Get The App

ઇન્સ્ટાગ્રામની જેમ હવે વોટ્સએપની સ્ટોરીમાં પણ મૂકી શકાશે મ્યુઝિક, જાણો કેવી રીતે કરશો ઉપયોગ…

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામની જેમ હવે વોટ્સએપની સ્ટોરીમાં પણ મૂકી શકાશે મ્યુઝિક, જાણો કેવી રીતે કરશો ઉપયોગ… 1 - image


WhatsApp New Feature: વોટ્સએપ દ્વારા હાલમાં નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં જે રીતે મ્યુઝિક મૂકવામાં આવે છે, એ જ રીતે વોટ્સએપની સ્ટોરીમાં પણ હવે મ્યુઝિક મૂકી શકાશે. અત્યાર સુધી વોટ્સએપની સ્ટોરીમાં મ્યુઝિક પહેલેથી વીડિયોમાં હોય તો જ મૂકી શકાતું હતું. જોકે, હવે નવી અપડેટમાં યુઝર પોતાની મનમરજીનું સંગીત મૂકી શકશે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે સૌથી પહેલાં ક્રિએટ સ્ટેટસમાં જવું પડશે. ત્યાં ફોટો અથવા તો વીડિયો પસંદ કરવો પડશે. એડિટિંગ સેક્શનમાં હવે મ્યુઝિકનો સિમ્બોલ રાખવામાં આવ્યો છે. એના પર ક્લિક કરતાંની સાથે જ યુઝર ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપમાં પણ મ્યુઝિક મૂકી શકશે. આ સાથે જ જે-તે મ્યુઝિકનો ચોક્કસ પાર્ટ, જે યુઝરને ખૂબ જ પસંદ હશે, એ પણ એડજસ્ટ કરી શકાશે. ઇન-શોર્ટ, ઇન્સ્ટાગ્રામનું ફીચર હવે વોટ્સએપમાં આવી રહ્યું છે. આ સ્ટોરીમાં ઇન્સ્ટાગ્રામની જેમ ફોટા સાથે ફક્ત પંદર સેકન્ડ માટે મ્યુઝિક અને વીડિયોમાં એની લંબાઈ જેટલું મ્યુઝિક મૂકી શકાશે.

ઇન્સ્ટાગ્રામની જેમ હવે વોટ્સએપની સ્ટોરીમાં પણ મૂકી શકાશે મ્યુઝિક, જાણો કેવી રીતે કરશો ઉપયોગ… 2 - image

શું કામ જરૂર પડી આ ફીચરની?

આ ફીચરની જરૂર એટલા માટે પડી કે ઘણાં યુઝર ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે, પરંતુ એમાં એ ફીલ નથી આવતી. આથી ફોટો મૂક્યો હોય તો એ સાઉન્ડ વગર ખૂબ જ બોરિંગ લાગે છે. તેમ જ વીડિયોનો અવાજ જે હોય એ આવતો હોવાથી, ઘણીવાર ઘોંઘાટ લાગે છે. આ કારણે ઘણીવાર યુઝર્સ સ્ટેટસ મૂકવાનું ટાળે છે. આ સાથે યુઝર પોતાના મૂડ અનુસારનું ગીત પસંદ કરી શકે છે. યુઝરે પસંદ કરેલું ગીત તેના સ્ટેટસ જોનારને પણ દેખાશે અને એ પર ટેપ કરતાં એ સોન્ગને અન્ય યુઝર પણ ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: એપલ દ્વારા AI ફીચરને બાયડિફોલ્ટ શરુ કરવામાં આવશે, યુઝર્સના ફીડબેકની કરી અવગણના

ક્યારે લોન્ચ થશે આ ફીચર?

આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે. એન્ડ્રોઇડ અને એપલ બન્નેના બીટા વર્ઝનમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોઈ નવું ફીચર નથી, જે માટે વધુ ટેસ્ટિંગ કરવાની જરૂર રહે. ઇન્સ્ટાગ્રામમાં વર્ષોથી જે ચાલી રહ્યું છે, એનું જ ઇન્ટીગ્રેશન અહીં કરવામાં આવ્યું છે. આથી, આગામી થોડા અઠવાડિયામાં આ ફીચર લોકો સુધી પહોંચશે.


Google NewsGoogle News