Get The App

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિવાદ બાદ માર્ક ઝકરબર્ગે તેમની પાર્ટીને ડોનેટ કર્યા એક મિલિયન ડોલર

Updated: Dec 12th, 2024


Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિવાદ બાદ માર્ક ઝકરબર્ગે તેમની પાર્ટીને ડોનેટ કર્યા એક મિલિયન ડોલર 1 - image


Mark Zuckerberg Donate: માર્ક ઝકરબર્ગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે. આ તમામ વિવાદ વચ્ચે મેટા કંપનીએ એક મિલિયન અમેરિકન ડોલર ડોનેટ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન જીતતાની સાથે જ મેટા કંપની અને ગૂગલ પર તવાઈ આવી હતી. ઇલેક્શન જીત્યા બાદથી મેટા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહ્યું છે. બે અઠવાડિયા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક ઝકરબર્ગે એક મીટિંગ કરી હતી. ત્યાર બાદ આ પૈસા ડોનેટ કર્યા હોવાની ચર્ચા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં જ એક ફોટો શેર કરવામાં આવ્યો છે. આ ફોટોમાં તેઓ બન્ને હાથ મિલાવતા જોવા મળી રહ્યાં છે, પરંતુ એ વિશેની કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, વેબ બ્રાઉઝરથી પોસ્ટ કરો: આટલી સરળ રીત!

માર્ક ઝકરબર્ગની ભૂમિકા

હાલમાં જ એક રિપોર્ટ મુજબ એવી ચર્ચા છે કે અમેરિકામાં ટેક કંપનીઓ વિશે પોલિસી કેવી હોવી જોઈએ એ માટેના એડમિનિસ્ટ્રેશનમાં માર્ક ઝકરબર્ગ પણ ભૂમિકા ભજવશે એવી ચર્ચા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રાઇવેટ મીટિંગ બાદ આ ચર્ચા ચાલી રહી છે. તેમ જ એ મીટિંગના થોડા દિવસ બાદ માર્ક ઝકરબર્ગની કંપનીએ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના ફંડમાં એક મિલિયન ડોલર ડોનેટ કર્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિવાદ બાદ માર્ક ઝકરબર્ગે તેમની પાર્ટીને ડોનેટ કર્યા એક મિલિયન ડોલર 2 - image

માર્ક ઝકરબર્ગ અને ડોનાલ્ડ ટ્રમ્પના રિલેશન?

માર્ક ઝકરબર્ગ અને ડોનાલ્ડ ટ્રમ્પના રિલેશનમાં છેલ્લા ચાર વર્ષથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. 2021ની 6 જાન્યુઆરીએ મેટા કંપની દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને બેન કરવામાં આવ્યા હતા. 2020ના ઇલેક્શનમાં માર્ક ઝકરબર્ગ દ્વારા છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ ડોનાલ્ડ ટ્રમ્પે મૂક્યો હતો. તેમ જ જો એ સાબીત થયો તો જેલ કરવાની પણ વાત તેમણે કહીં હતી. 2023માં મેટાએ ફરી દરેક પ્લેટફોર્મ પર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રોફાઇલને પરવાનગી આપી હતી. ઇલેક્શન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. જો કે તેઓ બચી ગયા હતા. આ વિશે માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, "બંદૂકની ગોળી વાગ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા થયા અને અમેરિકાના ઝંડા સાથે મૂઠી હવામાં દેખાડી એ દૃશ્ય ખૂબ જ જોરદાર હતું."

Tags :
Mark-ZuckerbergUS-president-Donald-TrumpFacebookMetaDonate

Google News
Google News