ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં આવશે AI ઈમેજીસ જનરેટનું ખાસ ફિચર
AI Image: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા AIને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. ધીમે ધીમે દરેક કંપની પોતાની સર્વિસમાં એઆઇનો ઉપયોગ શરુ કરી રહી છે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા પણ આ બાબતે પોતાનો હાથ અજમાવી રહી છે. લાંબા સમયથી મેટા તેની સેવાઓ માટે AI ટેક્નોલોજી પર કામ કરી રહી છે.
મેટા એઆઈની મદદથી બનાવશે ઈમેજ
હાલના સમયમાં એઆઇ ઇમેજ જનરેશન ટૂલ્સની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેટા યુઝર્સને તેના પ્લેટફોર્મમાં આ સુવિધા આપવા માટે લાંબા સમયથી તેના પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં મેટા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી ઈમેજ બનાવવા માટે એક નવું ફિચર લાવી શકે છે.
યુઝર્સ એઆઈ ઈમેજ વિશે જાણશે
ગૂગલ, માઈક્રોસોફ્ટ અને અન્ય એઆઇ ઈમેજ જનરેટિંગ પ્લેટફોર્મ સાથે લેબલવાળી એઆઇ ઇમેજ જનરેટ કરવા માટે એક ફિચરની પણ મેટા યોજના બનાવી રહ્યું છે. જેની મદદથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સ જાણી શકશે કે ઈમેજ એઆઇ દ્વારા બનાવવામાં આવી છે કે નહિ.