Get The App

વિન્ડોઝ એપ: ટ્રાવેલિંગ અને વેકેશન દરમિયાન પણ કમ્પ્યુટરને દુનિયાના કોઈ પણ ખૂણેથી એક્સેસ કરો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
વિન્ડોઝ એપ: ટ્રાવેલિંગ અને વેકેશન દરમિયાન પણ કમ્પ્યુટરને દુનિયાના કોઈ પણ ખૂણેથી એક્સેસ કરો 1 - image


Windows App: માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ એપને લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન બીટા સ્ટેજમાં હતી, પરંતુ હવે એને સામાન્ય લોકો માટે પણ લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી યુઝર હવે તેના પર્સનલ કમ્પ્યુટરને અથવા તો ઓફિસના કમ્પ્યુટરને પણ દુનિયાના કોઈપણ ખૂણેથી અને કોઈ પણ ડિવાઇઝ દ્વારા એક્સેસ કરી શકશે. 

વિન્ડોઝ એપ શું કરી શકે છે?

વિન્ડોઝ દ્વારા યુઝરને એક જ એપ્લિકેશનમાં દરેક વસ્તુ મળી રહે એ માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટ દ્વારા આ એપ્લિકેશનમાં એડ્વાન્સ સિક્યોરિટી ફંક્શન છે જેની મદદથી યુઝર કોઈ પણ જગ્યાએથી શાંતિથી કમ્પ્યુટરને એક્સેસ કરી શકશે. ઉદાહરણ તરીકે તમે ટ્રાવેલિંગ કરી રહ્યાં છો અથવા તો વેકેશન માણી રહ્યા છો. આ દરમ્યાન યુઝરે તેના કમ્પ્યુટર પર કોઈ ડેટા એક્સેસ કરવાની જરૂર પડે અથવા તો એને એડિટ કરવાની જરૂર પડે તો આ માટે વિન્ડોઝ એપ મદદ રૂપ થઈ શકે છે. એક જ જગ્યાએથી ઘણી બધી વિન્ડોઝ સર્વિસને એક્સેસ કરી શકાશે જેવી કે ક્લાઉડ pc, વર્ચ્યુઅલ ડેસ્કટોપ અને લોકલ pc. આ સાથે જ મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન, કસ્ટમાઇઝેબલ સ્ટાર્ટ સ્ક્રીન્સ, મલ્ટી મોનિટર્સ સપોર્ટ, માઇક્રોસોફ્ટ ટીમ્સ માટે ઓપ્ટીમાઇઝેસન, એકાઉન્ટને સરળતાથી સ્વિચ કરવું, ઇન-એપ ફીડેબેક ફંકશન જેવા ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મસ્કે બ્રાઝિલમાં X પરના બેનને જ બાયપાસ કરી દીધો, સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો 7.68 કરોડ રૂપિયાનો દંડ

વિન્ડોઝ એપ: ટ્રાવેલિંગ અને વેકેશન દરમિયાન પણ કમ્પ્યુટરને દુનિયાના કોઈ પણ ખૂણેથી એક્સેસ કરો 2 - image

આ સર્વિસને કહો બાય-બાય

વિન્ડોઝ એપની મદદથી હવે યુઝર કોઈ પણ ડિવાઇઝ દ્વારા કમ્પ્યુટર સાથે કનેક્ટ થઈ શકશે. વિન્ડોઝ 365, અઝુરે વર્ચ્યુઅલ ડેસ્કટોપ, રીમોટ ડેસ્કટોપ,રીમોટ ડેસ્કટોપ સર્વિસીસ અથવા તો માઇક્રોસોફ્ટ ડેવ બોક્સ દ્વારા કનેક્ટ થવાની આ એક સરળ રીત છે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પ્લેટફોર્મ હોય રીમોટ ડેસ્કટોપ માટે હવે જે પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો એની જગ્યા હવે વિન્ડોઝ એપ લઈ રહ્યું છે.

આ પણ વાંચો: GPS અને Non-GPS સ્માર્ટવોચ : કઈ છે તમારી માટે બેસ્ટ?

ક્યા ક્યા પ્લેટફોર્મ માટે રિલીઝ કરી વિન્ડોઝ એપ?

માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ એપને વિન્ડોઝ (કમ્પ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ), મેકઓએસ (એપલ મેકબૂકની ઓપરેટિંગ સિસ્ટમ), આઇઓએસ (આઇફોનની ઓપરેટિંગ સિસ્ટમ), આઇપેડઓએસ (આઇપેડની ઓપરેટિંગ સિસ્ટમ), એન્ડ્રોઇડ અને વેબ બ્રાઉઝર માટે લોન્ચ કરવામાં આવી છે.

કેવી રીતે વિન્ડોઝ એપ ડાઉનલોડ કરશો?

આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે જેતે ડિવાઇઝના એપ સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશનને ફક્ત ઓફિશિયલ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી. તેમ જ આ એપનો ઉપયોગ માઇક્રોસોફ્ટ એકાઉન્ટ અને અન્ય ક્લાઉડ સર્વિસ દ્વારા જ ઉપયોગ કરી શકાશે. થર્ડ-પાર્ટી સર્વિસ દ્વારા રીમોટથી એક્સેસ નહીં કરી શકાય.


Google NewsGoogle News