મેટા હવે સ્માર્ટવોચ નહીં બનાવે .
મેટા કંપનીએ એક સાથે ૧૧,૦૦૦ કર્મચારીને છૂટા કરી દીધા
પછી મેટાના મોટા ભાગના કર્મચારીઓ માનવા લાગ્યા છે કે માર્ક ઝકરબર્ગનું મેટાવર્સનું
સપનું કંપની અને તેના એમ્પ્લોઈ માટે સ્લો ડેથ પૂરવાર થશે. એક કર્મચારીએ તો ત્યાં સુધી લખ્યું કે માર્ક ઝકરબર્ગ મેટાવર્સની
મદદથી એકલે હાથે કંપનીને ખતમ કરી નાખશે! કંપની મુશ્કેલીમાં હોવાનો બીજો દાખલો એ કે
મેટા તેના સ્માર્ટવોચ ડેવલપ કરવાના પ્રોજેક્ટને અભેરાઈએ ચઢાવી રહી છે.
સ્માર્ટવોચમાં અત્યારે એપલનો દબદબો છે અને ગયા વર્ષે મેટાએ પોતાની સ્માર્ટવોચ આવી
રહી હોવાનું કહી ઉત્સુકતા જગાવી હતી, પણ એ વાત હવે અટકી પડી છે.