ઇન્ડિયાનું AI મિશન : હેલ્થકેર, એગ્રિકલ્ચર અને ક્લાઇમેટ ચેન્જ માટે આર્ટિફિશિયલ ઇનોવેશન માટે એક કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપશે સરકાર
India AI Mission: ધ ઇન્ડિયા AI એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇનિશિએટીવ દ્વારા ઇન્ડિયા AI મિશન અંતર્ગત સરકાર હવે એગ્રિકલ્ચર, હેલ્થકેર, ક્લાઇમેટ ચેન્જ અને અન્ય જરૂરી ક્ષેત્ર માટે એક કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ કંપનીઓ સાથે કરાવનું નક્કી કર્યું છે.
મિનિસ્ટ્રિ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી હાલમાં આ તમામ ક્ષેત્રમાં વિવિધ સોલ્યુશનને શોધી રહી છે. જો આ માટેનું સોલ્યુશન કોઈ કપની અથવા તો કોઈ વ્યક્તિને મળી ગયું તો સરકાર તેમની સાથે એક કરોડ રૂપિયા સુધીનો કોન્ટ્રેક્ટ કરી શકે છે.
આ માટે મિનિસ્ટ્રિ દ્વારા હાલમાં જ એપ્લિકેશન સ્વિકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ઘણાં રાઉન્ડ બાદ પસંદગી કરવામાં આવશે. જેની યોજના વધુ સારી અને કારગર સાબીત થઈ શકે એવી હશે ને પસંદ કરવામાં આવશે અને ચાર વર્ષ માટેનો સરકારી કોન્ટ્રેક્ટ આપવામાં આવશે. આ કોન્ટ્રેક્ટ એક કરોડ રૂપિયા સુધીનો હોય શકે છે.
ધ ઇન્ડિયા AI એપ્લિકેશન ડેવલપમેન્ટ દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે. આ એપ્લિકેશનમાં તેમના તરફથી પંદર પ્રોબ્લેમ જણાવવામાં આવ્યાં છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય તો 16 સ્પટેમ્બર સુધીમાં એપ્લિકેશન સબમિટ કરી શકાશે.
આ માટે ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. પહેલેથી સોલ્યુશન હોય, પ્રોટોટાઇપ અને આઇડિયા. આ માટે પહેલાં પાંચ ટીમને પસંદ કરવામાં આવશે અને દરેકને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. એ પણ ફક્ત સોલ્યુશન ડેવલપ કરવા માટે.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ 365 ડાઉન થતાં હજારો યુઝર્સને થઈ અસર, બે મહિના બાદ ફરી આઉટેજ
એમાંથી ત્રણ ટીમને પસંદ કરવામાં આવશે અને તેમને 25 લાખ રૂપિયા સુધીનું બજેટ મળી શકે છે જેથી તેઓ પ્રોટોટાઇપને ડેવલપ કરી શકે. બીજા સ્ટેજને વિનરને તેનું સોલ્યુશનનો અમલ કરવા માટેનો ચાન્સ મળશે. તેમ જ સરકાર પાસેથી એક કરોડ રૂપિયા સુધીનો કોન્ટ્રેક્ટ પણ મળશે.
હેલ્થકેરમાં સરકાર AI દ્વારા બીમારી શોધવા પર ફોકસ કરી રહી છે. ન્યુમોનિયા, ટીબી અને બ્રેસ્ટ કેન્સરને X-ray દ્વારા ઓળખી શકાય એ માટે રિસર્ચ કરવામાં આવશે. એક્સ-રે દ્વારા એ બીમારી થવાની હોય એની પહેલેથી જાણ થઈ જાય એ રીતની ટેક્નોલોજી બનાવવામાં આવશે. મચ્છરને કારણે થતી બીમારીનું પણ AI દ્વારા સોલ્યુશન મળે એ વિશે પણ રિસર્ચ કરવામાં આવશે.
ખેડૂતોએ કયા વાતાવરણમાં કેવા પ્રકારની ખેતી કરવી એ વિશેના તેમના નિર્ણયને વધુ ચોક્કસ બનાવવા માટેની ટેક્નોલોજીનો વિકાસ કરવામાં આવશે. તેમ જ દરેક ખેડૂતને નાણાને લગતી પણ તમામ માહિતી મળી રહે એ વિશે પણ માહિતી આપવામાં આવશે.
સરકાર ક્લાઇમેટ ચેન્જમાં સૌથી વધુ કુદરતી આફતનો સામનો કરવા માટેની ટેક્નોલોજી પર ફોકસ કરી રહી છે. તૂફાન, વધુ વરસાદ અને અચાનક ગરમી વધુ થઈ જવી વગેરે જેવા સંકેત પહેલાં મળી જાય એ માટેની ટેક્નોલોજી પર ફોકસ કરી રહી છે.