Meta AI એ નવા ફીચર દ્વારા OpenAIને કરી ચેલેન્જ : શું છે આ ફીચર અને કેવી રીતે ઉપોગ કરી શકાશે એ વિશે જાણો
Meta AI Movie Gen: મેટા કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નવા ફીચરને લઈને તેણે OpenAIને ચેલેન્જ કરી છે. Meta AI દ્વારા હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર છે મૂવી જેન. આ ફીચરની મદદથી યુઝર્સ ફોટોમાંથી વીડિયો બનાવી શકશે તેમ જ એમાં એડવાન્સ એડિટીંગ ફીચર પણ આપવામાં આવ્યાં છે. OpenAIએ પણ આ ફીચર લોન્ચ કર્યુ છે જેનું નામ સોરા આપવામાં આવ્યું છે. જોકે બન્ને ફીચર હાલમાં ટેસ્ટિંગમાં છે અને એના ફીડબેક બાદ એમાં સુધારા-વધારા કરીને એને લોન્ચ કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં માર્ક ઝકરબર્ગની કંપની કોઈ કસર છોડવા નહીં માગતી હોય એવું લાગી રહ્યું છે. આ ફીચરને લોન્ચ કર્યા બાદ Meta AIએ ઇનવેસ્ટર પાસે એના રીવ્યુ માગ્યા છે. એ જોયા બાદ એને સામાન્ય વ્યક્તિ માટે લોન્ચ કરવામાં આવશે.
મેટાની ચેલેન્જ
આ ફીચરનો ડેમો આપતાની સાથે મેટા કંપની દ્વારા કહેવામાં આવ્યુ હતું કે Meta AIના નવા ફીચર મૂવી જેનની મદદથી યુઝર ફોટોમાંથી વીડિયો બનાવી શકશે તેમ જ વીડિયો અને ઓડિયોને એકદમ રિયાલિસ્ટિક રીઝલ્ટ મળશે. આ સાથે જ કમાન્ડ દ્વારા પણ વીડિયો બનાવી શકાશે. કંપનીએ એ પણ દાવો કર્યો હતો કે OpenAI અને ElevenLabsના ફીચરને પણ Meta AIનું ફીચર ટક્કર આપશે. OpenAI દ્વારા તેનું વીડિયો મોડલ સોરાને દુનિયા સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું એના થોડા મહિના બાદ જ Meta AI દ્વારા તેના પણ મૂવી જેન ફીચરની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: યુઝર્સના પૈસા પડાવતી ફેક એપ્સ: પિગ બુચરિંગ સ્કેમ શું છે એ જાણો અને એનાથી ચેતીને રહો
શું છે મૂવી જેન?
Meta AI દ્વારા લોન્ચ કરવામાં આવેલું મૂવી જેન ટેક્સ્ટની મદદથી વીડિયો જનરેટ કરી શકે છે તેમ જ પહેલેથી હોય એ વીડિયોને અથવા તો ફોટોને એડિટ પણ કરી શકે છે. ઘણાં સોફ્ટવેર પહેલેથી ઓડિયો ઉપલબ્ધ હોય એનો ઉપયોગ વીડિયોમાં કરે છે, પરંતુ Meta AIમાં વીડિયોને અનુરૂપ ઓડિયો પણ જનરેટ થાય છે. એટલે કે દરેક વીડિયોમાં ઓરિજિનલ ઓડિયો હોય છે અને એ પણ જે પ્રમાણેનો વીડિયો હશે એને અનુરૂપ જનરેટ થશે. આ સાથે જ કોઈ ફોટો હોય અને એના પરથી વીડિયો બનાવવાનનો હોય તો પણ એ Meta AIની મદદથી કરી શકાશે. આ વીડિયો હાઇડેફિનેશન એટલે કે 1080p પર જનરેટ કરવામાં આવશે. Meta AI વીડિયોને અલગ-અલગ સાઇઝના બનાવી શકે છે.
આ પણ વાંચો: એપલનો ભારત પર મોટો દાવ: મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ માટે ભારતીય બજાર એન્ડ ગેમ
બે મોડલ છે જે અલગ-અલગ કામ કરશે
મૂવી જેન લાર્જ AI મોડલનો ઉપયોગ કરે છે જેને મીડિયા ક્રીએટ કરવા માટેના ફાઉન્ડેશન મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોડલમાં મૂવી જેન વીડિયો અને મૂવી જેન ઓડિયો સૌથી મહત્ત્વના છે. આ બન્ને મોડલ મળીને ટેક્સ્ટ-ટૂ-ફોટો અને ટેક્સ્ટ-ટૂ-વીડિયો બનાવી શકે છે. જોકે આ વીડિયોની સાઇઝ 16 સેકન્ડ્સ સુધીની જ હશે અને એમાં પર સેકન્ડ 16 ફ્રેમ્સ હશે. બીજી તરફ મૂવી જેન ઓડિયોમાં 13 bn પેરામીટર મોડલ છે જે વીડિયોને અનુરૂપ ઓડિયો જનરેટ કરવા માટે સક્ષમ છે. વીડિયોની જેમ ઓડિયો પણ એકદમ રિયલિસ્ટિક હશે અને જે પ્રમાણેનો કમાન્ડ આપ્યો હશે એ અનુરૂપ વીડિયો સાથે એ એકદમ પર્ફેક્ટ મેચ થતો હશે.
OpenAI સોરાથી કેવી રીતે અલગ છે?
મૂવી જેનના ફીચરમાં સૌથી મહત્ત્વની તેના વીડિયોની ક્વોલિટી અને વીડિયો સાથે ઓરિજિનલ ઓડિયો ક્રીએટ કરવાની ક્ષમતા તેને અન્ય દરેક AIથી અળગ પાડે છે. આ સાથે જ એમાં વીડિયો એડિટ કરવાની ક્ષમતા પણ છે, જે અન્યમાં નહીં બરાબર છે. Meta AIની વીડિયો ક્વોલિટી 1080p HD છે અને સોરાની ક્વોલિટી પણ એને આસપાસ જ છે, પરંતુ એ Meta AI જેટલી સારી નથી. Meta AIમાં વીડિયો અને ઓડિયો સિનક્રોનાઇઝેશન જોવા મળશે જ્યારે OpenAI ફક્ત વીડિયો પર ફોકસ કરે છે. સોરામાં ફોટો પરથી વીડિયો બનાવવાની ક્ષમતા હશે કે નહીં અને બિલ્ટ-ઇન વીડિયો એડિટીંગ ફીચર હશે કે નહીં એની હજી સુધી માહિતી નથી એ જ્યારે યુઝર માટે ઉપયોગ કરવા માટે લોન્ચ કરવામાં આવશે ત્યારે એ વિશે ખબર પડશે.