200 બિલિયન ડોલરની ક્લબમાં માર્ક ઝકરબર્ગની એન્ટ્રી, દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી પૈસાદાર વ્યક્તિ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
200 બિલિયન ડોલરની ક્લબમાં માર્ક ઝકરબર્ગની એન્ટ્રી, દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી પૈસાદાર વ્યક્તિ 1 - image


200 Billion Dollar Club: માર્કુ ઝકરબર્ગની નેટ વર્થ 200 બિલિયન ડોલર થઈ ગઈ છે. તે હવે દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયો છે. 200 બિલિયન ડોલરની ક્લબમાં અત્યાર સુધી ત્રણ વ્યકતિનો જ સમાવેશ થાય છે. માર્ક ઝકરબર્ગ હાલમાં અમેરિકાના પોલિટિક્સ અને રશિયન મીડિયાની અમેરિકાના પોલિટિક્સમાં દખલગિરીને લઈને ચર્ચામાં રહ્યો હતો.

કોણ કોણ છે 200 મિલિયન ડોલરની ક્લબમાં?

આ પણ વાંચો: ગૂગલ ફોટોઝને વધુ સરળ અને પાવરફૂલ બનાવવા માટે AI ટૂલ્સનો સમાવેશ કરાયો

ટેસલા અને સ્પેસએક્સના માલિક ઇલોન મસ્ક 265 બિલિયન ડોલરની નેટ વર્થ સાથે પહેલાં ક્રમે છે. ત્યાર બાદ એમેઝોનના માલિક જેફ બેઝોઝ 216 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે. ત્યાર બાદ આ લિસ્ટમાં માર્ક ઝકરબર્ગ આવે છે જે 200 બિલિયન ડોલર નેટ વર્થ ધરાવે છે.

200 બિલિયન ડોલરની ક્લબમાં માર્ક ઝકરબર્ગની એન્ટ્રી, દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી પૈસાદાર વ્યક્તિ 2 - image

સૌથી વધુ નેટ વર્થ કોની વધી?

માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં આ વર્ષે 72.2 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે પહેલાં ક્રમે છે. આ વધારાની સાથે તે 200 બિલિયન ડોલરની ક્લબમાં પહોંચી ગયો છે. સૌથી વધુ નેટ વર્થ વધવાના લિસ્ટમાં બીજા ક્રમે Nvidia સીઇઓ જેનસન હુઆંગ છે. તેની નેટ વર્થમાં 58 બિલિયન ડોલરનો વધારો થયો છે. જોકે નેટવર્થમાં આટલો વધારો થવા છતાં ઇલોન મસ્ક પહેલાં ક્રમે છે. આ વર્ષની શરૂઆતમાં ઇલોન મસ્ક એક માત્ર એવી વ્યક્તિ હતી જેની નેટવર્થ 200 બિલિયન ડોલર કરતાં વધુ હતી.


Google NewsGoogle News