દુનિયાના 8.5 મિલિયન ડિવાઈઝ બંધ થઈ ગયા હતા, આ રહસ્ય વિશે માઈક્રોસોફ્ટ તોડશે ચૂપકિદી
Microsoft Cyber Security Summit: ગ્લોબલ આઉટેજ બાદ માઇક્રોસોફ્ટ હવે સાયબર સિક્યોરિટીની સમિટ યોજવા જઈ રહ્યું છે. ગયા મહિને ગ્લોબલ આઉટેજ દરમિયાન 8.5 મિલિયનથી વધુ ડિવાઇઝ કામ કરતી બંધ થઈ ગયા હતા. દુનિયાભરના એરપોર્ટ, બેન્ક, કોર્પોરેટથી લઈને વિવિધ ક્ષેત્ર પર એની અસર થઈ હતી. સાયબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડસ્ટ્રાઇક દ્વારા થયેલા આ ગ્લોબલ આઉટેજ બાદ માઇક્રોસોફ્ટ પહેલી વાર એ વિશે વાત કરવા જઈ રહ્યું છે.
શું થયું હતું?
ક્રાઉડસ્ટ્રાઇક દ્વારા 19 જુલાઈએ એક ફોલ્ટ વાળી અપડેટ પુશ કરી હતી. એ અપડેટને કારણે દુનિયાભરના લેપટોપમાં બ્લુ સ્ક્રીન આવી ગઈ હતી અને એ કામ કરતા બધ થઈ ગયા હતા. આ આઉટેજને કારણે દુનિયાની ઘણી ઇન્ડસ્ટ્રી પર પણ અસર પડી હતી.
આ પણ વાંચો: વિન્ડોઝમાંથી કન્ટ્રોલ પેનલને અલવિદા કહ્યું માઇક્રોસોફ્ટે
સાયબર સિક્યોરિટી સમિટ
માઇક્રોસોફ્ટ દ્વારા આ ઇશ્યુને લઈને એક સમિટ રાખવામાં આવી છે. આ સમિટને તેમના હેડક્વાટરમાં રાખવામાં આવી છે જે દસ સપ્ટેમ્બરે યોજાઈ રહી છે. આ સમિટમાં માઇક્રોસોફ્ટ દ્વારા ગવર્નમેન્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમિટમાં માઇક્રોસોફ્ટ દ્વારા સાયબર સિક્યોરિટી સિસ્ટમને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી એ વિશે વાત કરવામાં આવશે.
આ પણ વાંચો: એન્ટરટેઇનમેન્ટ અટકવું ન જોઈએ, ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ હવે સોન્ગ મૂકી શકાશે
ચિંતાનો વિષય
માઇક્રોસોફ્ટના આ ગ્લોબલ આઉટેજથી દરેક દેશ અને ઓર્ગેનાઇઝેશનનને એક વાતનો અહેસાસ થયો હતો કે તેઓ આ પ્રકારની પરિસ્થિતી માટે તૈયાર નહોતા. ડિવાઇઝ એટલે કે સોફ્ટવેર એટલે કે ITને લગતી કોઈ પણ વસ્તુમાં એક ફોલ્ટ આવ્યો કે તેમનું કામ ઢપ થઈ જશે. આથી તેમની પાસે બેકઅપ પ્લાન નથી. તેમ જ આ પ્રકારની પરિસ્થિતીમાં શું કરવું એની પણ તેમને જાણ નથી.
નવ બિલિયન ડોલરનું નુક્સાન
ગ્લોબ આઉટેજથી આજ સુધી ક્રાઉડસ્ટ્રાઇકની માર્કેટ વેલ્યુ 9 બિલિયન ડોલર ઘટી ગઈ છે. તેમ જ તેના શેરહોલ્ડર દ્વારા કંપની પર કેસ પણ કરવામાં આવ્યો છે. સોફ્ટવેરને કારણે દુનિયાભરની સિસ્ટમ બંધ થઈ હતી. આથી શેરહોલ્ડરને આ માટે તેમની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ડેલ્ટા એર લાઇન્સ માઇક્રોસોફ્ટ પર કરશે કેસ?
આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાની ડેલ્ટા એર લાઇન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ક્રાઉડસ્ટ્રાઇક અને માઇક્રોસોફ્ટ વિરુદ્ધ કેસ કરવાના છે. આ આઉટેજ દરમિયાન તેમની ઘણી ફ્લાઇટ કેન્સલ થઈ હતી. આ કારણસર તેમને 500 મિલિયન ડોલરનું નુક્સાન થયું હતું.