For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમારા ફોન પણ હોય આ 11 ચાઈનીઝ એપ તો તુરંત કરો ડિલીટ, નહીં તો થશે મોટું નુકસાન

Updated: Dec 6th, 2018

તમારા ફોન પણ હોય આ 11 ચાઈનીઝ એપ તો તુરંત કરો ડિલીટ, નહીં તો થશે મોટું નુકસાન

દિલ્હી, 6 ડિસેમ્બર 2018, ગુરુવાર

ચાઈનીઝ એપને લઈને ભારતમાં હંમેશા વિવાદો રહ્યા છે અને કેટલીક સિક્યોરિટી એજન્સીઓ પણ ચાઈનીઝ મોબાઈલ એપને ખતરનાક ગણાવે છે. છેલ્લા કેટલાક મહિનાઓ પર નજર કરીએ તો TikTok, Kwai, BigoLive, UpLive અને Like જેવી એપ ભારતમાં ખૂબ લોકપ્રિય થઈ છે. પરંતુ નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ એપ યૂઝર્સ માટે ખરાબ છે. આ એપ ભારતમાં કાયદાનો પણ ઉલ્લંઘન કરી શકે છે. આ એપની પ્રાઈવસી પોલિસી પણ ચીની ભાષામાં જ આપવામાં આવે છે, તેના કારણે યૂઝર્સ તેને વાંચી કે સમજી શકતા નથી.

આ પહેલીવાર નથી કે ચાઈનીઝ એપને યૂઝર્સ માટે જોખમી ગણાવવામાં આવી હોય. આ પહેલા પણ યૂસી બ્રાઉઝરને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ બાદ ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપને હટાવી દેવામાં આવી હતી. પરંતુ પછી તેને પબ્લિશ કરવામાં આવ્યું. આજે અહીં તમને આવી જ જોખમી એપ વિશે જાણકારી મળશે. આ એપને ફોનમાં ડાઉનલોડ કરવી જોઈએ નહીં અને જો તમે તેને ડાઉનલોડ કરી ચુક્યા હોય તો તેને તુરંત ડિલીટ કરી દેવી હિતાવહ રહશે. 

Weibo  જો આ એપ તમારા ફોનમાં છે તો તે તમારા માટે જોખમી છે. આ એપ ચીનમાં ખૂબ લોકપ્રિય છે પરંતુ ભારતીય માટે તો જોખમી સાબિત થઈ શકે છે.

WeChat  આ એપ પણ વોટ્સએપ જેવી જ ચેટિંગ એપ છે પરંતુ સુરક્ષા એજન્સીઓ અનુસાર તે ભારતીય યૂઝર્સ માટે યોગ્ય નથી.

SHAREit  શેરઈટ વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ ફાઈલ શેરિંગ એપ પણ જોખમી છે. આ એપ ન્યૂઝ પણ આપે છે અને તેમાં ખરાબ વીડિયોના નોટિફિકેશન પણ આપવામાં આવે છે. 

UC News  અલીબાબાના ગૃપ યૂસીએ યૂસી બ્રાઉઝર ઉપરાંત યૂસી ન્યૂઝ એપ પણ લોન્ચ કરી છે. પરંતુ આ એપ પણ પ્રાઈવસીની દ્રષ્ટિએ યોગ્ય નથી.

UC Browser  યૂસી બ્રાઉઝર પ્રાઈવસી અને ડેટા લીક મામલે ખતરનાક સાબિત થઈ શકે છે. 

BeautyPlus  આ એપનો ઉપયોગ અનેક લોકો કરે છે કારણ કે તેમાં ફોટો એડિટ કરવાના અનેક વિકલ્પ આપવામાં આવ્યા છે. 

NewsDog  ન્યૂઝડોગ એક એપ છે જેમાં ટેકસ્ટ ઉપરાંત વીડિયો ફોર્મેટમાં પણ ન્યૂઝ જોવા મળે છે.

VivaVideo   આ એક વીડિયો એડિટિંગ એપ છે અને તેની મદદથી સરળતાથી વીડિયો એડિટ થાય છે પરંતુ તે સુરક્ષિત નથી.

Parallel Space  આ એપની મદદથી તમે તમારા ફોનમાં બે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વાપરી શકો છો.

CM Browser  આ એપ વિશે એવું કહેવાય છે તે તેનાથી તમારી કોઈ જાણકારી લીક થતી નથી પરંતુ સત્ય વાત એ છે કે તે તમારી દરેક ગતિવિધિ પર નજર રાખે છે.


Gujarat