મારા સુપર બ્લડથી પિતાની ઉંમર 25 વર્ષ ઓછી થઈ ગઈ, અરબોપતિ બ્રાયન જોનસનનો ચોકાવનારો દાવો
બિલેનિયરે કહ્યું કે, તેના સુપર બ્લડ થી તેના પિતાની ઉંમર વર્ષ ઓછી થઈ ગઈ છે
Image Twitter |
તા. 15 નવેમ્બર 2023, બૂધવાર
સોફ્ટવેર અરબપતિ બ્રાયન જોનસનને તો તમે બધા જાણતા જ હશો, આ એજ 45 વર્ષીય શખ્સ છે કે જે પોતાની વધતી ઉંમરને રોકવા માંગે છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ચોકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
બિલેનિયરે કહ્યું કે, તેના સુપર બ્લડ થી તેના પિતાની ઉંમર વર્ષ ઓછી થઈ ગઈ છે. જોનસને કહ્યું કે તેના 71 વર્ષના પિતાને તેનું 1 લીટર પ્લાઝ્મા આપવામાં આવ્યું હતું. આ પછી તે 46 વર્ષની વ્યક્તિ હોય તે રીતે ઘરડા થઈ રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે આ પ્રક્રિયામાં ખૂબ જ સાવધાની રાખવાની જરુર છે.
મારા સુપર બ્લડથી મારા પિતાની ઉંમર 25 વર્ષ ઓછી કરી દીધી છે: બ્રાયન
બ્રાયન જોનસને તેના X પર લખ્યું છે કે, મારા પિતા 70 વર્ષના છે. મારુ 1 લીટર પ્લાઝ્મા આપ્યા બાદ તેમની ઉંમર વધવાની ગતિ 25 વર્ષ બરાબર ધીમી થઈ ગઈ છે. આ ઈલાજના 6 મહિના પછી પણ તે લેવલે બની રહી છે. આખરે તેનો શું મતલબ છે. હકીકતમાં આપણે જેટલા મોટા થતા જઈએ છીએ એટલી જ ઝડપથી આપણી ઉંમર વધતી જાય છે. પરંતુ મારા 1 લીટર પ્લાઝમા લીધા બાદ પછી મારા પિતા 46 વર્ષની વ્યક્તિ હોય તે રીતે ઘરડા થઈ રહ્યા છે. આ રીતે હું મારા પિતાનો બ્લડ બોય છું. મારા સુપર બ્લડથી મારા પિતાની ઉંમર 25 વર્ષ ઓછી કરી દીધી છે.
આ નવી પ્રક્રિયાનું નામ 'પ્રોજેકટ બ્લૂપ્રિંટ' આપવામાં આવ્યું છે
જોનસને કહ્યું કે, આ જે કોશિશ ચાલી રહી છે તેનું નામ 'પ્રોજેકટ બ્લૂપ્રિંટ' નામ આપવામાં આવ્યું છે. જેમા ખાવા, ઉંઘવાની અને વ્યાયામને લઈને ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ડોક્ટરોની ટીમ સતત તેમના પર નજર રાખતી હોય છે. જોનસન આના પર દર વર્ષે 2 મિલિયન ડોલર ખર્ય કરી રહ્યા છે.