Get The App

ક્રેડ ઍપ્લિકેશન પર 3.25 લાખનો જેકપોટ લાગ્યો, કંપનીએ ઓફર કર્યા ફક્ત એક હજાર રૂપિયા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ક્રેડ ઍપ્લિકેશન પર 3.25 લાખનો જેકપોટ લાગ્યો, કંપનીએ ઓફર કર્યા ફક્ત એક હજાર રૂપિયા 1 - image


CRED Jackpot: ક્રેડ ઍપ્લિકેશન પર એક યુઝરને 3.25 લાખ રૂપિયાની કિંમતનો જેકપોટ લાગ્યો, પરંતુ કંપનીએ ફક્ત એક હજાર રૂપિયા ઓફર કર્યા છે. આ યુઝરને મેકબૂક, આઇપેડ, એરપોડ્સ મેક્સ અને એક બેગ જેકપોટમાં લાગ્યા હતા જેની કિંમત 3.25 લાખ રૂપિયા થાય છે. બૅંગ્લુરુના બિઝનેસમેન કુનાલ શાહની આ કંપની છે જેણે આ જેકપોટને કેન્સલ કરી દીધો છે.

આ જેકપોટ લાગતાંની સાથે જ કંપનીએ આ યુઝરને PAN નંબર આપવા કહ્યું હતું જેથી જેકપોટ પર જે TDS લાગે એ ભરી શકાય. જો કે તેની ખુશી ફક્ત થોડા સમય માટે રહી હતી. થોડી મિનિટ પછી કંપનીમાંથી તેના પર એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે જેકપોટને કેન્સલ કરવામાં આવે છે કારણ કે એમાં ટેક્નિકલ ગ્લિચ હતી. આથી યુઝરે આ ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરીને કંપનીના ફાઉન્ડર કુનાલ શાહને પણ ટેગ કર્યો હતો.

આ પણ વાંચો: એન્ડ્રોઇડમાં ગૂગલ આસિસ્ટન્ટની જગ્યાએ જેમિની AIને કેવી રીતે પસંદ કરશો...

આ વિશે જેકપોટ જીતનાર અવિરલ સેન્ગલે ઘણી બધી ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘હું મોટાભાગે ક્રેડના જેકપોટ્સમાં નથી ફસાતો. જો કે કોઈ પણ જાતની અપેક્ષા વગર મેં ફ્રાઇડે જેકપોટમાં ભાગ લીધો હતો. મને જેકપોટ લાગ્યો હતો એ પણ નાનો નહીં. એમાં મેકબૂક, આઇપેડ, એરપોડ્સ મેક્સ અને TUMIની બેગ હતી અને આ જેકપોટની કિંમત 3.25 લાખ રૂપિયા હતી. જેકપોટ મેળવવા માટે મેં એક ફોર્મ ભર્યું હતું. તેમણે મારો PAN લીધો જેથી TDSની કિંમત ભરી શકાય. થોડા સમય બાદ ક્રેડની ટીમમાંથી મને ફોન આવ્યો અને કહ્યું કે આ જેકપોટ કેન્સલ કરવામાં આવ્યો છે કારણ કે તેમાં ટૅક્નિકલ ઇશ્યુ હતા. તેમણે મને કહ્યું કે જે કોઇન યુઝ થયા હતા એને ફરી પાછા આપીએ છીએ અને એક હજાર રૂપિયાનું કેશબેક પણ આપીએ છીએ.’


અવિરલે આ ઓફરને ઠુકરાવી દીધી હતી. જો કે થોડા સમય બાદ ફરી એક ફોન આવ્યો હતો અને એમાં કહેવામાં આવ્યું હતું કે ટોટલ 200 યુઝર્સેને આ રીતે જેકપોટ લાગ્યો છે અને એથી એને કેન્સલ કરવામાં આવ્યો છે.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ક્રેડને વખોડી કાઢવામાં આવી છે. તેઓ સ્કેમ ચલાવી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે. ઘણાં યુઝરે અવિરલને લીગલ કેસ કરવા માટેની સલાહ આપી છે અને અવિરલે પણ એની તૈયારી દેખાડી છે.


Google NewsGoogle News