Get The App

તમારા વોટ્સએપ મેસેજ બીજા નહીં વાંચી શકે, પરંતુ CIA વાંચી શકશેઃ ઝકરબર્ગના દાવાથી હોબાળો

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
તમારા વોટ્સએપ મેસેજ બીજા નહીં વાંચી શકે, પરંતુ CIA વાંચી શકશેઃ ઝકરબર્ગના દાવાથી હોબાળો 1 - image


CIA Can Read WhatsApp Messages: માર્ક ઝકરબર્ગનું કહેવું છે કે એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન હોવા છતાં વોટ્સએપના મેસેજ વાંચી શકાય છે. જોકે આ મેસેજ કોઈ પણ વ્યક્તિ નહીં વાંચી શકે, પરંતુ CIA વાંચી શકે છે. અત્યાર સુધી મેટા કંપનીનું કહેવું હતું કે એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શનને કારણે બે યુઝર્સ વચ્ચેના મેસેજ કોઈ વાંચી નહીં શકે, પરંતુ હવે કંપનીના માલિકે જ આવો દાવો કરતા હોબાળો મચી ગયો છે. 

કેવી રીતે વાત બહાર આવી?

અમેરિકન જર્નાલિસ્ટ ટકર કાર્લસને આરોપ મૂક્યો હતો કે અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી તેના પ્રાઇવેટ કમેુનિકેશન પર નજર રાખી રહી છે. થોડા સમય પહેલાં આ પત્રકાર સાથે એવું કંઈ થયું હતું જેના કારણે તેને ખબર પડી હતી કે બે વ્યક્તિ વચ્ચે જે સોશિયલ મીડિયા પર વાત થઈ હતી એ ઇન્ટેલિજન્સ એજન્સીને કેવી રીતે ખબર પડી. આ કારણસર તેણે તર્ક લગાવ્યો હતો કે CIA દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે.

તમારા વોટ્સએપ મેસેજ બીજા નહીં વાંચી શકે, પરંતુ CIA વાંચી શકશેઃ ઝકરબર્ગના દાવાથી હોબાળો 2 - image

ઇન્ક્રિપ્શનની લિમિટેશન

વોટ્સએપના માલિક માર્ક ઝકરબર્ગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇન્ક્રિપ્શનની પણ કેટલીક લિમિટેશન છે. મેટા કંપનીના સર્વર પર જેટલા પણ મેસેજ છે અને બે યુઝર વચ્ચે શું વાત થાય છે એ કોઈ પણ જોઈ નહીં શકે. જોકે યુઝરના વોટ્સએપ મેસેજમાં શું ડેટા છે અને કોની સાથે શું વાત કરવામાં આવી રહી છે એ જોઈ શકાય છે. ઇન્ક્રિપ્શન યુઝરના મોબાઇલને પ્રોટેક્ટ નથી કરતું. આ વિશે માર્ક ઝકરબર્ગ કહે છે, ‘ઇન્ક્રિપ્શનનું કામ ફક્ત કંપનીને યુઝર શું વાત કરે છે એની જાણ નથી થાય અને કંપનીના સર્વર પરથી ખબર ન પડે એ છે.’ જોકે યુઝરના મોબાઇલને જો હેક કરવામાં આવ્યો તો ઇન્ક્રિપ્શનને બાયપાસ કરી શકાય છે અને એ તમામ મેસેજિસને જોઈ શકાય છે.

સર્વેલિયન્સ ટૂલ

માર્ક ઝકરબર્ગના જણાવ્યા મુજબ ઇન્ટેલિજન્સ એજન્સી પાસે સર્વેલિયન્સ ટૂલ છે. પેગાસસ જેવા કેટલાક ટૂલ છે જેના કારણે ડિવાઇઝને એક્સેસ કરી શકાય છે. આ ટૂલની મદદથી ઇન્ક્રિપ્ટેડ મેસેજિસ જોઈ શકાય છે, ફોટો અને વિડિયો પણ જોઈ શકાય છે. તેમ જ કોલ લોગ્સની પણ તમામ માહિતી જોઈ શકાય છે. માર્ક ઝકરબર્ગની આ માહિતીને કારણે ડિજિટલ સિક્યોરિટીને લઈને ઘણાં સવાલ ઊભા થઈ રહ્યા છે. કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ આજે સેફ નથી. દરેક પ્લેટફોર્મને હેક કરી શકાય છે. આથી યુઝરની સિક્યોરિટી અને સેફ્ટી માટે પગલાં લેવા ખૂબ જ જરૂરી થઈ ગયા છે.

આ પણ વાંચો: ન્યુરાલિંક દ્વારા ત્રીજી વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક ચીપ પ્લાન્ટ: ફક્ત વિચારથી સ્માર્ટફોન અને લેપટોપને એક્સેસ કરાયા

પ્રાઇવસી વિશે વોટ્સએપનું મંતવ્ય

વોટ્સએપે યુઝરની પ્રાઇવસીને લઇને મંતવ્ય આપ્યું છે. માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે ‘યુઝરની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને જ ડિસઅપિયરિંગ મેસેજ ફીચર આપવામાં આવ્યું છે. ઇન્ક્રિપ્શન અને ડિસઅપિયરિંગ મેસેજ બન્ને ચાલુ હોય તો એ યુઝરની સેફ્ટીમાં વધારો કરે છે.’


Google NewsGoogle News