2030 સુધી માઇક્રોસોફ્ટ એક કરોડ ભારતીયોને આપશે તાલીમ, આ ટ્રેનિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે આપવામાં આવશે
AI Training: માઇક્રોસોફ્ટ કંપનીના CEO સત્ય નડેલાએ જાહેરાત કરી છે કે તેઓ 2030 સુધીમાં એક કરોડ ભારતીયોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ટ્રેનિંગ આપશે. આ દ્વારા તેમની સ્કિલને સુધારવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેકને કરતાં આવડે એમ નથી. આથી માઇક્રોસોફ્ટ દ્વારા એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તે શીખવવાનું બીડું ઉઠાવવામાં આવ્યું છે.
ભારત માટે સ્પેશ્યલ પ્રોજેક્ટ
માઇક્રોસોફ્ટ દ્વારા ભારત માટે સ્પેશ્યલ પ્રોજેક્ટ 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે 2025 સુધી બે કરોડ ભારતીયોને ટ્રેનિંગ આપવાની જાહેરાત કરી હતી. માઇક્રોસોફ્ટ દ્વારા આ વિશે તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. તેમણે અત્યાર સુધીમાં 24 લાખ લોકોને ટ્રેનિંગ આપી દીધી છે, જેમાં 65 ટકા મહિલાઓ છે. તેમજ 74 ટકા વ્યક્તિ ટાયર 2 અને 3 શહેરના છે.
AIમાં ઇન્ડિયા આગળ
માઇક્રોસોફ્ટ દ્વારા વિવિધ ગ્રુપના લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે. સત્ય નડેલાનું માનવું છે કે AIનો ઉપયોગ કરવામાં ઇન્ડિયા ખૂબ જ આગળ છે. દુનિયાભરના તમામ દેશોમાં ભારત ખૂબ જ ઝડપથી AIનો ઉપયોગ કરી રહ્યું છે. હવે ઘણાં ભારતીયો તેમની LinkedIn પ્રોફાઇલમાં પણ AI સ્કિલનો સમાવેશ કરી રહ્યાં છે.
ત્રણ બિલિયન ડોલરનું ઇનવેસ્ટમેન્ટ
માઇક્રોસોફ્ટ દ્વારા ભારતમાં ત્રણ બિલિયન ડોલરનું ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવશે. માઇક્રોસોફ્ટ તેના Azureને હવે વધુ આગળ લાવવાની તૈયારી કરી રહ્યું છે. Azure ક્લાઉડ ઇકોસિસ્ટમ અને AIને વધુ પ્રાધાન્ય આપતાં કંપની દ્વારા ઇન્ડિયાના પ્લાન્ટમાં વધુ ઇનવેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટનું ભારતમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું ઇનવેસ્ટમેન્ટ છે.
AIનો વિકાસ
સત્ય નડેલાનું કહેવું છે કે ભારતમાં હાલમાં 30,500થી વધુ AI પ્રોજેક્ટ્સ ચાલી રહ્યાં છે. GitHub પર ભારતના સૌથી વધુ ડેવલપર્સ છે અને આ નંબર 2028 સુધીમાં ખૂબ જ વધી જશે. માઇક્રોસોફ્ટ અને AIની મદદથી ભારત ખૂબ જ ઝડપથી AIનો ઉપયોગ કરી રહ્યું છે અને એને વધુ લોકો ઉપયોગ કરે તે માટે કંપની કામ કરી રહી છે.
આ પણ વાંચો: CES 2025: સુપરકમ્પ્યુટરથી સ્માર્ટ ડોર સુધી ભવિષ્યની ટેક્નોલોજી ટ્રેન્ડ્સની ઝલક
પાર્ટનર્શિપ
માઇક્રોસોફ્ટ રિસર્ચ લેબ દ્વારા AI ઇનોવેશન નેટવર્કને લોન્ચ કરવામાં આવ્યું છે. આ હવે રિસર્ચ કરવાની સાથે રિયલ-વર્લ્ડ બિઝનેસમાં પણ કામ કરશે. આ સાથે જ માઇક્રોસોફ્ટ દ્વારા SaaSBoomi કમ્યુનિટી સાથે પાર્ટનર્શિપ પણ કરવામાં આવી છે. આ કમ્યુનિટીમાં 4000 સ્ટાર્ટઅપ અને 6000 ફાઉન્ડર્સ જોડાયેલા છે. આ પાર્ટનર્શિપ દ્વારા માઇક્રોસોફ્ટ AIને દરેક કંપની ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહિત કરી રહી છે. AIમાં વધુ કામ કરી રહ્યું હોવાને કારણે માઇક્રોસોફ્ટ બહુ જલદી ટ્રિલિયન-ડોલર કંપનીની લિસ્ટમાં સામેલ થવા જઈ રહી છે.