AIમાં વીજળીનો વધુ વપરાશ, માઈક્રોસોફ્ટ આ સમસ્યાનો સામનો કરવા કરશે નવો ઉપાય

માઈક્રોસોફ્ટ પોતાના AI અને ડેટા સેન્ટરને પાવર આપવા માટે નેક્સ્ટ જનરેટર ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરવાનો પ્લાનિંગ કરી રહી છે.

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
AIમાં વીજળીનો વધુ વપરાશ, માઈક્રોસોફ્ટ આ સમસ્યાનો સામનો કરવા કરશે નવો ઉપાય 1 - image
Image Twitter & Freepic

તા. 27 સપ્ટેમ્બર, 2023, બૂધવાર 

માઈક્રોસોફ્ટ (Microsoft) પોતાના AI અને ડેટા સેન્ટર (data center)ને પાવર આપવા માટે નેક્સ્ટ જનરેટર ન્યુક્લિયર રિએક્ટર (Next Generation Nuclear Reactor)નો ઉપયોગ કરવાનો પ્લાનિંગ કરી રહી છે. તેના સંકેત કંપનીના નવી જોબ લિસ્ટિંગમાં મળી રહ્યા છે, જેમા એક એવા ઉમેદવારની શોધી રહ્યા છે, જે એક નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટરના ઓપરેશનને સંભાળી શકે.

વાસ્તવમાં કંપની બદલાતા ક્લાઈમેટને રોકવા માટે વિવિધ કામો કરી રહી છે. જેના માટે કંપની ક્લીન એનર્જી સોર્સ (Clean energy source)ની શોધ કરી રહી છે. માહિતી પ્રમાણે કંપનીનું ડેટા સેન્ટર ઘણી મોટી માત્રામાં ઈલેક્ટ્રિસિટીનો વપરાશ કરે છે. જે કંપનીના ક્લાઈમેટ ગોલ્સને હાંસલ કરવામાં મોટી મુસીબત બની શકે છે. 

AI મોટી માત્રામાં વહન કરી રહ્યું છે ઈલેક્ટ્રિસિટી

સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય અને કંપનીની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ AI છે. આ પ્રોજેક્ટને ઘણી મોટી માત્રામાં ઈલેક્ટ્રિસિટીની જરુર પડે છે. જેના માટે કંપની નેક્સ્ટ જનરેશન ન્યુક્લિયર રિએક્ટરથી પાવર લેવા માટે પ્લાન કરી રહી છે.

શું પરમાણુ સંપૂર્ણપણે પ્રકૃતિને અનુકૂળ છે?

પરમાણુ ઉર્જા ગ્રીનહાઉસ ગેસ જનરેટ નથી કરતો, છતાં પણ રેડિયો એક્ટિવ કચરાને સંભાળવા માટે યુરિનિયમ સપ્લાઈ ચેઈન બનાવવાની વાત આવે છે તો એક નવી સમસ્યા ઉભી કરે છે. જો કે ક્લાઈમેટ કંટ્રોલથી નિપટવા માટે પરમાણુ ઉર્જાની ભૂમિકા પર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેસ્ટ લાંબા સમયથી આ ટેકનોલોજીના મોટા ફેન રહેલા છે. 

આવા ઉમેદવારોની શોધ છે

જોબ લિસ્ટિંગમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રોજેક્ટને લીડ કરવા માટે ન્યુક્લિયરના દરેક આસ્પેક્ટ પર કામ કરવાનું રહેશે, જેમા ન્યુક્લિયર એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ હશે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News