1500 વર્ષ જૂની માયા સભ્યતાનું શહેર મળી આવ્યું, 6 હજાર ઘર અને મંદિરો પણ મળ્યા
Image X |
City of Maya Civilization discovered in Mexico : મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પ પર 1,500 વર્ષ જૂનું એક વિશાળ માયા સંસ્કૃતિનું શહેર મળી આવ્યું છે. માયા સંસ્કૃતિના આ જૂના શહેરની શોધ ખાસ પ્રકારના લેસર સર્વે (લિડાર ટેક્નોલોજી) દ્વારા કરવામાં આવી છે.
લાઈવ સાયન્સના રિપોર્ટ પ્રમાણે જર્નલ એન્ટિક્વિટીએ મંગળવારે આ નવી શોધને પ્રકાશિત કરી છે. સંશોધન મુજબ, નવા શોધાયેલ વિશાળ શહેરમાં 6,674 માળખાં મળી આવ્યા છે. જેમાં ચિચેન ઇત્ઝા અને ટિકાલ જેવા પિરામિડનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : નવી લેમ્બોર્ઘિની 15 દિવસમાં જ થઈ બંધ, ગૌતમ સિંઘાનિયાએ ઉઠાવ્યા સવાલ
સંશોધન માટે લિડાર મેપ્સનો ઉપયોગ કરાયો
આ સંશોધનના સંશોધકોએ 1,500 વર્ષ જૂના સ્થળ પર તેમની શોધ માટે જમીન પર લેસર પલ્સ શૂટ કરીને બનાવવામાં આવેલા લિડાર મેપ્સનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, લિડાર ટેક્નોલોજીના ઉપયોગ પછી પ્રાચીન વસાહતોના અવશેષોની શોધમાં ઝડપી બને છે. જોકે, એક વાત એ પણ છે કે, આ ટેક્નોલોજી ખૂબ ખર્ચાળ છે.
PhD student finds lost city in Mexico jungle by accident
— Zeeshan A ! (@zeeshanakh5) October 29, 2024
A huge Maya city has been discovered centuries after it disappeared under jungle canopy in Mexico.
The city, which was about 16.6 sq km, had two major centres with large buildings around 2km (1.2 miles) apart, linked by… pic.twitter.com/Ge2XGNuOrA
આ ટેક્નોલોજી પ્રારંભિક કારકિર્દીના વૈજ્ઞાનિકો માટે સુલભ ન હતી - લ્યુક ઓલ્ડ-થોમસ
એરિઝોના યુનિવર્સિટીના પુરાતત્વવિદ્ અને અભ્યાસના પહેલા લેખક લ્યુક ઓલ્ડ-થોમસે જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી શરુઆતી કરિયરના વિજ્ઞાનિકો માટે સુલભ નથી. આ વિસ્તારનો પહેલા લિડાર સર્વે થયો તે ખૂબ જ મદદરૂપ સાબિત થયો હતો.
ખેતરો અને ધોરીમાર્ગોમાં માયા શહેરના નિશાન
થોમસે પહેલેથી જ કમિશન્ડ કરેલાં લિડાર (LiDAR)સર્વેને મેક્સિકોના જંગલોમાં કાર્બનને માપવા અને મોનિટર કરવા માટે બનાવવામાં આવેલા સર્વેક્ષણોની શોધ કરી હતી. ત્યાર બાદ તેમણે મેક્સિકોમાં પૂર્વ-મધ્ય કેમ્પેચેમાં 50 ચોરસ માઇલ વિસ્તાર તરફ ધ્યાન દોર્યું, જ્યાં પહેલા ક્યારેય માયા સંસ્કૃતિની રચનાઓની અગાઉ ક્યારેય શોધ મળી ન હતી.
મીઠા પાણીના લગૂનના નામ પરથી શોધનું નામ રખાયું
સંશોધનકર્તાઓએ આ શોધમાં શહેરની નજીક આવેલા મીઠા પાણીના લગૂન પર રાખવાનું નક્કી કર્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આ શહેર લગભગ 250 થી 900 ઈ.સ. જેમાં માયા રાજધાનીના તમામ ચિહ્નો દેખાય છે. જેમાં એક મોટો રોડ, મંદિર, પિરામિડ અને બોલ કોર્ટ સાથે જોડાયેલ પ્લાઝા પણ સામેલ છે.