માઇક્રોસોફ્ટ 365 ડાઉન થતાં હજારો યુઝર્સને થઈ અસર, બે મહિના બાદ ફરી આઉટેજ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
માઇક્રોસોફ્ટ 365 ડાઉન થતાં હજારો યુઝર્સને થઈ અસર, બે મહિના બાદ ફરી આઉટેજ 1 - image


Microsoft 365 Down: માઇક્રોસોફ્ટ 365 ડાઉન થતાં હજારો યુઝર્સને તકલીફ પડી હતી. બે મહિના પહેલાં સાઇબર સિક્યોરિટી સર્વિસ પ્રોવાઇડર ક્રાઉડસ્ટ્રાઇક દ્વારા એક ખામી વાળી અપડેટ આપી હોવાથી દુનિયાભરના કોમ્પ્યુટરને અસર થઈ હતી. એ ઘટનાને કારણે માઇક્રોસોફ્ટની દુનિયાભરમાં ટીકા થઈ હતી. એ વાતને હજી બે મહિના નથી થયા ત્યાં ફરી એક વાર માઇક્રોસોફ્ટની સર્વિસ ડાઉન થઈ ગઈ હતી.

માઇક્રોસોફ્ટનું પ્રોડક્ટિવિટી સોફ્ટવેર 365 હજારો યુઝર્સ માટે ડાઉન થઈ ગયું હતું. આ ઘટના ગુરુવારે નોંધાઈ હતી જે આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector.com પર નોંધાઈ હતી. અગાઉ લગભગ 8.5 મિલિયન યુઝર્સને અસર થઈ હતી, પરંતુ આ વખતે ફક્ત 365નો ઉપયોગ કરનાર યુઝર્સને જ અસર થઈ હતી.

માઇક્રોસોફ્ટ દ્વારા આ વિશે તરત કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નહોતું આવ્યું. જોકે તેની ક્લાઉડ સર્વિસ અઝુરે દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી કે ‘AT&T નેટવર્કનો ઉપયોગ કરનાર યુઝર્સને માઇક્રોસોફ્ટની સર્વિસનો ઉપયોગ કરતી વખતે કનેક્ટિંગનો ઇશ્યુ આવી રહ્યો હતો. એ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ.’

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ Xbox ગેમ્સ યુનિટમાંથી 650 વ્યક્તિઓને છૂટા કરશે, અગાઉ પણ બે વાર કર્મચારીઓને છૂટા કરી ચૂકી છે

માઇક્રોસોફ્ટ 365 ડાઉન થતાં હજારો યુઝર્સને થઈ અસર, બે મહિના બાદ ફરી આઉટેજ 2 - image

આ વિશે ટેલિકોમ પાર્ટનરે પણ કોઈ કમેન્ટ નહોતી આપી. આ વિશે અંદાજે 23000 લોકોએ માઇક્રોસોફ્ટ 365માં ઇશ્યુ હોવાનું રિપોર્ટ કર્યુ હતું. આ સાથે જ 4000થી વધુ યુઝરે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં પણ ઇશ્યુ આવી રહ્યો હોવાનું કહ્યું હતું.

માઇક્રોસોફ્ટ અઝુરે મુજબ સર્વિસમાં પ્રોબ્લેમ આવતાં જ માઇક્રોસોફ્ટની ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. થોડી મિનિટમાં જ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હતો. જોકે એ દરમ્યાન તમામ માઇક્રોસોફ્ટની સર્વિસ ચાલુ હતી, પરંતુ ઇશ્યુ કનેક્ટિવિટીમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News