Get The App

ઈન્સ્ટાગ્રામ અને થ્રેડ્સને ‘રાજકારણ મુક્ત’ કરવા મેટાના હવાતિયા, કંપનીએ નિયમો બદલ્યા

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ રાજકીય કન્ટેન્ટ જ હોય છે

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
ઈન્સ્ટાગ્રામ અને થ્રેડ્સને ‘રાજકારણ મુક્ત’ કરવા મેટાના હવાતિયા, કંપનીએ નિયમો બદલ્યા 1 - image


Meta political content: શું તમે ઈન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર આવતા રાજકીય કન્ટેન્ટથી પરેશાન છો? અથવા તમે આ કન્ટેન્ટને જોવા નથી માંગતા? તો તમારા માટે મેટા એક નવું અપડેટ લાવશે. જેના દ્વારા તમે હવે આ પ્લેટફોમ પર જોવામાં આવતા રાજકીય કન્ટેન્ટને નિયંત્રિત કરી શકાશે.

મેટા દરેક યુઝર્સની પસંદગીનો સન્માન કરે છે

મેટાના વડા એડમ મોસેરીના જણાવ્યા અનુસાર, 'મેટાનો હેતુ દરેક યુઝરની પસંદગીઓને માન આપવાનો છે. કેટલાક લોકો રાજકીય સમાચારો સાથે અપડેટ રહેવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક તેને જોવા માંગતા નથી. યુઝર્સની રુચિઓને ધ્યાનમાં રાખીને નવું અપડેટ કરવામાં આવશે. જો કોઈ યુઝર રાજકીય કન્ટેન્ટ જોવા માંગતો હશે તો તેને કન્ટ્રોલ ફીચર્સમાં જઈને Suggested content tabમાં Political content સિલેક્ટ કરવું પડશે. આ પોલિસી થોડા જ અઠવાડિયા શરૂ કરી દેવાશે.'

હજુ પણ રાજકીય કન્ટેન્ટ જોઈ શકાશે

જો તમે સરકારી નીતિઓ, ચૂંટણીઓ અથવા સામાજિક મુદ્દાઓથી સંબંધિત માહિતી મેળવવા માંગતા હો, તો તમારા માટે વિકલ્પો ઉપલબ્ધ છે. તમે તમારી સેટિંગ્સ બદલીને Explore  અને Reels જેવા સેક્શનમાં સજેસ કરેલ રાજકીય કન્ટેન્ટ જોઈ શકો છો.આનાથી યુઝર્સ દ્વારા ફોલો કરવામાં આવેલા એકાઉન્ટમાંથી પોસ્ટ કરાયેલ કન્ટેન્ટને અસર કરશે નહીં. આ પહેલ મેટાના પ્લેટફોર્મને વિવાદાસ્પદ સમાચાર અને રાજકારણથી દૂર રાખવાનો છે.

નોંધનીય કે, આ બધી જગાએ રાજકીય કન્ટેન્ટ જોવા મળે છે ને હવે કંપની ઈચ્છે છે કે, તેમના પ્લેટફોર્મ પર રાજકીય કન્ટેન્ટ ના દેખાય. તો આ દિશામાં કંપની સફળ થશે કે નહીં.


Google NewsGoogle News