Get The App

સ્કેમર્સના ટાર્ગેટ પર છે વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ: મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના રિપોર્ટમાં આ વિશે જણાવવામાં આવ્યું

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
સ્કેમર્સના ટાર્ગેટ પર છે વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ: મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના રિપોર્ટમાં આ વિશે જણાવવામાં આવ્યું 1 - image


Scammers Target: નવું વર્ષ શરૂ થયું છે ત્યારે 2024નું વર્ષ કેવું રહ્યું એ વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણી કંપનીઓ ગયા વર્ષ વિશેના રિપોર્ટ જાહેર કરી રહી છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા પણ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સ્કેમર્સ વિશેની વાત કરવામાં આવી છે.

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો રિપોર્ટ

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે સ્કેમર્સના ટાર્ગેટ પર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના યુઝર્સ છે. આ રિપોર્ટ મુજબ 2024ના પહેલાં ત્રણ મહિનામાં વોટ્સએપ પર 43,797, ટેલિગ્રામ પર 22,680 અને ઇન્સ્ટાગ્રામ પર 19,800 સાઇબર ફ્રોડની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદો બાદ સતત વધતી ગઈ અને યુઝર્સને છેતરવાના નવા-નવા રસ્તાઓ સ્કેમર્સ શોધતા રહ્યા.

મની લોન્ડરિંગ અને સાઇબર ફ્રોડ

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના જણાવ્યા મુજબ, સ્કેમર્સ લોકોને છેતરવા માટે મોટાભાગે ગૂગલ સર્વિસનો ઉપયોગ કરે છે, ખાસ કરીને ગૂગલ એડ્વર્ટાઇઝમેન્ટ પ્લેટફોર્મનો. તેઓ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં યુઝર્સને છેતરવાનો પ્રયાસ કરે છે. આ સ્કેમમાં ઇનવેસ્ટમેન્ટ સ્કેમનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોને ઇનવેસ્ટમેન્ટના આધારે છેતરવામાં આવે છે. તેમાં મની લોન્ડરિંગથી લઈને સાઇબર ફ્રોડ સુધીની દરેક બાબતનો સમાવેશ કરવામાં આવે છે.

સ્કેમર્સના ટાર્ગેટ પર છે વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ: મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના રિપોર્ટમાં આ વિશે જણાવવામાં આવ્યું 2 - image

કોને ટાર્ગેટ કરવામાં આવે છે?

આ સ્કેમમાં ખાસ કરીને બેરોજગાર યુવાનો, હાઉસવાઇફ, વિદ્યાર્થીઓ અને પૈસાની જરૂર હોય એવા વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે. આ સ્કેમમાં લોકોના ઘણાં પૈસા ડૂબ્યા છે. કેટલાક લોકો ઓછી રકમ લઈને ઇનવેસ્ટ કરે છે અને એ પૈસાની સાથે છેતરપિંડી થાય છે.

ફેસબુક અને ગૂગલની પાસે મદદ માગી

ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા સાઇબર ક્રાઇમને અટકાવવા માટે ગૂગલ અને ફેસબુક પાસે મદદ માગવામાં આવી છે. ગૂગલ અને ફેસબુકને છેતરપિંડી કરનારા એકાઉન્ટ અને છેતરપિંડી કરનારી એપ્લિકેશન શોધીને બ્લોક અને રિપોર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે, ગૂગલને ખોટી એડ્સ શોધીને બ્લોક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ પર થતી છેતરપિંડીને અટકાવવા માટે પણ તેમની વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના ઘરની નજીક રહેવા માટે એક રાતના 1.71 લાખ રૂપિયા ચૂકવે છે ઇલોન મસ્ક

રિપોર્ટ માટે ઓનલાઇન પોર્ટલ

છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર યુઝર્સ તેમની આપવિતી જણાવી શકે છે અને તમામ માહિતી આપી શકે છે. આ પ્લેટફોર્મ પર દરેક પ્રકારના સાઇબરક્રાઇમ સામે રક્ષણ આપવામાં આવે છે. મહિલાઓ અને બાળકો સામે થતા સાઇબર ક્રાઇમ સામે પણ રક્ષણ આપવામાં આવે છે.


Google NewsGoogle News