં ટેલિકોમ વ્યવસ્થાનું સંચાલન કરતી ટેલિકોમ
રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ભારતના વિવિધ ટેલિકોમ સર્વિસ
પ્રોવાઇડર્સને તેમના મોબાઇલ નેટવર્ક કવરેજના નકશા તેમની વેબસાઇટ પર મૂકવાનો આદેશ
આપ્યો હતો. આ વ્યવસ્થા ઊભી કરવા માટે કંપનીઓને એપ્રિલ ૧, ૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ વિશે ટ્રાઇ તરફથી વિગતવાર ગાઇડલાઇન્સ પણ
જારી કરવામાં આવી હતી.
કંપનીઓએ આ આદેશ મુજબ, તેમના કવરેજના મેપ્સ, મુખ્યત્વે ગૂગલની મેપ્સ સર્વિસની મદદથી પોતાની વેબસાઇટ પર મૂકવાનું શરૂ કરી
દીધું છે! ટ્રાઇની ગાઇડલાઇન્સ મુજબ દરેક મોબાઇલ કંપનીએ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ
અનુસાર, તેમના ૨-જી, ૩-જી, ૪-જી અને ૫-જી નેટવર્કને અલગ
અલગ રીતે જોઈ શકાય એ મુજબ મેપ તૈયાર કરવા જરૂરી છે. આ મેપ્સમાં વિવિધ વિસ્તારોના
નામ અથવા કોઓર્ડિનેટ્સથી એ વિસ્તારનું કવરેજ તપાસવાની સગવડ હોવી પણ જરૂરી છે. આ
મેપ્સને ઝૂમ કરીને જોવાની, માઉસ કે આંગળીથી મેપ્સના
વ્યૂને બદલવાની તથા માય લોકેશન પર ક્લિક કરીને જે તે લોકેશનમાંનું નેટવર્ક કવરેજ તપાસવાની પણ સગવડ હોવી જરૂરી
છે. એ જ રીતે મેપમાં સિગ્નલની સ્ટ્રેન્થ તથા સિગ્નલની ટેકનોલોજી દર્શાવવા માટે
સ્પષ્ટ લિજન્ડનો ઉપયોગ પણ અનિવાર્ય છે. આ ઉપરાંત યૂઝર્સ તેમના વિસ્તારમાં વાસ્તવિક
સિગ્નલ અને મેપમાં જોવા મળતા કવરેજમાં કોઈ ફેરફાર હોય તો આ મેપના પેજ પરથી ફરિયાદ
કરી શકે એવી સગવડ આપવી પણ અનિવાર્ય છે. દરેક કંપનીએ કવરેજના મેપ્સમાં ચોક્કસ
સ્ટાન્ડર્ડ મુજબની કલર સ્કીમનો ઉપયોગ કરવો જરૂરી છે.
કંપનીઓના મોબાઇલ નેટવર્ક કવરેજમાં કોઈ ફેરફાર થાય, જેમ કે કંપની નવા સેલ ટાવર ઊભા કરે તો એ મુજબ, ફેરફારના ત્રણ મહિનાની અંદર મેપ અપડેટ કરી લેવા જરૂરી છે. આ બધા જ ફેરફારોની
માહિતી (ચેન્જલોગ) જાળવવી પણ કંપની માટે ફરજિયાત છે તથા મેપ છેલ્લે ક્યારે અપડેટ
કરવામાં આવ્યો તે પણ સ્પષ્ટ રીતે દર્શાવવું જરૂરી છે.
હેતુ એ હતો કે ભારતમાં કોઈ પણ મોબાઇલ કંપનીની સેવા મેળવવા ઇચ્છતી વ્યક્તિ તેને
માટે મહત્ત્વના વિસ્તારમાં એ કંપનીનું મોબાઇલ નેટવર્ક ખરેખર કેટલું સારું છે તે
પારદર્શક રીતે જાણી શકે (અલબત્ત, વાસ્તવિક સ્થિતિ મુજબ નક્શા
અને ખરેખરા કવરેજમાં થોડો તફાવત હોઈ શકે છે,
નક્શા પથ્થર પરની લકીર નથી!).
સમગ્ર દેશમાં મોબાઇલ સર્વિસનો વ્યાપ કેટલો અને કેવો છે તે સ્પષ્ટ રીતે
જાણવામાં પણ આ નકશા ઉપયોગી થઈ શકે. આ નકશાઓના આધારે ક્યા વિસ્તારોમાં મોબાઇલ
નેટવર્ક વિસ્તારવા માટે પગલાં લેવાં જરૂરી છે તે વધુ સહેલાઈથી જાણી શકાય.
હાલની સ્થિતિ અનુસાર ભારતી એરટેલ, જિઓ તથા વોડાફોન આઇડિયા કંપનીઓએ પોતપોતાની વેબસાઇટ પર ટ્રાઇના આદેશ અનુસાર કવરેજ મેપ્સ લાઇવ કરી દીધા છે. જ્યારે બીએસએનએલ તથા એમટીએનએલ એ બંને સરકારી કંપનીઓ આ લખાય છે ત્યાં સુધી હજી ટ્રાઇના આદેશનું પાલન કરી શકી નથી!
ykÃkýk
þnuh{kt fE ftÃkLkeLkwt fuðwt fðhus Au?
આપણા શહેર કે ચોક્કસ વિસ્તારમાં જુદી જુદી મોબાઇલ કંપનીનું કવરેજ કેવું છે, એ હવે અંદાજ-અડસટ્ટાની વાત રહી નથી. હવે આ માહિતી નક્શા પર સ્પષ્ટ રીતે જોઈ
શકાય છે.
ઉપરનો સ્ક્રીનશોટ અમદાવાદ શહેરમાં એરટેલ કંપનીનું ૫-જી કવરેજ દર્શાવે છે. યલો
એરિયા ૫-જી કવરેજ બતાવે છે.
જુઓ ઃ https://www.airtel.in/wirelesscoverage
જિઓની વેબસાઇટ પર ૫-જી કે ૪-જી કવરેજ પસંદ કરીને તપાસવું વધુ સહેલું છે. નક્શા
પર અમદાવાદમાં તેનું વ્યાપક કવરેજ જોઈ શકાય છે.
જુઓ ઃ https://www.jio.com/selfcare/coverage-map/
વોડાફોન-આઇડિયા કંપની અમદાવાદમાં ૫-જી કનેક્ટિવિટી શરૂ કરી છે, પરંતુ નક્શા અનુસાર તેનું કવરેજ હજી અત્યંત પાંખું છે.
જુઓ ઃ https://www.myvi.in/vicoverage/
ykÃkýk
hkßÞ{kt fE ftÃkLkeLkwt fuðwt fðhus Au?
આખા ગુજરાત કે દેશમાં જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને ૫-જીનું કવરેજ કેટલું
ફેલાયું છે તે
હવે નક્શા પર સહેલાઈથી જોઈ શકાય છે.
આખા ગુજરાત માટે, ૫-જીના મામલે એરટેલ, જિઓ અને વીઆઇના કવરેજમાં શો તફાવત છે તે હવે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
ઉપરના સ્ક્રીનશોટમાં, ફરી, યલો એરિયા ગુજરાતમાં જિઓનું ૫-જી કવરેજ દર્શાવે છે.
આપણે ઇચ્છીએ ત્યારે મેપ પર ૫-જી સિવાયની ટેક્નોલોજી કે નિશ્ચિત વિસ્તાર પસંદ
કરીને તેમાં કવરેજ કેવું છે તે તપાસી શકીએ છીએ.