Get The App

આકાશમાં દેખાશે દુર્લભ નજારો, આ તારીખે જોવા મળશે સ્ટ્રોબેરી મૂન, કેવી રીતે જોશો?

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
NASA Strawberry Moon
Image  NASA

Prediction of Miracle in The Sky on 21 June : આગામી 21 જૂન, શુક્રવારના રોજ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ દિવસ સાબિત થવાનો છે. આ દિવસે પૂર્ણિમા છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્રના કહેવા પ્રમાણે આ તારીખે દિવસ સૌથી લાંબો હશે. તેમજ આ રાત્રે આકાશમાં ખૂબ જ દુર્લભ નજારો જોવા મળશે. એક પ્રકારનો ચમત્કાર કહી કહેવાશે, જેને લોકો ખુલ્લી આંખે જોઈ શકશે.

આ દિવસે સમગ્ર દુનિયામાં રાત્રે આકાશમાં સ્ટ્રોબેરી (Strawberry Moon) મૂનનો દુર્લભ નજારો જોવા મળશે. ચંદ્ર આછા ગુલાબી રંગનો જોવા મળશે અને આ દિવસથી યુરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુ શરૂ થશે. યુરોપીયન ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે. જ્યારે ચંદ્ર આકાશમાં ખૂબ નીચો દેખાય ત્યારે આવું થવાની શક્યતા વધારે હોય છે. ત્યાર બાદ ચંદ્ર જેમ જેમ ઉપર જશે તેમ-તેમ તેનો રંગ ગુલાબી થશે. નાસાએ આ ચમત્કાર થવાની પુષ્ટિ કરી છે.

સ્ટ્રોબેરી મૂન ક્યારે અને ક્યાં ઉગશે?

સ્ટ્રોબેરી મૂન 21 જૂન, શુક્રવારના ​​રોજ રાત્રે 9:07 વાગ્યે તેના હાઈ પોઈન્ટ પર જોવા મળશે. જે વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં ગુરુવારે રાત્રે લગભગ 7:45 વાગ્યે 97% રોશની સાથે જગમજશે. શુક્રવારના રોજ લગભગ 8:50 p.m.કલાકે જગમગશે ત્યારે તે 100% રોશની સાથે જગમગશે. શનિવારની રાત્રે પણ 9:45 વાગ્યા સુધી 100% રોશનીથી ઝળહળી ઉઠશે. આ સમય દરમિયાન બાકીના વિશ્વના લોકો પણ 3 દિવસ સુધી પૂર્ણ ચંદ્ર જોઈ શકશે. 

વિજ્ઞાનીઓના મતે ચંદ્રમા રાત્રે લગભગ 9.35 વાગ્યાની આસપાસ ઉદય થશે. સવારે 5.26 કલાકે અસ્ત થશે. 21 જૂનના રોજ સૂર્ય સવારે 5.21 વાગ્યે ઊગશે અને લગભગ 9.03 વાગ્યે આથમશે. એટલે કે, સૂર્ય સમગ્ર દિવસ દરમિયાન 15 કલાક અને 41 મિનિટ સુધી દેખાશે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ચંદ્રમા ધરતીથી ખૂબ નજીક હોય છે, એટલે તે ખૂબ મોટો અને તેજસ્વી- ચમકદાર જોવા મળશે. 

કોને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે?

આધ્યાત્મિક પરંપરાઓ મુજબ સ્ટ્રોબેરી મૂન પ્રેમ- પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે.  તે જીવનની મધુરતા માણવાનો આનંદ લેવા અને ચારેય બાજુ વહેતી સકારાત્મક ઉર્જા સાથે જોડાવાનો આ સમય છે. આ દુર્લભ ઘટના 19 થી 20 વર્ષમાં માત્ર એક જ વાર બને છે. જૂની માન્યતાઓ પ્રમાણે સ્ટ્રોબેરીની ખેતી જૂન મહિનામાં શરૂ થાય છે.

આ મહિનામાં સ્ટ્રોબેરી મૂન દેખાય છે, તેથી જ પૂર્ણિમાની રાત્રે દેખાતા ચંદ્રને સ્ટ્રોબેરી મૂન નામ આપવામાં આવ્યું છે. માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચંદ્ર આછા ગુલાબી રંગનો દેખાશે. જૂન મહિનામાં પૂર્ણ ચંદ્ર પર થતી આ ઘટનાને 'યુરોપિયન નામો મીડ' અથવા 'હની મૂન' અને 'રોઝ મૂન' તરીકે પણ ઓળખવામાં આવે છે.


Google NewsGoogle News