મેટાએ શરૂ કર્યો પ્રોજેક્ટ વોટરવર્થ: દુનિયાને પહેલાં કરતાં વધુ મજબૂત રીતે કનેક્ટ કરવાની પહેલ
Meta WaterWorth Project: ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટાએ નવો પ્રોજેક્ટ વોટરવર્થ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા તે દુનિયાને વધુ સારી રીતે કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યું છે. જોકે મેટા દ્વારા તેના વિવિધ પ્લેટફોર્મ દ્વારા લોકોને કનેક્ટ કરવામાં આવ્યા છે, તેઓ આ કનેક્શનને વધુ સારી રીતે બનાવવાની મંજિલે પહોંચવા માગે છે. એથી જ તેમણે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનું નામ છે વોટરવર્થ.
શું છે પ્રોજેક્ટ વોટરવર્થ?
પ્રોજેક્ટ વોટરવર્થ દ્વારા મેટા કંપની દરિયામાં 50000 કિલોમિટરનો કેબલ નાખી રહી છે. આ કેબલ દ્વારા મેટા કંપની દુનિયાના પાંચ ખંડને એકબીજાથી જોડવાનું કામ કરી રહી છે. અમેરિકા, ઇન્ડિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા સહિત તમામ દેશોને આ કેબલ દ્વારા જોડવામાં આવશે. આ એક મલ્ટિ-બિલિયન ડોલર પ્રોજેક્ટ છે. આ કેબલ દ્વારા ઇન્ટરનેટ અને તેની સંલગ્ન તમામ ટેક્નોલોજીને વધુ એડ્વાન્સ બનાવવા માટે કામ કરવામાં આવશે.
પ્રોજેક્ટ વોટરવર્થને કારણે શું અસર થશે?
આ કેબલને જે-જે દેશ સાથે જોડવામાં આવશે, તેનાં ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ કારણે ઇકોનોમી અને ડિજિટલ દુનિયામાં વધુ વિકાસ જોવા મળશે. ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ભારતમાં ડિજિટલ વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. આથી આ પ્રોજેક્ટ દ્વારા ભારતને વધુ બૂસ્ટ મળવાની સંભાવના છે અને ડિજિટલ ઇકોનોમી પણ ખૂબ જ ઝડપથી વિકાસ કરશે.
દરિયામાં કેબલ નાખવાનો પ્રોજેક્ટ ગ્લોબલ કોમ્યુનિકેશન માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. બે ખંડ વચ્ચેના ઇન્ટરનેટનું 95 ટકા ટ્રાફિક આ કેબલ પર જોવા મળશે. છેલ્લા દસ વર્ષમાં મેટા કંપની દ્વારા દરિયામાં કેબલ નાખવાના 20 થી વધુ પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે. મેટા હવે તેના નવા પ્રોજેક્ટ દ્વારા દુનિયાનો સૌથી મોટો 50000 કિલોમિટરનો કેબલ પ્રોજેક્ટ પૂરો કરવા જઈ રહ્યું છે.
એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી
એડવાન્સ એન્જિનિયરીંગવાળા આ કેબલમાં 24 ફાઇબર પેરનો સમાવેશ કરવામાં આવશે. આ માટે ત્રણ નવા કોરિડોર બનાવવામાં આવશે અને તેમાં નવી કેબલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જે કેબલને પાણીની અંદર પણ નીચે રહે. 7000 મિટર સુધી આ કેબલને પાણીની અંદર બેસાડવામાં આવશે અને તેની સુધી નીકળવાનું ટેક્નોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે. મોટા-મોટા જહાજોના એન્કર અને અન્ય વસ્તુઓને કારણે આ કેબલને નુકસાન ન થાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર ટેક્નોલોજી માટે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ખૂબ જ જરૂરી છે. સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ બંધ થવાના ચાન્સ ખૂબ જ વધુ હોય છે, તેથી કેબલ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ વધુ સારી રીતે પૂરી પાડી શકાય છે.
આ પણ વાંચો: એપલે લોન્ચ કર્યો iPhone 16e: 59,900થી શરૂ થાય છે કિંમત, પ્રો સિરીઝ જેવા છે તમામ ફીચર્સ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આજે દરેક વસ્તુમાં થઈ રહ્યો છે. રોજિંદી જીવનની દરેક વસ્તુમાં પણ તેનો ઉપયોગ થતો હોય તે દિવસ હવે દૂર નથી. મેટા દરેક કરતાં બે સ્ટેપ આગળ ચાલીને તે ટેક્નોલોજી પૂરી પાડવા માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે, એના પર કામ કરી રહ્યું છે. આ કેબલને કારણે એઆઈની સાથે ઇન્ટરનેટની સ્પીડ પણ વધુ મળશે અને એનો ફાયદો દરેક વ્યક્તિને થશે. આથી પ્રોજેક્ટ વોટરવર્થ ફક્ત એક કંપની કે દેશ માટે નહીં, પરંતુ દરેક વ્યક્તિ અને દેશ માટે છે. મેટા કંપની સર્વિસ પૂરી પાડી રહ્યું હોવાથી તેની કમાણી એ સ્વાભાવિક છે.