માઇક્રોસોફ્ટ ટીમ્સમાં મેટાવર્સની ઝલક મળવાની શક્યતા
જો તમે માઇક્રોસોફ્ટ
ટીમ્સનો ઉપયોગ કરતા હો તો તેમાં તમને આવી રહેલા મેટાવર્સની થોડી ઝલક જોવા મળશે.
કંપનીએ માઇક્રોસોફ્ટ ચીમ્સના પ્રીમિયમ વર્ઝનમાં યૂઝર્સના અવતારને મેટાવર્સનો ટચ
આપવાનું નક્કી કર્યું છે. કંપનીના મત અનુસાર આવતા બે વર્ષમાં જનરેશન ઝેડના લગભગ ૫૧
ટકા લોકો મેટાવર્સમાં કામ કરતા થઈ ગયા હશે. એ સમયની અત્યારથી ઝલક આપવા માટે કંપની
ટીમ્સની મીટિંગમાં સામેલ લોકો પોતે કેમેરાથી થોડો સમય દૂર જાય છતાં ડિજિટલ સ્વરૂપે
મીટિંગમાં જોડાયેલા રહી શકે તેવા મેશ અવતાર
લોન્ચ કરી રહી છે.
30 ð»ko ÃkAe
{kR¢kuMkku^x ykurVMkLkwt Lkk{ çkË÷kþu
અત્યાર સુધી આપણે
માઇક્રોસોફ્ટના વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ,
આઉટલૂક વગેરે પ્રોગ્રામ્સને માઇક્રોસોફ્ટ
ઓફિસ પ્રોગ્રામ તરીકે ઓળખતા આવ્યા છીએ. પરંતુ હવે ૩૦ વર્ષ પછી આ પ્રોગ્રામ્સને
નવું નામ મળે તેવી શક્યતા છે. એ મુજબ અલગ અલગ પ્રોગ્રામ્સનાં નામ યથાવત રહેશે
પરંતુ તેમનું અમ્બ્રેલા બ્રાન્ડનેમ માઇક્રોસોફ્ટ ઓફિસમાંથી બદલીને માઇક્રોસોફ્ટ ૩૬૫ કરવામાં આવશે!
માઇક્રોસોફ્ટ અને
ગૂગલ બંને કંપની તેની વિવિધ સર્વિસનાં નામ અવારનવાર બદલવા માટે જાણીતી છે.
માઇક્રોસોફ્ટે ઓફિસ પ્રોગ્રામ્સ, લાઇવ પ્લેટફોર્મ, માઇક્રોસોફ્ટ ૩૬૫
વગેરેની ગૂંચવણ ઊભી કર્યા પછી હવે બધા માટે એક જ માઇક્રોસોફ્ટ ૩૬૫ નામ અપનાવી લેવાનું
નક્કી કરી લીધું હોય તેવું લાગે છે. આ સાથે કંપની તેનો લોગો અને ફીચર્સમાં પણ
ફેરફાર કરે તેવી શક્યતા છે. વિન્ડોઝ, આઇઓએસ અને એન્ડ્રોઇડ માટેની ઓફિસ એપ આવતા વર્ષે
જાન્યુઆરીમાં નવો અવતાર ધારણ કરે તેવી શક્યતા છે. આ બધી સર્વિસ મંથલી કે વાર્ષિક
લવાજમ સાથે ઉપલબ્ધ રહેશે. જોકે તેની સાથોસાથ વન-ટાઇમ પરચેઝ તરીકે કંપની
માઇક્રોસોફ્ટ ઓફિસ બ્રાન્ડ પણ ચાલુ રાખે તેવી શક્યતા છે!