માઇક્રોસોફ્ટે શોધી કાઢ્યું રશિયાનું કનેક્શન : ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને કમલા હેરિસનો હિટ-એન્ડ-રનનો ફેક વીડિયો બનાવ્યો
Kamala Harris Fake Video: માઇક્રોસોફ્ટ દ્વારા હાલમાં એક વોર્નિંગ આપવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ચાલી રહ્યો છે જેને રશિયા દ્વારા બનાવવામાં આવ્યો છે અને એ ખોટો વીડિયો છે. આ વીડિયો અમેરિકાના પ્રેસિડન્ટના ઇલેક્શનની દાવેદાર કમલા હેરિસ અને તેમની જ પાર્ટીના મેમ્બર ટીમ વોઝનો છો. આ એક હિટ-એન્ડ-રન વીડિયો છે. અમેરિકાના ઇલેક્શનમાં રશિયા ખૂબ જ દખલગીરી કરી રહ્યું છે અને લોકોને ખોટા રસ્તે લઈ જવાનું કામ કરી રહ્યું છે.
માઇક્રોસોફ્ટની થ્રેટ એનાલિસિસ સેન્ટરના જનરલ મેનેજર ક્લિન્ટ વોટ્સ દ્વારા એક બ્લોગ પોસ્ટમાં આ વિશ વાત કરવામાં આવી છે. રશિયન અમેરિકન કેન્ડિડેટ્સની ઇમેજ ખરાબ કરવા માટે વિવિધ કન્ટેન્ટ બનાવી રહ્યા છે.
અમેરિકાની સરકાર આવી હરકતમાં
મેટા કંપની દ્વારા રશિયાના કેટલાક મીડિયાને તેમના તમામ પ્લેટફૉર્મ પરથી બેન કરવામાં આવ્યા છે. તેમ જ માઇક્રોસોફ્ટ દ્વારા પણ હાલમાં કહેવામાં આવ્યું છે કે કમલા હેરિસનો ફેક વીડિયો રશિયા દ્વારા બનાવવામાં આવ્યો છે. રશિયન સરકારની ઇચ્છા છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ફરી પ્રેસિડન્ટ બનાવવામાં આવે. આ જ કારણથી કમલા હેરિસની છબીને ખરાબ કરવાની કોશિશ ચાલી રહી છે. આ માટે હવે અમેરિકાની સરકાર વધુ હરકતમાં આવી ગઈ છે. આ માટે તેમણે આ પ્રકારના કન્ટેન્ટને બ્લોક કરવાની અને એની પાછળ કોણ છે એને પ્રૂફ સાથે પકડવાની કોશિશ કરી રહ્યું છે.
કમલા હેરિસનો ફેક વીડિયો
રશિયા દ્વારા ખોટા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા છે જેમાંથી એક છે કમલા હેરિસનો વીડિયો. આ વીડિયો 2011ના હિટ-એન્ડ-રન કેસનો છે, જે કમલા હેરિસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો સાન ફ્રાન્સિસ્કોના લોકલ ટીવી સ્ટેશનની વેબસાઇટનો હોવાનો દાવો કરનાર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જો કે માઇક્રોસોફ્ટ દ્વારા આ વીડિયોને તરત ઓળખી કાઢવામાં આવ્યો હતો. તેમણે આ ઘટનાના કનેક્શન ફ્લોરિડાના એક એક્સ-ડેપ્યુટી શેરિફ સાથે શોધી કાઢ્યું છે જે હાલમાં મોસ્કોમાં રહે છે.
વધુ એક ફેક વીડિયો
માઇક્રોસોફ્ટ દ્વારા આ સિવાય બીજો પણ એક ફેક વીડિયો શોધવામાં આવ્યો છે. આ વીડિયોમાં કમલા હેરિસના સપોર્ટર્સ ડોનાલ્ડ ટ્રમ્પના સપોર્ટર્સ સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યા છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. માઇક્રોસોફ્ટ દ્વારા આ વીડિયો પાછળ પણ રશિયાનો હાથ હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.