Get The App

મેટા એઆઈ હવે આપણી વાતના મહત્ત્વના મુદ્દા યાદ રાખશે

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
મેટા એઆઈ હવે આપણી વાતના મહત્ત્વના મુદ્દા યાદ રાખશે 1 - image


હવે તમે જાણતા જ હશો કે મેટા કંપનીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં મેટા એઆઇનાં વિવિધ ફીચર્સ ઉમેરી દીધાં છે. ભારતમાં તે ૨૦૨૪માં લોન્ચ થયાં. આપણે આ ત્રણેય પ્લેટફોર્મ પર એઆઇ ચેટબોટ સાથે વાતચીત કરી શકીએ છીએ અને મનમાં જે સવાલો આવે તે વિશે તેની સાથે ચર્ચા કરી શકીએ છીએ.  ચેટજીપીટી જેવા એઆઇ ચેટબોટ સાથે આપણે જે વાતચીત કરીએ તેને તે યાદ રાખી શકે છે. એ કારણે આપણે ચેટજીપીટી સાથે કંઈ વાતચીત કરીએ ત્યારે તે અગાઉના સંદર્ભો ધ્યાનમાં લઇને એ મુજબ જવાબો આપે છે.

વાતચીત યાદ રાખવાની આ ક્ષમતા હવે મેટા એઆઇમાં પણ ઉમેરાઈ ગઈ છે. અલબત્ત વાત મેટાની છે એટલે આ સીધીસાદી મેમરીની વાત નથી. મેટા એઆઇ આપણી સાથેની વાતચીત તથા એફબી-ઇન્સ્ટા વગેરે પરની આપણી એક્ટિવિટી પણ ધ્યાનમાં લઇને, તેને યાદ રાખીને આપણી સાથે વાત કરે છે.

ઉદાહરણ સાથે વાત કરીએ તો આપણે મેટા એઆઇ સાથે કંઈ વાતચીત કરીએ તેને કોઈ વાતની રેસિપી પૂછીએ ત્યારે તે જુદા જુદા ઘણા પ્રકારની વાનગીઓની રેસિપી સૂચવી શકે છે. તેમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની વાનગીઓની રેસિપી સામેલ હોઈ શકે છે. આવે સમયે આપણે મેટા એઆઇનું ધ્યાન દોરીએ કે ‘હું તો વેજિટેરિયન છું’ તો મેટા એઆઇ બહુ સ્માર્ટ રીતે એ વાત યાદ રાખી લેશે. પોતે આ વાત યાદ રાખી લીધી છે એવું તે આપણને જણાવશે પણ ખરી. આ કારણે એ પછી જે કંઈ વાતચીત થશે તેમાં તે વેજિટેરિયન રેસિપી પર ધ્યાન આપશે!


Google NewsGoogle News