ઇન્ડિયામાં બિઝનેસ વધારી રહ્યું છે માઇક્રોસોફ્ટ, પૂણેની હિંજવાડીમાં ખરીદી 520 કરોડ રૂપિયાની જમીન

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ઇન્ડિયામાં બિઝનેસ વધારી રહ્યું છે માઇક્રોસોફ્ટ, પૂણેની હિંજવાડીમાં ખરીદી 520 કરોડ રૂપિયાની જમીન 1 - image


Microsoft India: માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ પૂણેની હિંજવાડીમાં 520 કરોડ રૂપિયાની જમીન ખરીદી છે. આ જમીન 16.4 એકરમાં આવેલી છે. માઇક્રોસોફ્ટ તેમના દરેક યુનિટને ધીમે-ધીમે વધારી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ તેમણે ડેટા સેન્ટર યુનિટને એક્સપેન્ડ કર્યું હતું.

માઇક્રોસોફ્ટ દ્વારા આ પહેલાં પણ પિપરી-ચિંચવાડમાં 328 કરોડ રૂપિયાની 25 એકર જમીન ખરીદી હતી. જોકે માઇક્રોસોફ્ટ દ્વારા હજી સુધી આ જમીનનું શું કરવાનું એ વિશે કંઈ કમેન્ટ કરવામાં નથી આવી. પિપરી-ચિંચવાડની જમીન માઇક્રોસોફ્ટે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીસ પાસે 2022માં ખરીદી હતી. હિંજવાડીમાં ઘણી IT કંપનીઓ આવેલી છે અને ઘણી કંપનીઓના મેન્ફેક્ચરિંગ યુનિટ પણ છે.

આ પણ વાંચો: રોજે રોજ આવતાં સ્પેમ કોલથી કંટાળી ગયા છો? તો આ રીતે એને બ્લોક કરો...

ઇન્ડિયામાં બિઝનેસ વધારી રહ્યું છે માઇક્રોસોફ્ટ, પૂણેની હિંજવાડીમાં ખરીદી 520 કરોડ રૂપિયાની જમીન 2 - image

માઇક્રોસોફ્ટ દ્વારા આ વર્ષની શરૂઆતમાં હૈદરાબાદમાં 267 કરોડ રૂપિયાની 48 એકર જમીન ખરીદી હતી. એ જમીન તેમણે તેમનું ડેટા સેન્ટર યુનિટને એક્સપાન્ડ કરવા માટે ખરીદી હતી. ગૂગલ અને એમેઝોન ડેટા સેન્ટર યુનિટને લોકલાઇઝ કરી રહ્યાં છે. એટલે કે ઇન્ડિયાના યુઝરના ડેટા ઇન્ડિયામાં સ્ટોર થશે એ જ રીતે માઇક્રોસોફ્ટ પણ પ્લાન કરી રહી છે.

માઇક્રોસોફ્ટે ડેટા સેન્ટર વધારવાની સાથે લોકોને નોકરી પણ આપી છે. હૈદરાબાદ, બેન્ગલોર અને નોઇડામાં માઇક્રોસોફ્ટે 23000 લોકોને નોકરી આપી છે. આ નોકરી ડેવલપમેન્ટ સેન્ટર્સમાં કામ કરનારા વ્યક્તિઓને મળી છે.


Google NewsGoogle News