Get The App

OpenAIના સૌથી મોટા હરીફ સાથે હાથ મિલાવ્યા માઇક્રોસોફ્ટે, મસ્કના xAI સાથે મળીને 30 બિલિયન ડોલરનું કરશે રોકાણ

Updated: Mar 20th, 2025

GS TEAM


Google News
Google News
OpenAIના સૌથી મોટા હરીફ સાથે હાથ મિલાવ્યા માઇક્રોસોફ્ટે, મસ્કના xAI સાથે મળીને 30 બિલિયન ડોલરનું કરશે રોકાણ 1 - image


Microsoft and xAI Partnership: ઇલોન મસ્કની કંપની xAI અને માઇક્રોસોફ્ટ દ્વારા તાજેતરમાં જ હાથ મિલાવવામાં આવ્યો છે. 30 બિલિયન અમેરિકન ડોલરનું આર્ટિફિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે આ બે કંપની સાથે બ્લેકરોક કંપની પણ જોડાઈ છે. માઇક્રોસોફ્ટ અને OpenAIની પૂર્વે પાર્ટનરશિપ હતી. OpenAIમાં માઇક્રોસોફ્ટ દ્વારા 13 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, હવે કંપની પોતાનાં AI મોડલ પર પણ કામ કરી રહી છે. આ AI OpenAIને ટક્કર આપશે એવી આશા રાખવામાં આવી રહી છે.

AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ પર ધ્યાન કેન્દ્રિત

માઇક્રોસોફ્ટે અગાઉ એક ગ્રુપ બનાવ્યું હતું, જેને કોન્સોર્ટિયમ તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ ગ્રુપ AIના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમાં રોકાણ કરે છે. હવે આ ગ્રુપનું નામ બદલીને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનરશિપ રાખવામાં આવ્યું છે. NVIDIA કોર્પોરેશન તે ટેક્નિકલ એડવાઈઝર તરીકે જોડાયું છે. ખાસ કરીને આ કંપનીઓ અમેરિકામાં રોકાણ કરી રહી છે. તેઓએ હવે ઇલોન મસ્કની કંપનીમાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે, જે ભવિષ્યમાં સારો વળતર અને મકસદ પૂરો કરી શકે છે.

એનર્જી સપ્લાયરોનું AI ડેટા સેન્ટર માટે રોકાણ

યુએઈની ઇન્વેસ્ટમેન્ટ કંપની MGX સાથે બ્લેકરોક અને માઇક્રોસોફ્ટ દ્વારા ડીલ કરવામાં આવી હતી. આ ડીલ OpenAI-સોફ્ટબેન્કના સ્ટારગેટ પ્રોજેક્ટ માટે હતી. શરૂઆતમાં 30 બિલિયન અમેરિકન ડોલર ભેગું કરવાની યોજના હતી, જે 100 બિલિયન સુધી લઈ જવામાં આવી છે. આખરે આ રોકાણ 500 બિલિયન સુધી પહોંચવાનું છે. માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવેલા ગ્રુપ સાથે NextEra Energy Inc. અને GE Vernova Inc. પણ જોડાઈ છે, જે AI ડેટા સેન્ટર માટે એનર્જી પૂરી પાડશે.

OpenAIના સૌથી મોટા હરીફ સાથે હાથ મિલાવ્યા માઇક્રોસોફ્ટે, મસ્કના xAI સાથે મળીને 30 બિલિયન ડોલરનું કરશે રોકાણ 2 - image

xAI અને માઇક્રોસોફ્ટ વચ્ચેની ભાગીદારી

xAI અને માઇક્રોસોફ્ટે AI ડેટા સેન્ટર બનાવવા માટે ભાગીદારી કરી છે. તેઓ લાર્જ AI મોડલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સોલ્યુશન પૂરુ પાડશે. ઇલોન મસ્કની ટેસ્લા કંપની ઇલેક્ટ્રિક વાહનો બનાવે છે, જેના કારણે મસ્ક પાસે એનર્જી સમસ્યાનું ઉકેલ લાવવા માટે વિશિષ્ટ અનુભવ છે.

આ પણ વાંચો: તાજમહલથી બમણી સાઇઝનો એસ્ટરોઇડ પૃથ્વી તરફ 77,282 કિમીની ઝડપે આવી રહ્યો છે, આ ચિંતાનો વિષય છે કે નહીં તે જુઓ…

AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજળીની વિશ્વવ્યાપી માગ

AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઘણા મોટા ઉત્પાદકોએ દોડ લગાવી છે, જેના કારણે વિજળીની વૈશ્વિક માંગમાં વધારો થયો છે. AI ડેટા સેન્ટર માટે ખૂબજ વિજળીની જરૂર પડે છે. 2034 સુધીમાં AI ડેટા સેન્ટર દ્વારા 1,580 ટેરાવોટ અવર્સ વીજળીનો ઉપયોગ થાય તેવી ધારણા છે, જે ભારતની ટોટલ વીજળી વિખેતરે સમાન છે. કંપનીઓ હવે રિન્યુએબલ અને સસ્ટેનેબલ એનર્જી તરફ આગળ વધતી જાય છે.

Tags :