Get The App

પત્ની માટે કાર કસ્ટમાઇઝ કરાવી માર્ક ઝકરબર્ગે, પ્રિસિલિયાની ઇચ્છા મુજબ સ્લાઇડિંગ ડોર અને ઇન્ટિરિયર ડિઝાઇન કરાવ્યું

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
પત્ની માટે કાર કસ્ટમાઇઝ કરાવી માર્ક ઝકરબર્ગે, પ્રિસિલિયાની ઇચ્છા મુજબ સ્લાઇડિંગ ડોર અને ઇન્ટિરિયર ડિઝાઇન કરાવ્યું 1 - image


Mark Zuckerberg Cutomize Car: માર્ક ઝકરબર્ગે તેની પત્ની પ્રિસિલિયા ચેન માટે ખાસ કસ્ટમાઇઝ  કાર બનાવડાવી છે. પોતાની કાર અને પત્નીની કાર મેચિંગ કરાવવા માટે માર્ક ઝકરબર્ગે એ કસ્ટમાઇઝ કરાવી છે. તેણે પોર્શે કેયને ટર્બો જીટી મિનિવેન કસ્ટમાઇઝ કરાવી છે.

કસ્ટમાઇઝેશન

પ્રિસિલિયાની કારને કસ્ટમાઇઝ કરાવવા માટે પોર્શે કંપની અને સાઉથ કેરોલિનાની પ્રખ્યાત ઓટો શોપ વેસ્ટ કોસ્ટ કસ્ટમ્સ બન્નેએ સાથે મળીને તૈયાર કરી છે.

ડિઝાઇન

પ્રિસિલિયાની મિનિવેનમાં ઇલેક્ટ્રિક સ્લાઇડિંગ ડોર છે. આ સાથે જ પ્રિસિલિયાની પસંદગી મુજબ કારનું લક્ઝુરિયસ ઇન્ટિરિયર ડિઝાઇન કરવામાં આવ્યું છે.

પત્ની માટે કાર કસ્ટમાઇઝ કરાવી માર્ક ઝકરબર્ગે, પ્રિસિલિયાની ઇચ્છા મુજબ સ્લાઇડિંગ ડોર અને ઇન્ટિરિયર ડિઝાઇન કરાવ્યું 2 - image

કલર

પ્રિસિલિયાની પોર્શે મિનિવેન અને માર્ક ઝકરબર્ગની પોર્શે 911 GT3 બન્નેનો સ્ટેટ ગ્રે કલર છે. બન્ને મેચિંગ કાર રાખવા માગતા હોવાથી તેમણે આ કલરને પસંદ કર્યો છે.

આ પણ વાંચો: Meta AI એ નવા ફીચર દ્વારા OpenAIને કરી ચેલેન્જ : શું છે આ ફીચર અને કેવી રીતે ઉપોગ કરી શકાશે એ વિશે જાણો

ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત

માર્ક ઝકરબર્ગે આ કાર વિશે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે. પ્રિસિલિયાને મિનિવેન જોઈતી હતી અને એથી માર્ક ઝકરબર્ગે તેની પત્ની માટે ખાસ મિનિવેન બનાવી હતી. તેની અને તેની પત્નીની કારની જોડી બને એનું તેણે ખાસ ધ્યાન રાખ્યું હતું.

કિંમત

આ કાર માટે તેણે કેટલા રૂપિયા ખર્ચ કર્યા એ વિશે કોઈ જાહેરાત નથી કરી. જો કે પોર્શે કેયને ટર્બો જીટીની કિંમત 90000 અમેરિકન ડોલર છે. ટર્બો જીટી પેકેજ માટે વધુ એક લાખ ડોલર સુધી ખર્ચ કરવો પડે છે.


Google NewsGoogle News