વૈજ્ઞાનિકો માટે આશાનું કિરણ! ગુજરાતમાં પડેલી દુર્લભ ઉલ્કા અન્ય ગ્રહોના ખોલી શકે છે રહસ્યો
આ પ્રકારની ખગોળીય ઘટના લગભગ 170 વર્ષ પછી જોવા મળી
આ પ્રકારની ખગોળીય ઘટના 1852માં જોવા મળી હતી
ગુજરાતના બનાસકાંઠામાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ઉલ્કાપિંડ પડ્યો હતો. આ પ્રકારની ખગોળીય ઘટના લગભગ 170 વર્ષ પછી જોવા મળી હતી. આ પહેલા આ પ્રકારની ખગોળીય ઘટના 1852માં જોવા મળી હતી. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના સ્પેશન વિભાગમાં તૈનાત વૈજ્ઞાનિકોએ આ ઉલ્કાપિંડ વિશે વિસ્તારથી લખ્યું છે.
તાજેતરમાં ગુજરાતમાં પડેલી ઉલ્કાઓ ગ્રહોની પ્રક્રિયાઓને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ઉલ્કા ઓબ્રાઈટ છે. તેઓએ પુષ્ટિ કરી છે કે આ ઉલ્કાપિંડ આપણા સૌરમંડળમાં જોવા મળતા અત્યંત દુર્લભ વિભેદક પદાર્થમાંથી રચાયો હોય શકે છે.
આ ઉલ્કાઓનું નામ દિયોદર ઉલ્કાઓ આપવામાં આવ્યું હતું. 17 ઓગસ્ટ, 2022 ના રોજ ગુજરાતના દિયોદર તાલુકામાં પડી હતી અને તેના કારણે તેનું નામકરણ આ રીતે કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, ગામલોકોને આકાશમાં તેની કોઈ નિશાની જોવા મળી ન હતી, માત્ર ગર્જનાનો જ અવાજ સંભળાયો હતો.
આ ઉલ્કાનો મોટો ભાગ દિયોદરમાં પડ્યો હતો, જ્યારે બીજો ભાગ નજીકના રાવળ ગામમાં પડ્યો હતો. અહીં ગ્રામજનોએ ઉલ્કાના મોટા ટુકડા એકઠા કર્યા અને ભૌતિક સંશોધન પ્રયોગશાળાના વૈજ્ઞાનિકોને સોંપ્યા હતા. આ ટુકડાઓનું વજન લગભગ 200 ગ્રામ હતું. આ નમૂનાઓના પૃથ્થકરણમાં જાણવા મળ્યું હતું કે ઉલ્કાએ ઓબ્રાઈટનો દુર્લભ નમૂનો હતો. ઓબ્રેઇટએ ઉલ્કાપિંડના દુર્લભ એકોન્ડ્રાઇટ જૂથનો છે. ઓબ્રેઇટ્સમાં સોડિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, ક્રોમિયમ અને કેલ્શિયમના સલ્ફાઇડ્સ હોય છે. આ બધા લિથોફાઈલ તત્વો છે.
આ વિશ્લેષણ જણાવે છે કે, ઉલ્કાઓનો વધુ અભ્યાસ આપણને ગ્રહોની પ્રક્રિયાઓને સમજવામાં મદદ કરી શકે છે. ઓબ્રાઇટ ઉલ્કા ભારતમાં એક દુર્લભ વસ્તુ છે. છેલ્લી વખત 1852માં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવી ઉલ્કા પડી હતી. આ પછી ભારતમાં ઓબ્રાઈટ પડવાની આ બીજી ઘટના છે.
ઉલ્કાપિંડનો પરિચય
ઉલ્કાપિંડ એ અંતરિક્ષના કાટમાળનો એક નક્કર ટુકડો છે જે પૃથ્વીના વાયુમંડળને પાર કરીને જમીન પર પડે છે. ઉલ્કા, ઉલ્કાપિંડ અને ક્ષુદ્રગ્રહ વચ્ચેનું જો અંતર જાણવું હોય તો તેમનો પ્રમુખ કારક તેમનું અંતર અથવા તેમની અવસ્થિતિ છે. ઉલ્કાપિંડ અંતરિક્ષમાં એવી વસ્તુઓ છે જે આકારમાં ધૂળકર્ણોથી લઈને નાના ક્ષુદ્રગ્રહો સુધી હોઈ શકે છે. પરંતુ જો કોઈ મેટોરોઈડ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરીને જમીનથી ટકરાય તો તેને ઉલ્કાપિંડ કહે છે.